________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
યોગિની પંડયા
“અધર-પલ્લવના દંશન કરવા પર હાથ હલાવીને ક્રોધની સાથે આમ કહેતી એવી કે -” શઠ મને છોડો” તથા ભ્રકુટિ ચઢાવીને સીત્કાર કરતી એવી માનિનિનું ચુંબન જેણે કર્યું, અમૃત તેમને મળ્યું. મૂઢ સૂરગણને તો વૃથા જ પરિશ્રમ માટે સાગરનું મંથન કર્યું.”૨૭.
ગાથાકારનો એક નાયક કહે છે કે પ્રિયતમાના મનોહર તથા અમૂલ્ય મુખદર્શનની વાત તો જવા દો તેના ગામની સીમાં પણ આનંદ પ્રદાન કરે છે. ૨૮
"अच्छउ दाव मणहरं पिआई मुहदंसणं अइमहाधं । तग्गामछेत्तसीमा वि झत्ति दिवा सुहावेइ ।
“પ્રિયતમાના અત્યધિક મૂલ્યવાન (જ હૃદયરુપી મૂલ્ય આપવાથી જ ખરીદી શકાય છે) મુખદર્શનની તો વાત જ શી ? તેના ગામના ક્ષેત્રની સીમાનું દર્શન પણ તત્કાળ સુખપ્રદાન કરે છે.” જ્યારે અમરુકનો નાયક પોતાની પ્રેયસી (નાયિકા)ની ગલીમાં ચક્કર મારવામાં પરમ નિવૃત્તિનો અનુભવ કરે છે. -
"आस्तां दूरेण तावत्सरभसचितालिङ्गनानङ्गलाभ ।२४ स्तद्गेहोपान्तरध्याभ्रमणमपि परां निर्वृत्ति संतनोति ॥
“પ્રિયાના બલપૂર્વક આલિંગનથી સ્ફર્જિત અનંગરંગ તો દૂર રહ્યો તેના ઘરની પાસેની ગલીમાં ફરવામાં પણ અત્યંત આનંદ મળે છે. સખીથી પોતાના સૌભાગ્યનું વર્ણન કરતી આ ગાથામાં નાયિકા કહે છે -૩૦
"एक्कं पहरुव्विण्णं हत्थं मुहमारुएण वीअन्तो । सो वि हसन्तीएं मए गहिओ बीएण कण्ठम्मि ।।
કોઈ સ્વાધીનપતિકા નાયિકા સખીઓને પોતાના સૌભાગ્યનું પ્રખ્યાપન આ શબ્દોની સાથે કરે છે ...” (પ્રિયતમ) પર પ્રહાર કરવાથી દુઃખતા એવા મારા એક હાથને જ્યારે તે (તમારા કોમળ હાથમાં ઘા લાગી ગયો હશે એવું કહેતા તે) પોતાના મુખની વાયુથી પંપાળવા લાગ્યો તો મેં પણ તેને બીજા હાથથી પકડીને ગળે લગાડી દીધો.” જ્યારે અમરુશતકમાં નાયક-નાયિકાનું આચરણ કવિએ આ પ્રમાણે વર્ણવ્યું છે -
"कोपात् कोमललोलबाहुलत्तिकापाशेन बद्धवादृढं, नीत्वा केलिनिकेतनं दयितया सायं सखीनां पुरः । भूयोऽप्येवमिति स्खलन्मृदृगिरा संसूच्य दुश्चेष्टितं धन्यो हन्यत एव नियुतिपर: प्रेयान् हसन्त्या रुदन ।।
તે પ્રેમી ધન્ય છે જેને ક્રોધથી તેની પ્રિયતમા પોતાના કોમલ બાહુલત્તાપાશમાં દઢતાથી બાંધીને ધીરેથી કામભવનમાં સખીઓની સમક્ષ લઈ જઈને કંપતી એવી ધીમા અવાજથી “ફરી આવું કર્યું” એવું કહીને તેના દુષ્ટકર્મને સૂચિત કરે છે જ્યારે તે પોતાના અપરાધોને છૂપાવતો એવો હસે છે અને પ્રિયતમા રોતી એવી તેને
अमरुक० ३७ गाथासप्तशती २/६८ अमरुक - १०० गाथासप्तशती १/८६
३०.
For Private and Personal Use Only