________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાદેવી દુગનો આવિર્ભાવ-એક આધ્યાત્મિક અર્થઘટન
૫૫
આ તેજપુંજ એક નારી રૂપે પરિણત થયું. આ નારી પણ ત્રણે લોકને પ્રકાશિત કરે તેવી તેજસ્વિની હતી. આમ તેજપુંજમાંથી મૂર્તસ્વરૂપે પરિણમતા આ નારીરૂપના આધારે કહી શકાય કે ગ્રંથકારના મતે નારી જ પરમાસત્તા છે. આમ આ આવિર્ભાવનો સૌથી હૃદયસ્પર્શી સંદેશ એ છે કે નારી “અબળા” નથી. “શક્તિ' છે. એવી શક્તિ કે દેવો પણ જેનું શરણ સ્વીકારે અને બળવાન દૈત્યોનો પણ જે અનાયાસ લીલાપૂર્વક જ નાશ કરી શકે.
પુરુષપ્રધાન સમાજમાં નારીનું માત્ર દેવી નહીં પણ સર્વેશ્વરેશ્વર મહાદેવી તરીકેનું આલેખન ભારતીય જન માનસને ઘડવાનું કાર્ય કરે છે. આ ગ્રંથમાં જ અન્યત્ર સમસ્ત વિશ્વમાં જેટલી સ્ત્રીઓ છે તે આ મહાદેવીના જ સ્વરૂપો હોવાની ઉદાત્ત ભાવના છે. અને તેથી જ મહાદેવી દુર્ગા પરત્વે શ્રદ્ધા ધરાવનાર પરિવારોમાં નારીપૂજા અને નારી સન્માન અંગે હકારાત્મક અભિગમ હોય તેમાં સંશય હોવો ન ઘટે.
અહીં એક ઉપનિષદ સંદર્ભ પણ તુલના યોગ્ય છે. “કેન ઉપનિષદુ' ના તૃતીય ખંડમાં ઉમાહૈમવતીની સુવિખ્યાત કથા છે. જેમાં બ્રહ્મના અનંત સામર્થ્યને દર્શાવાયા પછી જ્યારે ઈન્દ્ર તે બ્રહ્મ પાસે જાય છે ત્યારે તે જ આકાશમાં કે જ્યાં યક્ષ (રૂપી બ્રા) અંતર્ધાન થાય છે ત્યાં એક અત્યંત શોભાયમાન અને સુવર્ણાભૂષણભૂષિતા ઉમા (નારીરૂપ બ્રહ્મવિદ્યા) ઉપસ્થિત થઈ અને ઈન્દ્ર તેની પાસે ગયા. અહીં તુલના યોગ્ય મુદ્દાઓ ક્રમશઃ જોઈએ.
કેનઉપનિષદ્
પ્રસ્તુત આવિર્ભાવ
૧. આ ઉપનિષદ્ પ્રસંગમાં ઉમા આકાશમાં
પ્રગટ થઈ હોવાનું સ્પષ્ટ કહેવાયું છે. શંકરાચાર્ય પણ તેમના ભાગ્યમાં આ વાતનું સમર્થન કરે છે.
૧. પ્રસ્તુત આવિર્ભાવમાં પણ મહાદેવીના પૂર્વરૂપ
એવા તેજસમૂહની જવાલાઓને સંપૂર્ણ દિશાઓમાં વ્યામ દર્શાવવામાં આવી છે. જે તેમનું અસીમત્વ પ્રગટ કરે છે. અને અસમત્વ, તેજ અર્થાત્ પ્રકાશ ગતિ તેમજ દિશાઓનું અસ્તિત્વ અવકાશ કે આકાશમાં જ સંભવિત છે. આમ આ બંને પ્રસંગોમાં આવિર્ભાવના સ્થાનમાં સામ્ય છે.
ત્રિયા સમા સવારના નાસ્તુ | કુસતશતી, ૨/, , પૃષ્ઠ-૨૩૬. स तस्मिन्नेवाकाशे स्वियमाजगाम बहुशोभमानामुमां हैमवती ताँ होवाच किमेतद्यक्षमिति -- केनउपनिषत् , ३/१२. 'केनोपनिषत्' (सानुवाद शाङ्करभाष्यसहित) गोविन्दभवन कार्यालय, गीताप्रेस, गोरखपुर, सत्रहवाँ संस्करण, सं. ૨૦૫૦. પૃષ્ઠ-. तद्यक्षं यस्मिन्नाकाशे आकाशप्रदेशे आत्मानं दर्शयित्वा ..... - 'केनोपनिषद्' ३/१२. शांकरभाष्य (पदभाष्य), પૃષ્ણ-૨ अतीव तेजसः कूट ज्वलन्तमिव पर्वतम् । ददृशुस्ते सुरास्तत्र ज्वालाव्याप्तदिगन्तरम् ।। - 'दुर्गासप्तशती २/११, પૃષ્ઠ-૮૬.
For Private and Personal Use Only