________________
આપણું મુંબઈ તથા અમદાવાદના કેટલાક સ્વયંસેવક ભાઈઓનાં સંયુકત બળથી જે વખતે શ્રી શેત્રુંજય પ્રકરણ વિષયે આપણી આ કન્ફરંસની ખાસ બેઠક સાત આઠ વર્ષ પૂર્વે બેલાવવામાં આવી હતી, તે સમયે કરવામાં આવ્યું હતું. તે સમયનું યંસેવક પરિષદુનું પ્રમુખપદ મેળવવાનું માન મને મળ્યું હતું. જ્યાં તે સમયનું જોશ, કયાં તે સમયનું ઐકય, અને કયાં તે સમયને અંદર અંદરનો પ્રેમ, અને જ્યાં આજની આપણી અંદર અંદરની મારામારી, કલેશ અને ભિન્નતા ? જ્યારે તે સમયનું અને હાલનું ચિત્ર મારા હૃદયમાં ખડું થાય છે, ત્યારે મને એમજ લાગે છે કે, આપણે જૈને પારકાની પંચાત કરવામાં ડાહયા ગણાઈએ છિયે, ત્યારે આપણું પિતાનું ઘર સુધારી શકતા નથી. અને તે ભિન્નતા અને કુસંપને લીધે આજ સુધી તે પરિષદ પહેલી અને છેલી જ થઈ. હજુ મોડું થયું નથી. “જાગ્યા ત્યાંથી સવાર.” એ સત્રને નજર આગળ રાખીને કામ લેવામાં આવે તે, બે પાંચ વર્ષે તેનાં સુંદર પરિણામની આશા રાખી શકાય.
જૈનેનો દાનપ્રવાહ-પ્રતિવર્ષ હિસાબે બહાર પાડવાની જરૂર
જૈન સમાજ પ્રતિવર્ષે, એટલી બધી મોટી રકમ ધાર્મિક, સામાજીક અને કેળવણીનાં કાર્યોમાં ખચે છે, અને તેને આખે સરવાળે, એકત્ર હિસાબના રૂપમાં દર વર્ષે બહાર પાડવામાં આવે તે, હ ખાત્રીથી કહું છું કે, અન્ય દશનીઓ તે જરૂર અચંબામાં ગરકાવ થાય તેમાં નવા નથી. પણ, ખુદ જૈને પિતે પણ નહિ માની શકે તેટલે મોટે ગંજાવર આંકડો થવા જશે. આપણે હમેશાં આપણી સાહસિક પારસી કેમની સખાવતેનાં વખાણ કરીએ છિયે-અને તે ખરાં છે. પણ તે શાથી ખરાં છે, તેને આપણે કદિ વિચાર કરતા નથી. આપણી જૈન કેમ કોઈપણ રીતે પારસી કોમની સાથે સખાવતનાં પ્રમાણમાં ઉતરતી નથી જ. પણ, પારસી કોમ એટલી બધી વ્યવસ્થિત રીતે, નાનામાં નાની સખાવતને હિસાબ રાખીને, પ્રતિ વર્ષની આખરે પિતે શું કર્યું, તેને પિતાની જેમ આગળ હિસાબ મુકીને, પિતાની સઘળી પ્રવૃત્તિઓ, પિતાની પંચાયત દ્વારા પોતાની કેમ આગળ મુકે છે–ત્યારે જ તેઓ કેટલી પ્રવૃત્તિને પિષે છે, તે પિતાની કેમને જણાવવાની સાથે આપણને પણ જણાવે છે. ત્યારે જ આપણને તેમની સખાવતેની બાબતમાં, તેમના પ્રત્યે માનભરી દ્રષ્ટિએ જોવું પડે છે. આ પ્રમાણે જ્યારે આપણે બધા સંગદિત થઈને ઝીણામાં ઝીણી વસ્તુને વિચાર કરીને તેને સંક્ષિપ્ત ઇતિહાસ, જૈન સમાજ સમક્ષ પ્રતિવર્ષે રજુ કરીએ-તેજ આપણને ખબર પડે કે, આપણું દાનને ધોધ કેટલાં જોશથી વેહેતો રહે છે.
ઉપર મુજબ, દરસાલ આપણી સમાજે જુદા જુદા ધાર્મિક, સામાજીક અને કેળવણીનાં કાર્યો માટે, પરમાર્થ માટે કાઢેલાં નાણુની રકમને હિસાબ દરસાલ બહાર પાડવામાં આવે છે તે પરમાર્થ માટે જુદાં કાઢેલાં નાણુને ક્યી કયી દિશામાં અને કેવ કે ઉપયોગ થયે–તેની જૈન સમાજને ઘણી ઉપયોગી માહિતી મળે. જૈન સમાજનું અને ધર્મનું કલ્યાણ સાધવાના શુભ હેતુ માટે, એલાહેદા કાઢવામાં આવેલાં નાણાંમાંથી કેટલાં નાણુને કે ઉપયોગ થયે-કેટલાં નાણાં તે ફડના વ્યવસ્થાપકને ત્યાં જમા થયાં છે, કેટલાં નાણુ નકામાં પડી રહયાં છે- અને કેટલાં નાણુને સારાં કાર્યોમાં ઉપગ નહિ થતાં ગેરઉપયોગ થાય છે-તે સમાજ સ્પષ્ટ રીતે જાણી શકે. પિતાને વહેવાર અને હિસાબ ચેખે રાખવાની વેપારી વગર તરિકે, જેનોની અનિવાર્ય ફરજ છે. અને પરમાર્થ માટે દાનવીર તરફથી જુદાં કાઢવામાં આવેલાં નાણું માટે, કશી પણ બેપરવાહી વિના, કોમને દરસાલ ચેખે હિસાબ આપવાની–ધર્માદા ફંડના વ્યવસ્થાપકપર ગબીર જવાબદારી રહેલી છે-અને જૈનેના હજારે ખાતાંઓ, સંસ્થાઓ, મદિર, ઉપાશ્રય, જ્ઞાનખાતાંઓ તથા સામાજીક સંસ્થાઓના હિસાબે જે વ્યવસ્થાપક તરફથી દર સાલને બહાર પાડવામાં નહિ આવે તે-હવે સમય આવી લાગે છે કે આ વિષયમાં લાંબે વખત પ્રમાદ સેવવામાં આવશે તેમુસલમાન કેમ માટે સરકારે જેમ વચ્ચે પડીને ધર્માદા ફડનાં સંબંધમાં “વકફ એકટ” પસાર કર્યો છે, તેવી રીતે જૈન કામ માટે પણ સરકારી દરમ્યાનગિરીને પ્રસંગ ઉભો થશે તે બિના જૈન કમે બરાબર યાદ રાખવાની જરૂર છે.