SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અદ્યાપિ તે મદભરેલ સુવર્ણ કાન્તિ, લજજાતુર બહુ નમી કરતી સુચેષ્ટા; પ્રસંગ સંગ વળી ચુમ્બન મેહલીન, સંજીવની હૃદયની પ્રમદા સ્મરું છું. અદ્યાપિ તે સુરતયુદ્ધ વિષે પરાસ્ત, બધેપબલ્વ પતનેસ્થિત શુન્ય હસ્ત; દંતક્ષતે વળી નખક્ષતરક્તસિક્તા, તેની સ્મરું કઠિનતા રતિયુદ્ધાગ્ય. જનયુગ કારતક-માગશર ૧૯૮૩ અદ્યાપિ શ્રેષ્ઠ સુભગા વન વિયેગ, કેમે ન હું સહી શકું વિધિ અન્યથી તે; મૃત્યુજ ભાઇ ચહું દુઃખની શાન્તિ અર્થે, વિજ્ઞાપના કરું તમેય હણે ત્વરાથી. ૪૯ મૂકે ન શંકર હજુ પણ કાલકૂટ, ધારેજ કૂર્મ ધરણું ધરી નિજ પીઠે; ધારેજ દુસહ મહોદધિ વાડવાગ્નિ, * સ્વીકાર્યું તે સુકૃતિઓ પરિપૂર્ણ પાળે. ૪૮ ૫૦ [ આ વસંતતિલકા છંદમાં સમશ્લોકી અનુવાદ છે. મૂળને ભાવ કાયમ રાખવા અનુવાદકે બનતે પ્રયત્ન કર્યો છે. હમણાં રા. નાગરદાસ ઈ. પટેલે કરેલે સમશ્લોકી ગુજરાતી અનુવાદ “ચાંદની' પત્રમાં છપાઈ ગયા પછી જૂદા પુસ્તકાકારે પ્રગટ થયેલો છે ને તેના પર સમાલોચના જુદે જુદે સ્થલે આવી છે. અમે તે પુસ્તક જોયું નથી તેથી તેને અને આને મુકાબલો કરી શકીએ તેમ નથી, વાચકે બંનેની સરખામણી કરી જશે. આના અનુવાદક એક જૈન છે, અને તેથી તેના આ અનુવાદને અહીં સ્થાન આપ્યું છે. આને ગુજરાતી અનુવાદ પધમાં જૈન સાધુ નામે જ્ઞાનાચાર્યે વિક્રમ સોળમા શતકમાં તેમજ સારંગ કવિએ ૧૭મા શતકમાં કરેલ છે કે જેને ઉલ્લેખ અમારા “જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લો, એ નામના પુસ્તકમાં જોઈ શકાશે. તંત્રી. ]
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy