SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra દ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર. ટી. સાવલિયા તીર્થંકરોની પ્રતિમાઓ નીચેના લેખો ઉપરથી માલૂમ પડે છે. આ પરથી ઈ. પૂર્વે કાઠિયાવાડમાં જૈન સંપ્રદાય પ્રચલિત હોવાની માન્યત્તાને પુષ્ટિ મળે છે. ઈ. પૂર્વે ૩૦૦માં જ્યારે ભદ્રબાહુ સ્વામી ઉત્તરમાંથી દક્ષિણમાં ગયા ત્યારે પણ કાઠિયાવાડમાં જૈનધર્મ અવિરત પણે ફેલાયો હોવાનું વિજ્ઞાનો માને છે. અશોકન પૌત્ર શાલિકે ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી જૈનધર્મનો પહેલો પ્રચાર કર્યો હોવાનું યુગ પુરાણના આધારે જણાય છે. મૌર્યકાલથી ગુમકાલ (લગભગ ઈ. પૂ. ૩૨૨ થી લગભગ ઈ.સ. ૪૭૦) દરમ્યાન ગુજરાતમાં જૈનધર્મની લોકપ્રિયતા ચાલુ રહી હતી. ઈ.સ. ચોથા સૈકાના આરંભમાં તથા પાંચમાં સૈકાના ઉત્તરાર્ધમાં આગમ સાહિત્યની સંકલના માટેની અગત્યની પરિષદો ગુજરાત-સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં મળી હતી. એ બતાવે છે કે પૂર્વ ભારતમાં ઉદ્ભવેલા જૈનધર્મનું કેન્દ્ર સ્થાન એ કાળે પશ્ચિમ ભારત અને એમાંય ગુજરાત હતું. ક્ષત્રપકાલમાં ગુજરાતમાં આર્ય ખપુટાચાર્ય, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વજ્રભૂતિ, નાગાર્જુન વગેરે પ્રભાવશાળી જૈન આચાર્યો થઈ ગયા. આર્ય ખપુટાચાર્ય ઈ. પૂર્વે પહેલી સદીમાં વિદ્યમાન હતા. એમનું પ્રવૃત્તિક્ષેત્ર ભરૂચની આસપાસનો પ્રદેશ હતું. પ્રસિદ્ધ જૈન તાર્કિક અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરે પોતાની ઉત્તરાવસ્થામાં ભરૂચની આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હતો. ભરૂચના રાજા નભોવાહન ઉત્તરાવસ્થામાં જૈન સાધુ થયા હતા એવી એક અનુશ્રુતિ છે. જૈન આગમની વલભીવાચના આર્ય નાગાર્જુને સંકલિત કરાવી હતી. અને એ સર્વ આગમો દૈર્નિંગઝિના અધ્યક્ષ સ્થાનમાં પ્રથમવાર વલભીમાં લિપિબદ્ધ થયાં હતાં. ઢંકપુરી (ઢાંક)માં યાત્રા પ્રસંગે ગયેલા પાદલિસરિનો સિદ્ધ નાગાર્જુન સાથે સમાગમ થયો હતો. નાગાઈને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, સ્તંભન તીર્થ સ્થાપ્યું. પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા સમક્ષ નાગાર્જુનની રસિદ્ધિના પારાનું મન થયેલું હોવાથી તેઓ સ્તંભન પાર્શ્વનાથના નામે જાણીતા થયા. આ પ્રતિમાને ફરી સ્તંભતીર્થ-ખંભાત લાવવામાં આવી, જે આજે ખારવાડાના સ્તંભન પાર્શ્વનાથના પ્રસિદ્ધ જિનાલયમાં બિરાજમાન છે. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના રાધનપુર પાસે આવેલું શંખેશ્વર એ સમયનું નોંધપાત્ર પ્રાચીન જૈન તીર્થ હતું. તેની પાપના શ્રીકૃષ્ણના સમયમાં થયાનું મનાય છે. સૌરાષ્ટ્રના ડુંગરોમાં જૈન સાધુઓ માટે અનેકવિહારો આ સમયમાં કોતરાયેલા જોવા મળે છે. જૂનાગઢમાં બાવા પ્યારાનો મઠ, ઢાંક ગામ પાસેના ડુંગરની કેટલીક ગુફાઓ, સાણાની ગુફાઓ પણ જૈન તીર્ધની હોવાનું મનાય છે. આ બધા પરથી આ સમયે ગુજરાતમાં જૈનધર્મની લોકપ્રિયતા જાણી શકાય છે. For Private and Personal Use Only મૈત્રક અને અનુ-મૈત્રકકાલ (લગભગ ઈ.સ. ૪૦ થી ૯૪૨) દરમ્યાન પણ ગુજરાતમાં જૈનધર્મ સારી રીતે પ્રસિદ્ધ હતો, એમ જૈન આગમોની બીજ વાચનાનો ઐતિહાસિક ઉલ્લેખો પરથી માલૂમ પડે છે. મૈત્રક રાજવી ધ્રુવસેન લાગે પોતાના પુત્રના મરણનો વિષાદ દૂર કરવા આનંદપુર (વડનગર)માં કલ્પસૂત્રનો પાઠ કરાવ્યો હતો એવા ઉલ્લેખ કલ્પસૂત્રની ટીકાઓમાં આવે છે. કેટલાક મૈત્રક રાજવીઓએ જૈન વિહારોને રાજ્યાશ્રય આપ્યો હતો. જે વલભીપુરમાં સમગ્ર જૈન આગમની સંક્લના થાય તથા એ લિપિબદ્ધ થાય ત્યાં અનેક જિનમંદિરો અને ઉપાશ્રયો હોય એ સ્વાભાવિક છે. એ સંકલના પછી આશરે દોઢ સૈકા પછી ઈ.સ. ૬ આસપાસ આચાર્ય જિનભદ્રાણિ તમામનો ગ્રંથ વિશેપાવશ્યક ભાષ્ય” વલભીમાં એક જિનભવનમાં ચાર્યો હતો. એ અત્યંત નોંધપાત્ર ઘટના છે. વલભી ભંગની આગાહી થતાં જૈન સંધ સલામતી શોધતો મોઢેરા, પ્રભાસપાટણ, શ્રીમાલ, સિંહા અને હારીજ જઈ વસ્યો. આ ઉલ્લેખો બતાવે છે કે મૈત્રકકાલમાં ગુજરાતમાં અનેક જૈન કેન્દ્ર સ્થપાયાં, અનેક પ્રભાવક જૈન આચાર્યો આ કાલમાં થઈ ગયા, અનેક ગ્રંથો સંસ્કૃતમાં રચાયાં.
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy