SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ અમર અને અનુકરણ ૪૯ “દક્ષિણ પવન પણ ચાલ્યો અને ચમેલીને વિકસિત કરીને સૌરભથી સંપન્ન ગ્રીષ્મ પણ સમાપ્ત થઈ ગયો હે ઘન ! (વાદળ) કદાચ તમે તે સ્નેહ વગરનાને (મારાથી) મેળવવા માટે ઉત્સુક છો. અમારું શું જાય છે ? અમારા માટે તો જે હોય (તે) પણ ગાયોને પાછી વાળીને લાવે તે જ ધનંજય. ગાથાકાર શ્રેષ્ઠ મહિલાઓનાં માનનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે - "हसिएहिं उवालम्भा अझुवचारेहि खिज्जिअव्वाई । अंसूहि मण्डणाई एसो मग्गो सुमहिलाणं ।।४ હાસ્ય દ્વારા ઉપાલંભ (ઠપકો), અત્યંત આદર દ્વારા રોષ, તથા આંસુઓ દ્વારા કલહ, શ્રેષ્ઠ મહિલાઓની પદ્ધતિ આ છે. કવિ અમરુકે આ લક્ષણને ચરિતાર્થ કરતાં આ પદ્યમાં પ્રસ્તુત કર્યું છે - "कृतो दूरादेव स्मितमधुरमभ्युद्गमविधिः । शिरस्याज्ञा न्यस्ता प्रतिवचनमत्यानतिमति । न दृष्टेः शैथिल्यं मिलन इति चेतो वहति मे, निगूढान्तः कोपा कठिनहृदये संवृत्तिरियं ॥२५ “દૂરથી જ હાસ્યની સાથે મધુર અવ્યુત્થાન આપી દીધું. અત્યંત વિનયની સાથે માથું ઝુકાવીને આજ્ઞા સ્વીકાર કરી લીધી. દષ્ટિ મળવા છતાં પણ દષ્ટિમાં કોઈ શિથિલતા આવી નહીં. આ બધાએ મારા હૃદયને સંતમ કરી દીધું છે. તે કઠિન હૃદયા ! તારા આ (અત્યાદરના) આવરણમાં કોપ અન્તર્નિહિત છે.” પ્રિયાના અધરરસની સમક્ષ અમૃતને તુચ્છ સ્વીકાર કરતા ગાથાકાર કહે છે* - "मण्णे आसाओ च्चिअ ण पाविओ पिअअमाहररसस्स ।' तिअसेहिँ जेण रअणाअराहि अमअं समृद्धरिअं ।। “માનિનિ પ્રિયતમાને ચાક્તિઓથી મનાવતાં અધરરસપિપાસુ નાયક કહે છે.” માલૂમ પડે છે દેવતાઓએ (પોતાની) પ્રિયતમાના અધરરસનો આસ્વાદ જ નથી ચાખ્યો. ત્યારે તો તેમણે રત્નાકર (સાગર)થી અમૃત કાઢયું. ભાવ એ છે કે પ્રિયાના અધરરસનું પાન અમૃતથી પણ અધિક મધુર હોય છે.” આ જ ભાવને અમરુકે પ્રકારાન્તરથી અભિવ્યક્ત કર્યો છે - "संदष्टेऽघरपल्लवे सचकितं हस्ताग्रमाधुन्वती, मा मा मुञ्च शठेति कोपवचनैरानर्तितधूलता । सीत्काराञ्चितलोचना सरभसं यैश्चुम्बिता मानिनी प्राप्तं तैरमृतं श्रमाय मथितो मूठैः सुरैः सागरः ।। ૨૪. ૨૬. गाथासप्तशती / ६/१३ અH+ - ૨૬. गाथासप्तशती ६/९३ ૨૬. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy