________________
અચપદે હતા. પરંતુ, ધીમે ધીમે આપણું તે પદ સરતું જાય છે. તેને એક દાખલે હું અત્રે આપીશ, જે ઝવેરાતના ધંધાને છે. મારી જીદગીના ધંધાની શરૂઆત, લગભગ ૩૦ વર્ષ પૂર્વે ઝવેરાતના ધંધાથી થઈ હતી.
આજથી ૨૫ વર્ષ પૂર્વે, કયાં તે મુંબઈનાં ઝવેરી બજારની જાહોજલાલી, કયાં તે સમયનું ગૌરવ, અને કયાં તે સમયના ઝવેરીઓનાં લલાટની ભવ્યતા ! એ બધું ધ્યાનમાં લેતાં, આજે જ્યારે ઝવેરી બજારમાંથી એકાદ વખત જવાનું થાય છે, ત્યારે હાલની પરિસ્થિતિ જોઈને હદયમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે... અને એમ દેખાય છે કે, આ તે સ્વનું થઈ ગયું. નાનાં શહેરો અને ગામડાઓમાં પણ આને આજ સ્થિતિ દેખાય છે. એક વખતનો મહાજનનો શેઠ કહેવાતે “જૈન” આજે પિતાના ઉદરનિર્વાહને કાજે, મેટાં શહેરોમાં આવી--કારખાનાંઓમાં અગર તે ખાનગી પેઢીઓમાં, અગર બીજા કઈ ધધાઓમાં ૨૫-૩૦ રૂપિયાની જહેમત ભરી નોકરી સ્વીકારીને, પાંચસાત રૂપિયાની કંગાળ કોટડીમાં પિતાનું અને કુટુંબનું દુઃખી જીવન વ્યતીત કરે છે.
આ બધું શાથી થાય છે, અને થયું છે, તેને કેઈએ કદિ વિચાર કર્યો છે? અને કદાચ વિચાર કર્યો હોય તે, તેનાં દુઃખનિવારણને વાસ્તે, તેની ઉન્નતિને વાતે કોઇએ કાંઈ ઉપાય કર્યો છે? અને હું ખુલા શબ્દોમાં કહીશ કે, મારાં સુદ્ધાંએ પણ કાંઈ પણ કર્યું નથી, અને તેનું કારણ આપણું એકલપેટાપણું છે, આપણામાં અંદર અંદર ઈષ્ય છે, કુસંપ છે, અસહકાર છે.
જેને જાગે, આજે આપણે બીજા બંધુઓની જે દશા થઈ છે, તેવી કાલે આપણ નહિ થાય તેની શી ખાત્રી છે? માટે, મોડું થાય તે પહેલાં ચેતે ! આપણુમાંથી કુસંપ, ઈર્ષા, અસહકાર નાબુદ કરો! અને મારાથી મારી કેમની, સમાજની કેટલી અને કેવી રીતે સેવા બની શકે, તેને વિચાર કરવા મંડી જાઓ, અને પછી, દસ વર્ષે પ્રભુ જે જીવતા રાખે તો પરિણામ જુઓ ! જે જૈન સમાજના ઉધ્ધારની સાથે, ધર્મની ઉન્નતિ ચાહતા હે તો, ઉપર કહ્યા પ્રમાણે વેર ઝેર છેડી દઈ એક એકની સાથે ખભેખભા લગાડીને કામે લાગી જાઓ! એટલું તો ચેકસ યાદ રાખજો કે, જે ધર્મની ઉન્નતિ ચાહતા હૈ, સમાજનાં ગારવામાં માનતા હે તો, જરૂર સમાજને જીવંત રાખવાના પ્રયત્ન કરો!
સ્વયંસેવક.
જે કોઈપણ રાષ્ટ્ર, સમાજ અંગર ધમની ઉન્નતિ સાધવી હોય, તે સ્વયંસેવકોની ખાસ જરૂર હોય છે. સ્વયંસેવકને અથે મારી પિતાની માન્યતા મુજબ તે હું નીચે પ્રમાણે કરૂં છું –
પિતાની ઈચ્છાપૂર્વક કોઇપણ જાતના બદવાની આશા સિવાય, સેવાનાં મહાન કાર્યમાં વિના સંકોચે જે ફળ આપે, તેનું નામ સ્વયંસેવક.
આપણા સમાજમાં છેલ્લાં ૨૫ વર્ષમાં ઘણાં ઘણાં સ્વયંસેવક મંડળે જુદાં જુદાં ગામ અને શહેરમાં સ્થપાયાં છે, અને જ્યારે જ્યારે આપણા સમાજ અગર ધર્મકાર્યમાં તેઓનો જરૂર પડે છે, ત્યારે ત્યારે તેઓ પોતાને સક્રિય ફળ આપે છે. પરંતુ, મારે કહેવું જોઇએ કે જેટલા પ્રમાણમાં તે પ્રવૃત્તિને સંગઠ્ઠન રૂપે આગળ ધપાવવી જોઈએ, તેટલા પ્રમાણમાં તેને વેગ મળે નથી. જેનોની સાધારણ ઠીક ઠીક વસ્તીથી વસાવેલું એક પણ શેહેર અગર ગામ એવું ન જોઈએ કે, જેની અંદર સ્વયંસેવક મંડળ હસ્તીમાં નહિ હોય. અને તે બધાં મંડળનું એક સંગઠ્ઠન કરીને, દર વર્ષે જે જે જગાએ કૅન્ફરસ ભરાવાની હોય ત્યાં, તેનું પણ એક અધિવેશન ભરાવું જોઈએ, અને તેની અંદર સેવાને લગતા કામના, સમાજના અને ધર્મના પ્રશ્ન ચર્ચવામાં આવે છે, જરૂર આપણે પાંચદશ વર્ષની અંદર ઘણું આગળ વધી જઈએ. જો કે મારે આ તકે કહેવું જોઈએ કે, ઉપર પ્રમાણેને એક પ્રયાસ