SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બિહુણ કવિકૃત ચાર પંચાશિકા અર્થાત્ શશિકલા કાવ્ય અદ્યાપિ તે ભવનથી મુજને હરતા, દુર્વાર ભીષણુ દ્યૂતા ચમ દૂત જેવા; શું શું ન કીધું બહુ રીત મદર્ભ ત્યારે, સાથે મને નયનના કતાંજ કેમ. અદ્યાપિ રાત્રિદિન તે હ્રદયેજ સાથે, પૂર્ણેન્દુ રમ્ય મુખ જે મમ વલ્લભાનું, લાવણ્યથી અમૃતધામ શશી જિતે; દેખાયના પ્રતિક્ષણે કરીને કરી હા ! એકાગ્ર આણી હજુયે મન કેરી શક્તિ, ધારૂં હદે રમણી તે મમ જિવતાશા; નાભુત જે કદીય ચાવન ભાર હારી, જન્માંતરે પણ ગતિ મમ તેજ થાઓ. અદ્યાપિ તે વદન પંકજગંધ લુબ્ધ— ઊડયાં અતિકુલથી ચુમ્મિત ગડ દેશે; ઉડેલ કેશ લટ હસ્તવડે રચ’તા, માહે અતિ હૃદયને ધ્વનિ ક'કણાના. કીધા નખક્ષત વળી સ્તનમડળે જ્યાં, હેના હાઁય મધુપાનથી મેાહ પામી; જાગી ઉઠી સકલ રામ ખડાંજ થાતાં; ચામેર જોતી વળી રક્ષી તે સ્મરૂં હું. અદ્યાપિ રાષભરી ઇચ્છતી તે જવાને, વાતા વિષે ન જરી ઉત્તર દેતી મુખે; રાતી ચુમી લઇ પગે પડીને હું કહેતા, હારા હું દાસ પ્રિય હૈ ભજને સ્મરીશ, અદ્યાપિ ત્યાંજ મન દોડતું શું કરૂં હું, સાથે સખી સહુ વસે નિજ વાસ તે જ્યાં; કાન્તાંગ સંગ વળી હાસ્ય વિચિત્ર નૃત્ય, ક્રીડા થકી સુખદ કાળ હું એમ ગાળુ અદ્યાપિ જાણું નહિ ઋશ તણી ઉમા કે, શાપે પડી શીઁ સુરેશની કૃષ્ણુ-લક્ષ્મી; બ્રહ્મેજ શું ધડી હશે જગમેાહનાર્થે, સ્રરત્ન સુંદર નિરીક્ષણ લાલસાથી. ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૧ ૩૬ ૩૭ ૩૮ અદ્યાપિ વર્ણવી શકે જગમાં ન કાઇ, મ્હારી પ્રતિકૃતિ અષ્ટ શી સુન્દરીતે; બેઉ સમું કી ખરે રૂપ હાય જોયું, ના અન્ય કે। સુરપતિ વિષ્ણુ સંભવે તે. અદ્યાપિ કાજળથી નેત્ર પ્રકાશતાં તે, હાંસી કરે શું જઇ કહ્યુ` સમીપમાં છે; અત્યુચ્ચ ગાળ ધન જે સ્તનયુગ્મ ભારેસ્ત્રીની કટિ કૃશ અતિ થતી દાષ શાને અદ્યાપિ શારદ શશી સૌં સ્વચ્છ ગારી, દેખી ચળે મુનિતણું મન કાણુ હું ત્યાં! પામું સુધામય હું જો મુખ સુન્દરીનું, પાઉં ચુમી સુમીં અમી ન ગળેજ બિન્દુ ! અદ્યાપિ હા ! કમલરેણુ સુગન્ધ ગાન્ધ, તે પ્રેમવારિ મકરધ્વજ પાન યાગ્ય; પામું હું જો સુરત ઉત્તમ તીર્થ નિશ્ચે, પ્રાણા ત્યાં ફરી મળે પ્રિય એજ હેતુ. અદ્યાપિ લક્ષ જગતે રમણી વસતી, નાના ગુણ્ણા અધિકને આધકે ભરેલી; કાઈ ન તેનું ઉપમાન થવાજ યાગ્ય, એવું સ્વરૂપ હૃદયે મમ એમ ભાસે. અદ્યાપિ તે ક્રીં મળે નિલની વને જો, રામાંચવીચિથી સુહાી પ્રસન્નચિત્તા; કા'બ કેશર સમી મમ બંધ નેત્રે ! શ્રાન્તિ હરે તનુતણી પ્રિય રાજહંસી. અદ્યાપિ તે નૃપતિશેખર રાજકન્યા, સંપૂર્ણ` ચૈાવન મદાલસ લેાલનેત્રા; ગર્વ યક્ષ સુર કિન્નર નાગકન્યા— સ્વર્ગેથી શું ઉતરી આવીજ ચિન્તુ એમ. અદ્યાપિ અંગ થકી જે ખની વેદી-મધ્ય, ઉંચા સુધા કલશ યુગ્મ સમા સ્તનાની, નાના પ્રકાર શણગાર વડે સજેલી; ઉઘી ઉઠેલ કદી ભૂલ ન રાતદિન. ન ૧૪૧ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy