SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માધવી એ. પંડયા ૨, ઉમાને અહીં “હૈમવતી' અર્થાતુ “સુવર્ણા- ૨. અત્રે પણ મહાદેવના આવિર્ભાવ પછી ભૂષણભૂષિતા' અને શોભાયમાન દર્શાવવામાં ક્ષીરસાગર, વિશ્વકર્મા, જલધિ, હિમાલય, કુબેર, આવ્યા છે. શેષનાગ આદિ દેવતાઓ મહાદેવને ઉજ્જવલ હાર, દિવ્ય ચૂડામણિ, કુંડલો, કટક, કેયૂર, નૂપુર, રૈવેયક, વીંટીઓ, પંકજભાલા, દિવ્ય વસ્ત્રો આદિ અનેકવિધ વસ્ત્રાભૂષણો પ્રદાન કરે છે.' આમ તેઓ પણ હૈમવતી સમાન સુશોભિતા છે. ૩. ઉમા હૈમવતી બ્રહ્મવિદ્યા કે બ્રહ્મની શક્તિ છે. ૩. પ્રસ્તુત આવિર્ભાવમાં સ્વયં મહાદેવીને જ બ્રહ્મવિદ્યારૂપે અને પરમતત્ત્વરૂપે અર્થાત્ બ્રહ્મ રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. ૪. ઉપનિષદૂ પ્રસંગમાં દેવતાઓની શક્તિ અપૂર્ણ તેમજ બ્રહ્મની શક્તિ પર અવલંબિત નિરૂપવામાં આવી છે. ૪. જ્યારે પ્રસ્તુત આવિર્ભાવમાં પરાજિત દેવતાઓનું શરણ પણ આ જ વાત સ્પષ્ટ કરે છે. આમ આ બંન્ને કથાઓમાં અભૂત સૂક્ષ્મ સામ્ય છે. શકય છે કે આ બન્ને રૂપકો એક જ તત્ત્વજ્ઞાનને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરતા હોય. આમ પણ વેદના દર્શનો અને ઉપનિષદોના તત્ત્વચિંતનરૂપ આધ્યાત્મિક જ્ઞાનને સામાન્ય જનમાનસ સરળતાપૂર્વક સમજી શકે તે માટે જ પુરાણો રૂપકરૂપે પ્રસ્તુત કરાયા હોવાનું પરંપરાનું પણ સમર્થન છે. ૧૨ અતુલ્ય તેવા તે તેજ પુંજનું નારીરૂપે પરિણમન થયા પછી ગ્રંથકાર દ્વારા તેના વિવિધ અવયવો, આયુધો અને વસ્ત્રાભૂષણોના આવિર્ભાવક દેવતા તેજની વિસ્તૃત યાદી આપવામાં આવી છે. જે આ પ્રમાણે આવિર્ભાવક આવિર્ભત અંગ શિવનું તેજ - મુખ યમનું તેજ - કેશરાશિ, વિષ્ણુનું તેજ - ભુજાઓ ચન્દ્રમાનું તેજ - સ્તનયુગ્મ ઈન્દ્રનું તેજ - કટિપ્રદેશ વરુણનું તેજ - જંધા અને પિંડલી આવિભવિકા આવિર્ભત અંગ પૃથ્વીનું તેજ - નિતંબ પ્રદેશ બ્રહ્માનું તેજ - ચરણયુગ્મ સૂર્યનું તેજ - ચરણાંગુલિઓ, રોમકૂપોમાં સમાયું વસુઓનું તેજ - હસ્તાંગુલિઓ કુબેરનું તેજ - નાસિકા ‘દુસરતી ર/ર૪.૩૦, પુષ્ય- ૮૨.૨૨. इतिहासपुराणाभ्यां वेदं समुपबृह्येत । विभेत्यल्पश्रुताद्वेदो मामय प्रहरिष्यति ।। - 'महाभारत' १/१//२०४. 'महाभारत' भाण्डारकर ओरिएन्टल रिसर्च इन्स्टिटयुट, पूना, १९७१, वॉ. १. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy