SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ અમર અને અનુકરણ અડકશો નહીં” જતી એવી પ્રિયાની સ્મૃતિ આજે પણ આવે છે. આ જ ભાવને કવિ અમરુએ આ પ્રમાણે અભિવ્યક્ત કર્યો છે - "स्वं दृष्ट्वा करजक्षतं मधुमदक्षीवा विचार्येर्षया गच्छन्ती क्व न गच्छसीति विधृता बाला पटान्ते मया । प्रत्यावृत्तमुखी सबाष्पनयना मां मुञ्च मुञ्चति सा कोपात्प्रस्फुरिताधरा वद वदत्तत् केन विस्मार्यते ।।२६।।" પોતાના દ્વારા જ (નાયકના પર) કરેલા નખચિહુનને જોઈને મધુમત્ત પ્રિયા જ્યારે ઈર્ષાવશ કંઈક વિચાર કરવા લાગી અને જવા લાગી તો મેં તેણીને એમ કહ્યું કે “કયાં જઈ રહી છો ?” તેનો છેડો પકડી લીધો. તેણીએ પાછા વળીને સજલ નયનોથી અને ધ્રૂજતા અધરોથી જે કંઈક કહ્યું તેને કોણ ભૂલાવી શકે છે ? ખરેખર અમએ ખૂબ જ સુંદર રીતે ઈર્યાવશ “કોપયુક્તા મુગ્ધા નાયિકા”નું ચિત્ર રજૂ કર્યું છે. એક વિરહી નાયકના સંબંધમાં ગાથાસમશતીમાં આ એક સુંદર ગાથા છે. अज्ज सहि केण गोसे कं पि मणे वल्लहं भरन्तेण । अम्हं मअणसराहअहिअअव्वण फोडनं गीअम् ॥ “હે સખી ! જાણવા મળે છે કે આજે પ્રાતઃ જ કોઈકે પોતાની પ્રિયતમાનું સ્મરણ કરતાં એવું ગીત ગાયું કે જેણે અમારા કામના બાણોથી આહત હૃદયના ઘા પર ચોટ-ઘા કર્યો.” આ જ ભાવને કવિ અમરુએ વર્ણવ્યો છે - “રાતમાં જલભરેલા મેઘની ધ્વનિ સાંભળીને બેચેન સજલ-નયન પથિકે પોતાના વિયોગનું સૂચક ગીત એવા વિરહથી ગાયું કે લોકોને પ્રવાસની વાત તો દૂર રહી, માનને પણ છોડી દીધું. "रात्रौ वारिभरालसाम्बुदरवोद्विग्नेने जाताश्रुणा पान्थेनात्मवियोगदुःखपिशुनं गीत तथोत्कण्ठया । आस्तां जीवितहारिणः प्रवसनालापस्य संकीर्तनम्, मानस्यापि जलाञ्जलीः सरभसं लोकेन दत्तो यथा ।। આ ભાવ સદશ બીજો શ્લોક પણ અમરુશતકમાં છે જેનો ભાવાર્થ આ પ્રમાણે છે “અડધી રાત્રે મેઘધ્વનિ સાંભળીને નિસાસો અને આંસુભરીને પથિકે પોતાની વિરહિણી પ્રિયાને યાદ કરતાં એવું રુદન કર્યું કે ત્યારથી લોકોએ કોઈપણ મુસાફરને - પથિકને ગામમાં આશરો આપવાનું બંધ કરી દીધું. આ શ્લોકમાં કવિએ પ્રાણના બલિદાનથી રસના જ ચમત્કારથી શ્રેષ્ઠ કોટિ પર આરોહણ કર્યું છે. ૩૪ - ૫૬ - એજન गाथा सप्तशती. ४/८१ મરુશતક - ૬૪ - રસિકસંજીવની ટીકા - સંપાદક - રામનારાયણ આચાર્ય - નિર્ણયસાગ૨પ્રેસ, મુંબઈ- ૨. તુતીયા ૧૯૫૪, અમરુશતવ - ૬૩ - એજન ધર વાઘરા વારિ વિરત: શ્રી નિચે ધ્વનિ, --- વસતિગ્રામે નિષિદ્ધ ઘા રૂાા For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy