SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોક્મ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ આમ, મૈત્રક અને અનુ-મૈત્રકકાલ ગુજરાતમાં જૈનધર્મનો ઉત્કર્ષનો કાલ હતો. સાતમા-આઠમા સૈકામાં થયેલા નાંદીપુરી (નાંદોદ)ના ગુર્જર રાજાઓ ‘વીતરાગ’ અને ‘પ્રશાંતરાગ' બિરુદો ધરાવતા હતા. આ પરથી તેઓ જૈનધર્મના અનુરાગી-અનુયાયીઓ હોવાનું મનાય છે. નવમા સૈકામાં નવસારી દિગંબર સંપ્રદાયનું મુખ્ય મથક હતું. એમ રાષ્ટ્રકુટોના તામ્રપત્રોના આધારે માલૂમ પડે છે. વલભી પછી પાણની સ્થાપના થયા બાદ જૈનધર્મ ગુજરાતમાં વ્યાપક પ્રસાર પામ્યો હોવાના પુરાવા પ્રામ થાય છે. ચાવડા અને સોલંકી કાલ દરમ્યાન જૈનધર્મને સારો એવો રાજ્યાશ્રય મળ્યો. સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨ થી ૧૩૦૪) દરમ્યાન જૈનધર્મને લોકપ્રિય બનાવવામાં ચૌલુક્ય રાજવી કુમારપાલે મહત્ત્વનો ફાળો આપ્યો. મૂલરાજ ૧લાએ પાટણમાં મૂલવસાદિકા બંધાવી, ચામુંડરાજે એક જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. દુર્લભરાજના સમયમાં પાટલમાં એક જૈન શ્રેષ્ઠીએ મહાવીર સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. ભીમદેવ વલાના સમયમાં એના દંડનાયક વિમલે આબુ ઉપર વિમલવસહી નામનું મંદિર બંધાવ્યું હતું, કુંભારિયાના જૈન મંદિરો આ સમયે બંધાયા હતાં. કર્ણદેવ ૧લાએ અને સિદ્ધરાજ જયસિંહે લાડોલ પાસે જૈન મંદિરને ભૂમિદાન આપ્યું હતું. મુંજાલ મંત્રીએ પાટણમાં એક જિનાલય બંધાવ્યું હતું. દંડનાયક સજ્જન મંત્રીએ ગિરનાર ઉપર જૈન મંદિરો કરાવ્યાં હતાં. ધોળકામાં શ્રેષ્ઠી ધવલે મુનિસુવ્રત સ્વામીનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાલે અનેક જૈન મંદિરો બંધાવ્યા હતાં. અને પાટણમાં કુમારવિહાર ઉપરાંત ગિરનાર, શત્રુંજય, પ્રભાસપાટણ, ખંભાત વગેરે સ્થળોએ અનેક જિનાલયો બંધાવ્યા. પિતાના કોયાર્થી ત્રિભુવન-વિકાર અને હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં એક જૈન મંદિર બંધાવ્યું હતું. મંત્રી આભટે ભરૂચમાં કનિકાવિહાર તથા એનો ભાઈ વાઘભર્ટ શત્રુંજય ઉપર આદિનાથના જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સમસ્ત ગુજરાતમાં જૈનધર્મને લોકપ્રિય કરવાનો ચકા સૌલંકીકાલના મધ્યાહનકાલમાં જેમ કુમારપાલને મળ્યો એમ એના અંત ભાગમાં એનો પણ વસ્તુપાલને મળ્યો. વાયેલા કાલ દરમ્યાન ધોળકાના રાલાના મંત્રી વસ્તુપાલે અને તેજપાલે પોતાની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા જૈનધર્મને ખૂબ જ વેગવંતો બનાવ્યો. ગિરનાર, શત્રુંજય અને આબુ જેવા પર્વતો તેમજ અણહિલપુરપાટણ, ભરૂચ, ખંભાત અને ધોળકા જેવા નગરોમાં નવાં જિનાલયો બાંધવામાં અને જુના જિનાલયને સમરાવવામાં વસ્તુપાલ-તેજપાલનું પ્રદાન અમૂલ્ય છે. આ ઉપરાંત જિનાલયોના નિભાવ માટે આર્થિક પ્રબંધી કર્યા. વિદ્યા અને સાહિત્યને પ્રોત્સાહન આપદ્માની વૃત્તિને લઈને સાધુઓ અને શ્રાવકોની પ્રવૃત્તિઓને અપૂર્વ વેગ મળ્યો. અનેક જૈન કવિઓને આશ્રય આપી ઉત્તમ જૈન ગ્રંથો લખાવ્યા. આ ઉપરાંત અમરચંદ્ર, જિનપ્રભસૂરિ, ઉદયપ્રભસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ, નરચંદ્રસુરિ, બાલચંદ્રસૂરિ, જયસિઁહરિ, માલુકચંદ્ર વગેરે જૈન કવિઓએ ઉત્તમ ગ્રંથો રચી જૈનધર્મને વિકરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. For Private and Personal Use Only સોલંકીકાલમાં પાટ્ન જૈનો માટે ધર્મતીર્થ અને વિદ્યાતીર્થ હતું. ઉપરાંત ગંભાત, ધોળકા, આશાપલ્લી, ભરૂચ જેવાં પણ પ્રસિદ્ધ જૈન કેન્દ્ર હતાં. આ કાલ દરમ્યાન જૈન વિદ્વાનોએ પ્રાકૃત ભાષામાં રચેલી કથાઓનું ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. જૈનાચાર્થીએ માત્ર ધાર્મિક જ નહિ, પણ લૌકિક આપ્યાનો રચીને પ્રાકૃત સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો હતો. આ કથાઓને હૃદયંગમ બનાવવા વાર્તા, આખ્યાન, ઉપમા, સંવાદ, સુભાષિત, સમસ્યાપૂર્તિ, પ્રશ્નોત્તર, પહેલિકા વગેરેનો એમણે આધાર લીધો હતો. એમાં કેટલાક વિદ્વાનોએ તો સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં રચના કરી છે. ભારતીય સાહિત્યનો એક પણ પ્રદેશ એવી નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તો એમણે વિપુલ કથા સાહિત્ય સર્જ્ય છે. જેને પરિણામે ગુજરાતને અનેકાનેક જૈન ગ્રંથો પ્રાપ્ત થયા.
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy