________________
શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને કોન્ફરંસ. આપણી જૈનેની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કે જેને તીર્થરક્ષાનું કાર્ય આજ લગભગ પચાસ વર્ષોથી, આખા ભારતવર્ષના સકળ સંઘના પ્રતિનિધીઓએ મળીને સોંપ્યું છે-અને તે પ્રમાણે આજ સુધી તેઓ તે કાર્ય કર્યું જાય છે. કોન્ફરસ પણ આજે છેલ્લાં ૩૦ વરસથી જૈનેના સામાજીક, ધાર્મિક, વ્યવહારિક તથા જ્યારે જરૂર પડે ત્યારે તીથરક્ષાના પ્રશ્ન પણ ચર્ચે છે. હવે, અને સંસ્થાઓના વહિવટી તંત્રમાં મારૂ સ્થાન હોવાને લીધે, કેટલીક વખત અને સંસ્થાઓના મન દુઃખાય તેવા સંજોગો ઉભા થાય છે, તેમ હું માનું છું. અને તેવા પ્રસંગે ભવિષ્યમાં ઉભા નહિ થાય, તેને વાસ્તે બન્ને સંસ્થાના પ્રતિનિધીઓએ ભેગા મળીને કોઈપણ જાતને નિશુંય કરવું જોઈએ. બકે, ખુલેલા શબ્દોમાં કહુ તે, તીર્થરક્ષાને તમામ ભાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી ઉપરજ છે. જોઈએ, અને ત્યારે
જ્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને કૅન્ફરંસને સહકાર જોઇતું હોય, ત્યારે ત્યારે તે સહકાર ખુશીથી વિના સંકોચે આપવું જોઈએ. આમ થવાથી, અને સંસ્થાઓ વચ્ચે મતભેદ દૂર થઈ જશે, અને આપણું કાય ઘણું સરળ થઈ જશે.
આ સાથે મારો શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહિવટદાર પ્રતિનિધીઓને (કે જેમાં હું એક છ6)તે એને મારી નમ્રતાપૂર્વક વિનંતિ છે કે આપનું કાર્ય પણુ સરળ બનાવવું હોય તે તે જે જે જગ્યાએ આપને સમાજના સહકારની જરૂર હોય, ત્યાં વિના સંકેચે સહકાર સાથે જોઈએ. પેઢીના પ્રમુખ લેકશાસન તંત્રના હિમાયતી છે; આથી તેઓ એટલું તે ચોકકસ માનતા હોવા જોઈએ કે, લેકશાસનના હાલના યુગમાં જનતાને જેટલાં વધારે પ્રમાણમાં સહકાર સાધીને તેને વિશ્વાસમાં લેવાય, તેટલું વધારે સારું. જનતા આપની પાસે પ્રથમ વિનતિથી, નહિત ઠરાથી અને છેવટે પિતાને લેકમત કેળવીને, આપનાં વહિવટી તંત્રમાં અગર તે બંધારણમાં લેકશાસનના આ યુગ મુજબના ફેરફારની માગણી કરે, તે કરતાં આપ જ વિચાર કરીને જે જગાએ તંત્રમાં અગરતે બંધારણમાં સુધારાને અવકાશ હૈય, તે તે જગાએ આપની મેળે જ જનતા આગળ સુચનાઓ રજુ કરે અને તેનું પરિણામ પેઢી અને જૈન સમૂહને ઘણું જ લાભદાયી થઈ પડશે.
કેટલાક કહેશે કે, તમારા વિચારોમાં, ધાર્મિક વિષેને તમે બિલકુલ ચર્ચા નથી, અને તે વાત તદન ખરી છે. કારણ કે, જે વિષયમાં મારું જ્ઞાન ક, ખ, ગ કરતાં વધારે નહિ હોય, તે વિષય ચર્ચાવાનું મારું ગજું નથી–-એટલે કે હું અસમર્થ છું.
હ તે એટલું જ જાણું છું કે, હું શ્રી મહાવીર પ્રભુનો એક નય અનુયાયી છવું–અને ધાર્મિક વિષયેના ખાલી ઉહાપેહથી છિન્ન ભિન્ન થઈ રહેલી જૈન સમાજમાં અશાંતિનું નહિ ઈચ્છવા
ગ્ય વાતાવરણ ફેલાવવાથી દૂર રહેવાની મારી ખાસ ફરજ છે. છતાં, મારાથી બની શકે તેટલી જૈન સમાજ અને ધર્મની “સેવા” બજાવવાને ચાલુ પ્રયત્ન કરવાનું મારાં જીવનનું ધ્યેય છે.
શાસન પક્ષ અને જૈન યુવક સંઘ ગ્રહસ્થ, તમે તે જાણે છે તેમ, આજ છેટલાં પાંચ સાત વર્ષમાં “શાસન ૫” એ નામને એક પક્ષ ઉભું થયું છે અને તેવી જ રીતે “જૈન યુવક સંઘ'' એ નામની એક સંસ્થા પણ ઉભી થઈ છે. અને, છેલ્લાં પાંચ સાત વર્ષથી, આપણા સમાજની અંદર ભયંકર કુસંપ પેઠે છે. ભાઈ ભાઈને, કાકા ભત્રીજાને, બાપ દિકરાને, અને કેટલીક જગાએ ધણી ધણી આણીને ભયંકર લડાલડી થઈ છે. ધણા ગામના સંઘેમાં, સંસ્થાઓમાં, સ્વામીવાત્સલેમાં, જાહેર મેળાવડાઓમાં, ધાર્મિક વરઘોડામાં તેના પડઘા પડયા છે-બલકે કહું તે, આખા સમાજમાં કુસંપની હોળી સળગી છે.
હોળી સળગી તે ગઈ છે, તેનો જવાળાઓ પણ છેક આકાશ સુધી પહોંચી ગઈ છેપરંતુ, આકાશથી આગળ જવાને માગ જવાળાઓને નહિ હોવાને લીધે, તે જવાળાએ ધીમે ધીમે નીચે ઉતરતી જાય છે.