________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
૩૩
પાયાના સિદ્ધાંતને આગળ ધર્યો છે કે “શબ્દને તો એકમાત્ર અભિધાશક્તિ જ છે, અભિધાથી અતિરિક્ત જે શક્તિઓ માનવામાં આવી છે તે વાસ્તવમાં અર્થની શક્તિઓ છે, શબ્દની નહિ.” આ મૂળભૂત મંતવ્ય રજૂ કર્યા બાદ, તેમણે પ્રથમ લક્ષણાનું ખંડન કર્યું છે. તેમની દલીલ એવી છે કે લક્ષણો અને વ્યંજના શબ્દાશ્રયા ન હોતાં અર્થાશ્રયા છે અને એ બંને અનુમાનનો વિષય સિદ્ધ થાય છે. તેથી બંને વચ્ચે આનંદવર્ધને જે પાર્થક દર્શાવ્યું છે, તે અસિદ્ધ કરે છે. આનંદવર્ધને ભાક્તવાદીઓનું ખંડન કરતાં જણાવ્યું છે કે (૧) ભક્તિ અને ધ્વનિ એકરૂપે નથી, (૨) ભક્તિ એ ધ્વનિનું લક્ષણ નથી, (૩) ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ નથી. મહિમભટ્ટ આ ત્રણેય વિકલ્પોનું ખંડન કરીને એટલે કે ખંડનનું પણ ખંડન કરીને લક્ષણો અને ધ્વનિને એકરૂપે સિદ્ધ કર્યા છે. આનંદવર્ધને રૂઢિ લક્ષણાને ધ્વનિનો વિષય ગણ્યો નથી. મહિમભટ્ટ જણાવે છે કે રૂઢિ લક્ષણામાં પણ વાચ્યાર્થ સિવાયનો જે અર્થ પ્રાપ્ત થાય છે, તેને ધ્વનિનો વિષય માનવો જોઈએ. વળી, આનંદવર્ધને લક્ષણા અને લક્ષણામૂલક ધ્વનિને નિરૂપ્યો છે ત્યાં મહિમભટ્ટનું કહેવું છે કે લક્ષણો અને લક્ષણામૂલક ધ્વનિ એકરૂપ જણાય છે. તેમાં કોઈજ તાત્ત્વિક ભેદ નથી. આમ, ભક્તિ અને ધ્વનિ વચ્ચે આનંદવર્ધન દર્શાવે છે તેવું કોઈ પાર્થક સિદ્ધ થતું નથી. વળી, ભક્તિ અને ધ્વનિ બંને - અર્થના વ્યાપારો છે તેથી અનુમાનરૂપે સિદ્ધ થાય છે.
ઉલ્લેખનીય છે કે મહિમભટ્ટની જેમ જ મુકુલભટ્ટ પણ અભિધાવાદી છે. મુકુલભટ્ટે તેમના અભિધાવૃત્તિમાતૃકા'માં દસ પ્રકારની અભિધાનું નિરૂપણ કરીને લક્ષણો અને વ્યંજનાનો તેમાં અંતર્ભાવ થતો દર્શાવ્યો છે. પરંતુ મુકુલભટ્ટ મીમાંસાવાદી છે તો મહિમભટ્ટ બૌદ્ધ નૈયાયિક છે. તેથી લક્ષણો અને વ્યંજનાના ખંડનમાં આ બંને આચાર્યોના ચિંતનમાં પાયાનો તફાવત રહ્યો છે.
For Private and Personal Use Only