SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણ ચૈત્યપરિપાટી જિનમદિરાને પોતે “ ચૈત્ય '' અને ‘દેહરા' કહે છે અને તેની સખ્યા ૧૦૧ એકસા ને એક જણાવે છે, છેટાં વા ધરમદિને દેહરાસર' નામથી ઉલ્લેખે છે.૧ અને તેની સંખ્યા ૯૯ નવાણું હોવાનું કહે છે, પહેલા દાનાં ચૈત્યાની પ્રતિમાસ ખ્યા ૫૪૯૭ પાંચ હજાર ચારસાને સત્તાણુંની જણાવે છે; ખીજા પ્રકારનાં જિનમદિરા-ધરમદિરાની કુલ પ્રતિમાસ`ખ્યા ૨૮૬૮ બે હજાર આઠસા ને અડસઠ એટલી જણાવે છે. એજ પ્રસંગે પ્રતિમાઓની નોંધ કરતાં પરિવાડીકાર લખે છે કે પાટણમાં ૧ પ્રતિમા વિક્રમ-પ્રવાલાની છે, ૨ સીપની અને ૩૮ અડત્રીશ રત્નની પ્રતિમાએ છે, ૪ ચ્યાર ગૌતમ સ્વામીનાં બિંબ છે અને ! ચ્યાર ચતુર્વિશતિપટ્ટા છે. આટલું વિવેચન કર્યાં બાદ પરિવાડીકાર અન્વે પ્રકારનાં ચૈત્યાની પ્રતિમાએાની કુલ સખ્યાના ૮૩૯૪ એ આંકડા જણાવે છે, પણ પૂર્વે જણાવ્યા પ્રમાણે અત્ર પણ સખ્યાતા સરવાળા મલતા નથી, બન્ને પ્રકારનાં ચૈત્યાની પ્રતિમાએના સરવા ૫૪૯૭+૨૮૬૮ =૮૩૬૫ આઠ હજાર ત્રણસે ને પાંસઠને થાય છે, અને જો રત્નાદિની પ્રતિમા જુદી ગણીને તેની ૪૧ એ સખ્યા આમા ઉમેરીએ તા સરવાળા ૮૪૦૬ એ આવે છે, પણ પરિવાઢીકારે આપેલ ટાટલ મલતું નથી, એનું કારણ તેમની ગફલત નહિ, પણ તેમની માનસિક અપેક્ષા છે. એટલે કે આપેલી છેલ્લી સંખ્યા પૂર્વીક્ત એ સ ંખ્યાઓના માત્ર સરવાલેાજ નહિં પણ તે સખ્યામાં કેટલીક પરચુરણ સ`ખ્યા વધારીને જણાવેલી સખ્યા છે, પણ આ અપેક્ષા નિબન્ધકારે શબ્દ દ્વારા વ્યક્ત કરી નથી.’ ૧ બીન ચૈત્યપરિવાડીકારોએ પણ મ્હોટાં મંદિર વા જિનપ્રાસાદોને માટે ‘હરૂં ’અને છેટાં ધરમ દિશને માટે ‘દેરાસર ’ શબ્દ વાપયા છે. જીએ- દેહરાસર તિહાં દેહરા સરખું ’’ (હર્ષવિજયકૃત પાટણ ચૈત્યપરિવાડી) “ જિનજી પંચાણને માત્રને શ્રીજિનવરપ્રસાદ હી ×× દેહરાસર શ્રવણે સુણ્યા પંચ સયા સુખકાર હા ” ( હર્ષવિ॰પા૰ચ્॰પરિ॰ ) “ સુરતમાહે ત્રણ ભૂયરાં દેહરા દેશ શ્રીકાર દાય સચ પણતીસ છે દેહરાસર મનેહાર (લાધાશાહકૃત સુરતચૈત્યપરિવાડી–પ્રાચીન તીર્ચમાલાસંગ્રહું ભા॰ ૧ ૪૦ ૬૭) . ૧૧૧ પાટણ શહેરની ચૈત્યપરિવાડી પૂરી કરીને તેને પાટણની આસપાસનાં ન્હાનાં મ્હોટાં લગ ભગ ૧૨ ગામડાઓની ચૈત્યપરિવાડી પણ આ સાથે જોડી દીધી છે. લગતી આ ૧૨ ખારી ગામાનાં ચૈત્યાની સંખ્યા ૨૫ અને પ્રતિમા સ`ખ્યા ૧૨૦૭ જેટલી થાય છે. આ સંખ્યા પૂર્વોક્ત પાટણની પ્રતિમાસ`ખ્યામાં જોડીને પરિવાડીકારે આ પ્રમાણે સખ્યા જણાવેલી છે-૯૫૯૮ નવ હજાર પાંચસાતે અઠાણું. આ સંખ્યામાં પણ ૩ ના ફરક આવે છે. પરિવાડીકારની જણાવેલી પાટણની ભિખસખ્યાના ૮૩૯૪ એ આંકડા અને બહારગામનાં ચૈત્યાની ભિખાની સંખ્યાના આંક જે ૧૨૦૭ ને થાય છે, એ એને ભેગા કરતાં ૮૩૯૪+૧૨૦૭=૯ ૬ ૦૧ નવ હજાર્ છ સેા તે એક થાય છે, જ્યારે પરિવાડીકારે આપેલી સંખ્યા ૯૫૯૮ છે. એજ રીતે આપણે પ્રત્યેક મહેાલ્લાનાં ચૈત્યાની પ્રતિમાઓની સખ્યા તારવીને તેને જોડી દેતાં જે સખ્યા આવે છે તેની સાથે પરિવાડીકારે જણાવેલી પાટણની પ્રતિમાસ પ્યા મલતી નથી. તેનું કારણ પણ લેખકની સખ્યાપ્રતિપાદક પદ્ધતિનું નિશ્ચિતપણુંજ હાઇ શકે, વલી બે ચૈત્યાની પ્રતિમાસ ખ્યા પરિવાડીકારે મુદ્દલ જણાવી નથી, તેથી પણ તેમની સંખ્યા આપણી તારવેલી સંખ્યા સાથે નહિં મલતી હાય તા બનવા જોગ છે. પરવાડીના પિરિશષ્ટરૂપે જણાવેલી ૧૨ ગામેાની ચૈત્યપરિવાડીમાં રૂપપુરની ચૈત્યસ`ખ્યા ધ્યાન ખેચનારી છે, તેમાં કુલે ૧૦ જિનમદિર અને ૩૬૭ જેટલી પ્રતિમા જણાવી છે. રૂપપુર પૂર્વે કેવડું મ્હાલું હાવું જોઇયે તે વાત આ વર્ણન ઉપરથી જણાઈ આવે છે. જે વેળા રૂપપુરની એ દશા હતી, તે વખતે ચાણુસમામાં માત્ર એક મંદિર અને ૩૪ પ્રતિમાએ હતી. આજે રૂપપુરમાં માત્ર એક મદિર ૨૯ પ્રતિમા છે અને શ્રાવકાનાં ૩-૪ ત્રણ ચ્યાર ઘર છે, જ્યારે ચાણસમામાં ૮–૧૦ મંદિર જેવડું વિશાલ ચૈત્ય છે, અને અનેક પ્રતિમાઓ છે, જૈનવસતિ પણ
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy