________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ. એમ. પ્રજાપતિ
હવે આપણે હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં નિરૂપેલા વાચ્યાર્થવ્યગ્યાર્થસ્વરૂપભેદનો વિગતે વિચાર કરીએ.
હેમચંદ્રાચાર્યે ધ્વનિના પ્રથમ ભેદ વસ્તુધ્વનિના જુદા જુદા ૧૩ પ્રકારો સોદાહરણ પ્રસ્તુત કર્યા છે. તેમના મતે કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ નિષેધરૂપ હોય છે. જેમકે –
भम धम्मिय वीसत्थो सो सुणओ अज्ज मारिओ तेण । गोलाणइ कच्छकुडङ्गवासिणा दरियसीहेण ||
હે બાવાજી, હવે નિઃશંક થઈને ફરો, કારણ ગોદાવરીના કિનારાની કુંજમાં રહેનારા સિંહે તે કૂતરાને મારી નાખ્યો છે.” અહીં “તમે નિઃશંક થઈને ફરો એવો વાર્થ વિધિરૂપ છે જ્યારે તમે કૂતરાથી પણ ડરો છો અને હવે તો સિંહ છે તેથી તમારે ત્યાં જવું ન જોઈએ’ એવો પ્રતીયમાન અર્થ નિષેધરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ વિધિરૂપ હોય છે. જેમ કે -
अत्था एत्थ तु मज्जइ एत्थ अहं दियसयं पुलोएसु । मा पहिय रतिअंधय सेज्जाए महं नु मज्जिहसि ।।
હે રતાંધળા પથિક ! તું દિવસે જ બરાબર જોઈ લે. અહીં સાસુ સૂએ છે અને અહીં હું. રાત્રે અમારી બંનેની પથારીમાં આવી પડતો નહિ”. અહીં “અમારી બન્નેની પથારીમાં આવી પડતો નહિ” એવો વાચ્યાર્થ નિષેધાત્મક છે જ્યારે “આ સાસુની પથારી છે અને આ મારી, તો દિવસે બરાબર જોઈ લે અને રાત્રે મારી પાસે આવજે' એવો પ્રતીયમાન અર્થ વિધિપરક છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય છે તો પ્રતીયમાન અર્થ વિધ્યત્તરરૂપ હોય છે.
જેમકે -
बहलतमा हय राई अज्ज पउत्थो पई घरं सुन्न । तह जग्गिज्ज सयज्झय न जहा अम्हे मुसिज्जामो ।।
આ રાત્રિ ઘણી જ દુઃખદાયક અને અંધકારપૂર્ણ છે, પતિદેવ પરદેશ ગયા છે અને ઘર સૂનું છે, એટલા માટે હે પાડોશી ! તું જાગતો રહેજે, જેથી આપણી ચોરી થાય નહિ'. અહીં “આપણી ચોરી ન થાય માટે તું જાગતો રહેજે” એ વાચ્યાર્થ વિધિરૂપ છે, જ્યારે “રાત્રિ અંધકારયુક્ત છે, પતિદેવ પરદેશ ગયા છે, ઘર સૂનું છે, તેથી તે નિર્ભય થઈને મારી પાસે આવી જા' એ વ્યગ્યાર્થ વિધ્યન્તરરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય તો પ્રતીયમાન અર્થ નિષેધાત્તરરૂપ હોય છે.
हेमचन्द्र, काव्यानुशासन : सं. महामहोपाध्याय पं. शिवदत्त शर्मा, काशीनाथ पांडुरंग परब, प्रका, निर्णयसागर प्रेस द्वितीय संस्करण सन् १९३४, पृ. ४७ તન્નેવ પૂ. પુરૂ, तत्रैव पृ. ५३
For Private and Personal Use Only