________________
તે જવાળાઓ શાથી સળગી? કોણે સળગાવવાની પહેલ કરી કે તેને દિવાસળી ચાંપી ? કોણે તે ભડકાને વધારે તેજોમય બનાવવાને ધી હ...? અને શાણ અને સમજુ જૈને તેમજ જૈનેતરમાં આપણા કુસંપને કીતિ'વજ ફરકાવવામાં તેણે પત્રલ છાંટવું? તે બધી નાપસંદ ચર્ચામાં ઉતરવાનું હું બિલકુલ પસંદ કરતા નથી
હવે જે થવાનું હતું, તે થઈ ગયું છે, અને તેને વાસ્તુ શેક કર નકામે છે. પરંતુ, તેનાં પ્રાયશ્ચિત રૂપે કંઈક સક્રિય કાર્ય કરવા ધારીએ તે કરી શકીએ તેમ છિયે. અને તેનાં પ્રથમ પગથિયાં તરિકે આપણે બધાએ આગલી પાછલી ભુલી જઈને ભુતકાળપર હમેશને પડદે નાંખીને, અને ભવિષ્યમાં તે ભુલ ફરીથી નહિ થાય, તે ખરાં હૃદયથી દઢ વિચાર રાખીને, બીજું પગથિયું ચઢવાને યત્ન કરીશું, તેજ ચઢાશે.
આ બધા પક્ષે વચ્ચે એક્ય પ્રસરાવવા વાતે તમે સા કઈ જાણે છે તેમ, જ્યારથી આ કેન્ફરન્સ ભરવાનો નિર્ધાર થયે, ત્યારથી મેં મારાથી બની શકતા દરેક પ્રયત્ન છેક છેલ્લી ઘડી સુધી કર્યા છે, પ્રયત્ન કરવામાં મેં મારાં માનાપમાનની દરકાર રાખ્યા સિવાય, દરેક પક્ષને સમજાવવાને મારી છેલલામાં છેલી શક્તિ અને લાગવગને ઉપયોગ કર્યો છે. પણ ગ્રહ ! કહેવાને હું ઘણે દિલગીર છું કે, તેનું પરિણામ આશાજનક આવ્યું નથી. આ બાબતમાં હું કોઈને માથે તેને દેષ મુકતું નથી. તે દોષ મારે છે, મારા પ્રયત્નમાં હજી કાંઈક ન્યુનતા હોવી જોઈએ. મારા હૃદયપૂર્વક સમજાવવામાં ખામી હેવી જોઈએ. એ બધાંને પરિણામે હું કાંઈ કરી શક નથી. પરંતુ, એટલે તે મારે કહેવું જોઈએ, અને ભાર મુકીને કહેવું જોઈએ કે, મેં ઉપર કહ્યું તેમ, આખા સમાજની અંદર ઘેર ઘેર કલેશ, કુસંપ અને સમાજની સત્યાનાશીના પાયા રેપવામાં, અને તે પાયાને પાણી પાઈને મજબુત બનાવી મોટી ઈમારતે ચણવામાં જેણે જેણે અગ્ર ભાગ લીધો હશે, જેણે જેણે સીધી યા આડકતરી રીતે ઉત્તેજન આપ્યું હશે, અને જેણે જેણે આ વિદ્રોહને અને જ્વાળાઓને સતેજ રાખવાના પ્રયત્નો કર્યા હશે અને હજુ ભવિષ્યમાં કરશે (મારાં સુહુને) તેને તેને જરૂર કદાચ આ જન્મમાં તે નહિ, પણ પરલેકમાં તે પોતાનાં કોને જવાબ જરૂર આપજ પડશે. ગ્રહસ્થ, એમ ના સમજશે કે, સમાજના દરેક ભાગની અંદર કલેશ અને કુસંપરૂપી દાવાનળ સળગાવો, એ ઓછું પાપ છે–અને ખુલ્લા શબ્દોમાં કહું તે મહા ભયંકર પાપ છે. અને જે તે પાપની શિક્ષા નહિ હોય તે પછી, આપણે આપણા ધર્મશાસ્ત્રા ભુલી જવાં પડશે. આપણાં તે શું પણ દરેકે દરેક ધર્મનાં ધર્મશાસ્ત્રા પિકારી પોકારીને કહે છે કે, સમાજમાં વિદ્રોહ જગાડ, અશાંતિ ફેલાવવી, કુસંપના બીજ રોપવાં તે મહા ભયંકર પાપ છે. હું એટલું તે કહીશ કે, આપણાથી શાંતિ નહિ ફેલાવી શકાતી હોય, તે માટે આપણે ખરાં અંતઃકરણપૂર્વક દિલગીર થઈએ—પણ આપણાથી અશાંતિ તે નાજ ફેલાવી શકાય. ઉપરના શબ્દ, સમાજની હાલનો છિન્નભિન્ન અવસ્થા જોઈને, સમાજની અંદર કુસંપની હોળી જોઈને, મારા હૃદયને કકળાટ મને બોલવાની ફરજ પાડે છે. સમાજનાં સાત સાત વર્ષોનાં દુઃખોનું, કેટલીયે કકળતી આંતરડીએનાં કકળાટનું જે રીતે હું નિરીક્ષણ કરી રહ્યા છું, તેના પડઘા રૂપે પણ, મારા અવાજમાં તેઓને જરૂર સમાવેશ થાય છે. સાથે સાથે એટલું પણ કહી દઉં છું કે, અને આપનાં હૃદયમાં તે ઉતારી લેવાની વિનંતિ કરું છું કે, હવે તમે કદાચ આ કુસંપરૂપી જવાળાને તમારો પિતાને કકક ખરે કરવાને વાસ્તે, ગમે તેટલું ઘી કે પત્રલ છાંટશે તપણુ, તે જવાળા હવે ઉગ્ર સ્વરૂપ પકડવાની નથી. કારણ કે, મેં પ્રથમ કહ્યું તેમ, તે છેક આકાશ સુધી પહોંચી ગયેલી છે. એટલે તેને આગળ જવાની જગ્યા જ નથી. અને છતાં પણ કોઈપણ જાતના પ્રયત્ન કરશે અગર તે આડકતરી રીતે કરાવશે તે ખુબ યાદ રાખજો કે, આખી જીદગીમાં કોઈપણ દીવસ શાંત નિદ્રા