________________
નથી કે જે એકજ ગ્રંથના વચનથી છતા જૈન દર્શનનાં રહસ્યને યોગ્ય રીતે સમજી શકે માટે તે ગ્રંથ વિદ્વાને
પાસે લખાવી પ્રગટ કરવાની અતિ આવશ્યકતા છે. (૩) જન સમાજ સંસ્કૃત કે પ્રાકૃતાદિ શ્રમ સાધ્ય ભાષાઓનો અભ્યાસ કરી તેવા ગ્રંથ વાંચે એ સંભવ ધીમે ધીમે
દુર થતા જાય છે એટલા માટે પ્રચલિત ભાષામાં મૂળ ગ્રંથ લખવા લખાવવાની આવશ્યકતા છે. (૪) તદ્દન છેલ્લી અને નવી ઉપયોગી વિવેચનાત્મક પધ્ધતિએ મળ પુરત છપાવવાં. (૫) પસંદ કરેલ ખાસ પુસ્તકનાં લેક ભાષાઓમાં અનુવાદ કરવા, (૬) પ્રાચીન અને અર્વાચીન સાહિત્યના ઊંડા અભ્યાસથી મહત્ત્વ પૂર્ણ નવ સાહિત્ય પ્રચલિત ભાષામાં રચવું.
-પ્રમુખસ્થાનેથી ૧૯, જેન બેંક.
જેન સેંટ્રલ કો-ઑપરેટિવ બેંક લિમિટેડની જે પેજના રજુ થઈ છે તેને આ કોન્ફરન્સ બહાલી આપે છે : અને તેને અમલ કરવા કાર્યવાહી સમિતિને સત્તા આપે છે.
–પ્રમુખસ્થાનેથી ૨૦. શારદા એકટ.
શારદા એકટને જોઈએ તે અમલ થતો નથી તેમજ તે કાયદો દેશી રજવાડામાં ન હોવાથી ત્યાં જઈ લગ્ન કરનારાં મા-બાપે તે કાયદાની ચુંગાલમાંથી બચી જાય છે તે તે કાયદાનો અમલ કરવા કરાવવા માટે લોકોએ તથા સામાજિક મંડળોએ સાવધાન રહેવું ઘટે છે અને દેશી રાજ તે કાયદો પિતાના રાજયમાં કરી તેને બરાબર અમલ કરશે એવી તેમને વિનંતિ કરવામાં આવે છે.
-પ્રમુખસ્થાનેથી ૨૧. સ્વદેશી.
આ કૅન્ફરન્સ દરેક જૈન ભાઈ તથા હેનને ખાસ આગ્રહ કરે છે કે શુદ્ધ ખાદી અગર તે સ્વદેશી કાપડ તથા જરૂરીઆતની બધી દેશમાં બનેલી ચીજો તેમણે વાપરવી.
--પ્રમુખસ્થાનેથી ૨૨. દ્રવ્ય વ્યયના સાચા પ્રકારનું દિશા સૂચન.
જૈન સમાજ અનેક ધનાઢયે ધરાવે છે અને તેમાં દાન નિમિત્તે પુષ્કળ દ્રવ્યને પ્રવાહ વહે છે પરંતુ તે “ માગે' વહે છે. તેથી સમાજનું પુરેપુરું દિત સાધી શકાતું નથી માટે તે પ્રવાહ જુદા અને સમાજને ઉપગી માગે" વહેતે રહે તે બીજી સમાજો કરતાં જૈન સમાજની પ્રગતિ સર્વ પ્રકારે ટપી જાય આટલા માટે એ ઈષ્ટ અને આવશ્યક છે કે:
(1) શ્રીમતિ અને પરોપકાર વૃતિવાળા ભાઈ બહેને પિતાના દ્રવ્યને વ્યય ઉત્પાદક, કાર્યસાધક, અને સમાજની
સ્થિતિ સુધારવાના માર્ગે કરે દા. ત., મોટી વસ્તીવાળાં શહેરોમાં શ્રાવક શ્રાવિકા માટે સસ્તા ભાડાની ચાલી. મત કે ઓછા ખર્ચે દવા વગેરેનાં સાધન મળે તેવાં દવાખાનાં, સુવાવડ ખાતાં, અનાથ ગૃહ, આરોગ્ય ગ્રહે, તથા કુલ-હાઈકુલે, વિદ્યામંદિરો, બત્રાલયે, વ્યાયામશાળા વગેરેના સ્થાપનમાં
વ્યય કરવાથી સમાજને હિતકારક થઈ શકશે. ' (૨) સાધારણ દ્રવ્યમાંથી દરેક ખાતામાં જરૂર પ્રમાણે વ્યય કરી શકાય છે તેથી દરેક જેને સાધારણુ ખાતાંને પુષ્ટિ આપવા
ખાસ લક્ષ આપવું એવી આ કોન્ફરન્સ ભલામણ કરે છે. (૩) ઘણે સ્થળે એમ જોવાય છે કે દેવદ્રવ્ય વગર જામીનગીરીએ અંગ ઉધાર ધીરવામાં આવે છે એ પ્રથા યોગ્ય નથી તે દેવદ્રવ્યનાં નાણાં સાધારણુ ખાતાને તથા જેને ૫ જામીનગીરી ઉપર વ્યાજબી વ્યાજે ધીરવાં ઘટે.
-પ્રમુખસ્થાનેથી