SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. કચ્છીભાઈઓને આમંત્રણ. આપણા જે કછી જન ભાઈઓને નવકારશીના જમણથી કઈ કઈ જગ્યાએ અને ખાસ કરીને પાલિતાણું તથા મુંબઈ આદિ શહેરોમાં આમંત્રણ આપવામાં આવતું નથી તે કછવા જોગ નથી તેથી આ કોન્ફરન્સ ભાર મુકીને ઠરાવ કરે છે કે નવકારશીના જમણમાં કરછી ભાઈઓને આમંત્રણ આપવું દરખાસ્ત–શેઠ અમૃતલાલ કાલિદાસ. અનુમોદન-- શ્રી મકનજી જે મહેતા, » અ લલુભાઈ કરમચંદ દલાલ. ૬. શુદ્ધિ અને સંગઠન. (૧) જેઓએ પોતાનો અસલી જિન ધર્મ' છેડી અન્ય ધર્મ સ્વીકાર્યો હોય તેમને પુનઃ જન ધર્મમાં લાવવા, સ્વેચ્છાપૂર્વક જન ધર્મ સ્વીકારનારને જન તરિકે ગ્રહણ કરવા, તેમને સ્વામીવલ, નવકારસી જેવા જમણુમાં તેમજ જન સંસ્થાઓને તથા સંધના બધા વ્યવહાર અને સાધનાને લાભ આપવા આ કૅન્ફરન્સ ભલા શું કરે છે. સુરતના જન સંધમાં એને સંધ જમણુમાં શાલની તથા લાકુવા શ્રીમાળી જૈન ભાઈઓને દાખલ કરી સંગઠન કરવા માટે સુરત જિન સંઘને ધન્યવાદ આપવામાં આવે છે. આ દાખલાનું અનુકરણ જયાં જયાં તેવા ભેદ વર્તતા હોય તે દરેક ગામના સંધ કશે એ આ કૅન્ફરન્સ દ્રઢ આગ્રહ કરે છે. (૩) આ નતના પ્રયાસ જે પૂજ્ય મુનિશ્રીઓ કરી રહ્યા છે તેમને ધન્યવાદ છે અને તેજ પ્રમાણે દરેક પૂજ્ય સાધુ સાધ્વી પ્રયને કરશે એમ આ કેન્ફરન્સ ઈચ્છે છે. રજુ કરનાર:--શ્રી ગુલાબચંદજી હા, (જ્યપુર) અનુદન --રા. ચંદ્રકાન્ત સુતરીઆ, (મુંબઈ) સમર્થન --રા, મોતીલાલ વીરચંદ. (શોલાપુર) , , મુળચંદ આશારામ વૈરાટી. (અમદાવાદ) ૭. લગ્ન ક્ષેત્ર. જેનોમાં ઓશવાળ, પોરવાડ, શ્રીમાળી, દશા, વિશા, વિગેરે જ્ઞાતિ ભેદ હોવાથી અને સ્થાનિક ઘોળ વાડા કે વર્તુળ હેવાથી લગ્ન ક્ષેત્ર ઘણું સ કુચિત થયું છે. અને ... લગ્ન કરવામાં કેટલેક ઠેકાણે ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે એ દુ:ખદાયક છે. તે જેમાં ઉપરોકત ભેદ કાઢી નાંખી અરસપરસ જેનોમાં ગમે ત્યાં કન્યા લેવડ દેવડ કરી શકાય એ ઇષ્ટ છે એમ આ કૅન્ફરન્સ માને છે અને એવા ભેદે કાઢી નાંખી લગ્નક્ષેત્ર વિસ્તૃત કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરે છે. રજુ કરનાર–-રા. પરમાનંદ કુંવરજી કાપડીઆ. (મુંબઈ) અનુમોદન-–રા મેતીલાલ ચુનીલાલ, ચાંદવડકર સમર્થન--રા. પિપટલાલ રામચંદ, પૂના ૮. એકતા. ( 1) કવેતાંબર, દિમાર તથા સ્થાનકવાસી સંપ્રદાય વચ્ચે તેમજ એક સંપ્રદાયના જુદા જુદા ગઇ કે સંધાડ વચ્ચે કઇ કઇ પ્રસંગે જે નહીં ઈચ્છવા યોગ્ય અથડામણીએ થાય છે તે કઈ રીતે ઉત્તેજનને પાત્ર નથી એટલા માટે પ્રત્યેક સંપ્રદાય કે ગ૭ સુલેહ શાંતિથી પિતાની સીમામાં રહીને સેવે' શ્રી વીતરાગ ધર્મના અનુયાયી છે એમ સમજી વર્તવું. ખંડન મંડનવાળાં સમીક્ષાનાં નિષેધક શિલીવાળાં રાગદ્વેષ અને વાણીના સ્વચ્છંદી અસંયમથી યુકત લખાણે કે પુસ્તકોએ અરસપરસ સંપ્રદા અને ગો વચ્ચેનું અંતર વધારી દીધું છે તે તે વધુ વ્યાપે નહિ અને હોય તે કમી થઈ દુર થાય તે માટે આવાં પુસ્તકે કે લખાણને તિલાંજલી આપવી અને શ્રી મહાવીર શાસનના એકત્રિત સંધ તરીકેની ધામિક એકતા સ્વીકારવી. શ્રાવએ શ્રાવકે પ્રત્યેની અને સાધુઓએ સાધુઓ પ્રત્યેના અંગત , ઈર્ષા, દેષ વિગેરે ભુલી જઈ એ આપણું સ્વધમીએ છે એમ સમજી અરસ-પરસ માનભરી રીતે વર્તવું ઉચિત છે. જે સમાજના
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy