________________
ઉલાસ, તે બધાં ભેગાં બળે મારાં ઉપર ઘણીજ સચેટ અસર કરી હતી, અને તે સમયે મેં ઘણું ઘણું સ્વપ્નાં સેવ્યાં હતાં, અને તેમાનું એક સ્વપ્ન આજે ખરૂં પડતું જોઈને મારું હૃદય આજે આનંદથી ઉભરાઈ જાય છે. સ્વપ્નાં સેવવાં સેહેલાં છે, પણ તે ફળવાં ઘણા દુર્લભ છે. પરંતુ, જે મારૂ સ્વપ્ન ફળ્યું હોય, તે તે ફકત બે અક્ષરના એક શબ્દની નિરંતર ઉપાસનાથી કર્યું છે. અને તે અક્ષર “સેવા” છે.
સેવાન મહામંત્ર. જે સમયે, હું તે કન્ફરસમાં સ્વયંસેવક તરિકે જેડા, તેજ સમયે મેં નિશ્ચય કર્યો હતું કે, મારાથી બની શકતી “સેવા” (કેઇપણ જાતના બદલાની આશા સિવાય) સમાજ અને ધમની ઉન્નતિ માટે કરવી–અને તેજ મહામંત્રના પ્રભાવે, આજે આજ મહાન મુંબઈ નગરીમાં, તેજ કેન્ફરસની “સેવા” કરવા તમેએ મને જે અમુલ્ય તક આપી છે, તેને માટે, હું આપ સને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
કેળવણી. છેલ્લાં ૩૦ વર્ષની અંદર આપણે કેળવણીની દિશામાં સામાન્ય રીતે સારી પ્રગતિ કરી રહ્યા છિએ. તે છતાં પણ, મારે એટલું તે સ્પષ્ટ કહેવું જોઈએ કે, જેટલા વેગથી આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ, તેટલા વેગથી આપણે આગળ વધી શક્યા નથી, અને તેનાં ઘણું ઘણાં કારણે છે. તેમાં મુખ્ય કારણ આપણુમાં જોઈએ તેટલા પ્રમાણમાં સહકાર અને સંપ નથી. થોડાઘણા સહકારનું પણ કેવું સુંદર પરિણામ લાવી શકાય છે, તે આપણી કેમમાં ચાલુ થયેલી સંખ્યાબંધ સંસ્થાઓ પરથી સહેજે સમજી શકાય છે. અનેક શહેરે તેમજ ગામમાં, જૈન ગુરૂકુળ, વિદ્યાલય, છાત્રાલય, શ્રાવિકાશ્રમે, કન્યાશાળાઓ, બાળાશ્રમ, ઉગશાળાઓ, વ્યાયામશાળાએ, તેમજ ધાર્મિક શાળાએ થેડા થા વધુ પ્રમાણમાં સ્થપાયાં છે–તે થોડા પ્રમાણમાં સહકારનું ઘણું સુંદર ફળ આપણે જોઈ શકિયે છિયે. તે પછી, સમાજના મોટા સમુદાયના સહકારથી, કેઈપણ કાર્ય કરવામાં આવે છે, હું ધારૂં. છું કે તેનાં ઘણું સુંદર પરિણામે લાવી શકિએ. આ તકે, મારે એટલું પણ કહેવું જોઈએ કે, કેળવણી આપતી વખતે દરેક માબાપે અગર સંસ્થાઓએ પિતાનાં બાળકમાં ધાર્મિક સંસ્કારે સારામાં સારી રીતે રડવા જોઈએ. ધાર્મિક સંસ્કાર વિના, એકલી ઉચ્ચ કેળવણીનાં પરિણામે ઘણી વેળા સારાં આવતાં નથી–અને તેના ઘણા ઘણા દાખલાઓ આપણે નજર સમ્મુખ ખડા છે. માટે ફરી ફરીને કહુ છું કે, ઉચ્ચ કેળવણીની સાથે, વ્યાવહારિક અને ધાર્મિક સંસ્કારની ખાસ આવશ્યકતા છે.
જનસમૂહ જેમ જેમ કેળવાતે જાય છે, તેમ તેમ કન્યા-કેળવણી પણ ઘણીજ આગળ વધતી જાય છે. પરંતુ, તે દિશામાં પણ ઘણું ઘણું કરવાનું છે. ઉચ્ચ સ્ત્રી કેળવણી માટે, જૈન કેમમાં કેઈ૫ણ એલાહેદી સંસ્થા નથી, કે જ્યાં કન્યાઓના માબાપ પોતાની કન્યાઓને ઉંચી કેળવણી પ્રાપ્ત કરવાને વિના સંકેચે મોકલી શકે. આવી એલાઉદી સંસ્થાઓના અભાવને લીધે ઘણી કન્યાઓને થોડુંક શિખીને અભ્યાસ છે ડી દેવાની ફરજ પડે છે. કેળવણી વિષયમાં ઘણું ઘણું લખાયું છે, ઘણું ઘણું વિચારાયું છે, અને એટલું તે ચોક્કસ છે કે, આ કેળવણીની જરૂરીયાત દરેક જણ સમજે છે, અને બને ત્યાં સુધી દરેક માબાપ પોતાની કન્યાઓને બને તેટલી કેળવણી આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ, તે પ્રયત્નોને વધુ જોરદાર કેમ બનાવી શકાય, તેને જ આપણે વિચાર કરવાનો છે.
આપણે વેપાર ઉદ્યોગ અને તેની સ્થિતિ આપણા વેપાર ઉઘેગ અને ધંધાઓને વિચાર કરતાં, ખરેખર મને કહેતાં ઘણી જ દિલગીરી થાય છે કે, આજથી પચીસ વર્ષ પૂર્વે, દરેક નાના મોટા ધંધામાં, જૈને ઘણાં મોટા પ્રમાણમાં