SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ચિમું અધિવેશન—મુંબઈ. વિષય વિચારિણી સમિતિએ પસાર કરેલા ઠરાવો. ૯ શ્રી આણંદજી કલ્યાણજીનું બંધારણ. શ્રી આણંદજી કલ્યાણુછની પેઢીનું છેલ્લું બંધારણ ઘડાયાને લગભગ ૨૨ વર્ષ જેટલે ગાલે થશે છે તે દરમ્યાન અનેક સ્થિતિ સંજોગ બદલાયા છે અને તેના બંધારણને અનુભવ મળી છે તે તેને અનુકુલ રહી તેમાં આવશ્યક ફેરફાર થવાની જરૂર છે તો તે પેઢીના સંચાલકે તેમાં એગ્ય અને સમાચિત ફેરફાર સુધારા વધારા કરવાનો પ્રબંધ કરશે અને વઢિયટદાર પ્રતિનિધિની કમિટીમાં અમદાવાદ સિવાયના બીજા સ્થાનના મેમ્બરે પણ લેશે એમ આ કોન્ફરંસ આગ્રહપુર્વક ભલામણ કરે છે અને વ્યાજબી સમયમાં બંધારણમાં ફેરફારને પ્રબંધ ન થાય તો કોન્ફરંસની સ્થાયી સમિતિમાંથી અનુભવીઓની પેટા-સમિતિ નીમી આવશ્યક ફેરફારનો ખરડો તૈયાર કરી સ્થાયી સમિતિની મંજુરી મેળવી શ્રી આણંદજી કલ્યાણજીને યોગ્ય થવા માટે મોકલી આપો. નેટ:-આ ઠરાવની નકલ શેઠ આણંદજી કલ્યાણજી ઉપર મોકલી આપવી –પ્રમુખસ્થાનેથી ૧૦. જેમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જોઇતા ઉપાયો. જેની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમનામાં ફેફસાના અને ચેપી રોગ વધારે પ્રમાણમાં થાય છે, અને મરણું પ્રમાણ વધતાં તેની સંખ્યામાં પ્રતિવર્ષ ઘટાડો થાય છે તે તેમની શારીરિક સ્થીતી સુધરે અને મરણુ પ્રમાણુ ઘટે તે માટે નીચેના ઉપાયે જવા આવશ્યક છે એમ આ કોન્ફરન્સ માને છે. (૧) સારી હવા ઉજાસવાળા, સ્વચ્છ અને સુઘડ ત્રણ કે ચાર રૂમવાળા બ્લેકવાળા ગરીબ અને મધ્યમ વર્ગને પિષાય તેવા સસ્તા ભાડાવાળા મકાનવાળું જેન કોલેની સ્થાપવું. (૨) સ્ત્રીઓમાં સામાન્યપણે મણું પ્રમાણ ઘણું વધારે છે. કારણ કે બાળલનથી નાની ઉમરે મ ના થવાય છે. તેમજ સુવાવડ અજ્ઞાન દાઇઓના હાથે ઘણે ઠેકાણે થાય છે. તે બાળ લગ્ન પ્રતિબંધ થવો પડે અને જન સુવાવડખાનું CMaternity Home Anti-post natal clinie સાથે) સ્થાપવા ખાસ આવશ્યકતા છે. (૩) નિશાળે જતાં છોકરા છોકરીઓની તંદુરસ્તી તપાસવા અને ઉપાયો સુચવવા અને જવા એક મેડીકલ કમીટી સ્થાપની (૪) જૈન જનતામાં તંદુરસ્તી આપે તેવો ખોરાક અને કસરતના લાભ વિષયે બરાબર જ્ઞાન પ્રસરે એ જરૂરનું છે તેથી તેનું જ્ઞાન આપવા માટે સીનેમા, લેન્ટર્ન લેકચર્સ અને ભાણે જવા તથા તે સંબંધીના સાહિત્યને પ્રસાર કરવા ભલામણ કરવામાં આવે છે (૫) જનો માટે એક જનરલ હોસ્પિટલ ની ખાસ જરૂર છે તે તે સ્થાપવા બનતા ઉપાય લેવા ઘટે દરખાસ્ત--. ચીમનલાલ નેમચંદ પ્રફ અનુદન - ડે. ટી. એ. શાહ, નાનચંદ કે, મોદી ( અનુસંધાન પાના ૮ વા.) ૨૮ માંગરોલ શૈવધ પ્રકરણ માંગરેલના નામદાર કરનાર સાહેબે ગધના કેટલાક વખતથી ચાલી આવતા પ્રતિબંધને દુર કરી તાજેતરમાં તા. ૩૦-૪-૩૩ ના ઠરાવના ફરમાનમાં વધના છુટ આપનાર જે હુકમ બહાર પાડે છે તે સમસ્ત હિંદુ કેમની લાગણી દુખવનાર છે એમ આ શ્રી જન ભવેતાંબર કોન્ફરન્સ જાહેર કરે છે અને તે કરમાન સામે સખ્ત વિરોધ રજૂ કરે છે અને માંગરોલના નામદાર દરબાર સાહેબને તે ફરમાન હંમેશને માટે રદ કરવા આગ્રહ પુર્વક વિનંતી કરે છે. આ ઠરાવની નકલ માંગરોળના શેખ સાહેબને પ્રમુખ સાહેબની સહીથી મોકલી આપવા ઠરાવે છે. -પ્રમુખસ્થાનેથી. ૩૦ કોન્ફરન્સના ઠરાવને પુષ્ટિ આપણી કોન્ફરન્સનાં ગત અધિવેશનમાં પસાર થતા કરને કેન્ફરન્સની આ બેઠક પુષ્ટિ આપે છે. –પ્રમુખસ્થાનેથી
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy