________________
આજના અંકનો વધારે
ક શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરંસના
ચિદમાં અધિવેશનના પ્રસંગે અપાયેલું સ્વાગતાધ્યક્ષ શેઠ અમૃતલાલ કાલીદાસનું
ભાષ ણ.
मंगलं भगवान् वीरो, मंगलं गौतम प्रभुः । मंगलं स्थुलीभद्राद्या, जैनो धर्मोऽस्तु मंगलम् ॥
સ્વાગત. પ્રતિનિધિ બંધુઓ, બહેને અને માનવંતા મહેમાનો !
ભારતવર્ષના લગભગ બધા ભાગોમાંથી અનેક જાતની વિટંબણાઓ વેઠીને અને આપના કિમતી સમયનો ભેગ આપીને, અમારાં આમંત્રણને માન આપીને, આપ સૌ આટલી મોટી સંખ્યામાં અત્રે પધાર્યા છે, તે માટે સ્વાગત સમિતિ તરફથી હું આપ સૌને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ઘોર કુસંપ અને વિરોધી સૂરનાં ગુંગળાવનારાં વાતાવરણ છતાં, કોન્ફરંસ પ્રત્યેની તમારી ફરજનો ખ્યાલ રાખીને, આપ અત્રે જે મોટી સંખ્યામાં પધાર્યા છે, તે કૅન્ફરસ અને સમાજના હિતચિંતકે તરિકે આપણે સૌને માટે મહાન આનંદને વિષય છે.
મુંબઈ શહેરની જાહોજલાલી. આપણી કોન્ફરંસ આજે મુંબઈ જેવાં વેપાર ઉદ્યોગની મહાસમૃદ્ધિ ધરાવનારાંચેર્યાશી બંદરનાં કેદ્ર સમાન ગણાતાં, લાખે મનુષ્યને રોજીનું સાધન આપનારાં, કેળવણી અને સંસ્કૃતિમાં ભારે પ્રગતિ બતાવનારાં, ધમની અનેક સંસ્થાઓને પિષનારાં મહાન શેહેરમાં ભેગી મળે છે. ભારતવર્ષનાં જુદાં જુદાં શહેર અને ગામના જેનેનું વ્યાપારધંધાનું આગેવાન મથક ગણાતું મુંબઈ શેહેર, કે જેની અંદર આપણે બધા સમાજની ઉન્નતિ યાતે આપણી પોતાની ઉન્નતિના પ્રશ્નને વિચાર કરવા ભેગા મળિયે તે પણ આપણુ ઉદયનું એક શુભ ચિન્હ છે.
કન્ફરંસના સ્વયંસેવક તરિકેની સેવાની ભાવના.
આજથી લગભગ ત્રીશ વર્ષ પૂર્વે શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરસનું બીજું અધિવેશન જે આજ મહાન મુબઈ નગરીમાં ભરાયું હતું, અને જેની સેવા કરવા એક મામુલીસ્વયંસેવક તરિકે હે જોડાયે હતું, તે સમયના કાર્યકર્તાઓની ઉલટ, કાર્ય કરવાની ધગશ, મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદની (પોતે ગર્ભશ્રીમંત હોવા છતાં, ) કન્ફરંસની સેવા કરવાની ભાવના, તે વખતની કૅન્ફરંસમાં બહારગામથી પધારેલા આગેવાને તેમજ પ્રતિનિધિ બંધુઓના મોં ઉપર