________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨
www.kobatirth.org
(૩) જે વસ્તુ જે નથી, તેના પર તેનો આરોપ, તે ભક્તિનું સામાન્ય લક્ષણ છે. પણ અમે કહીએ છીએ કે આ તો અર્થાન્તર-પ્રતીતિનો એક પ્રકાર જ છે, અને ધ્વનિમાં પણ આવી અર્થાન્તરપ્રતીતિ સમાવિષ્ટ છે. મહિમભટ્ટના શબ્દોમાં -
अतस्मिंस्तत्समारोपो भक्तेर्लक्षणमिष्यते ।
अर्थान्तरप्रतीत्यर्थः प्रकारः सोऽपि शस्यते ।। १३
૧૩.
૧૪.
૧૫.
૧૬.
(૪) ધ્વનિકારે કહ્યું છે કે સ્વવિષય સિવાય, અન્ય અર્થોમાં રૂઢ થઈ ગયેલા ‘લાવણ્ય’ આદિ શબ્દો ધ્વનિનો વિષય થતા નથી. અમારું કહેવું છે કે લાવણ્ય આદિ શબ્દોમાં થતી અન્ય અર્થની પ્રતીતિ વ્યંજનાનો જ વિષય ઠરે છે. ગ્રંથકારના શબ્દોમાં
रूढा ये विषयेऽन्यत्र शब्दाः स्वविषयादपि ।
लावण्याद्याः प्रसक्तास्ते न भवन्ति पदं ध्वनेः १ ।। भवन्त्येवेत्यर्थः १४
ભક્તિ અને ધ્વનિની પૃથા દર્શાવતાં આનંદવર્ધને જણાવ્યું છે કે
भक्त्या बिभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः ।
अतिव्याप्तेरथाव्याप्तेर्न चासौ लक्ष्यते तया ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદવર્ધનના આ મંતવ્યનો વિવિધ યુક્તિઓ અને દલીલો વડે સંપૂર્ણ ઉચ્છેદ કરી નાખીને, ચર્ચાના સમાપનમાં વિજયઘોષરૂપે મહિમાચાર્ય જણાવે છે કે
भत्क्या बिभर्ति चैकत्वं रूपभेदादयं ध्वनिः ।
न च नाव्याप्त्यतिव्याप्त्योरभावाल्लक्ष्यते तथा ।।
અરુણા કે પટેલ
હિમ, એજન - પૃ. ૧-૬,
ક્રિમ, એજન - પૃ. ૧-૨૧,
આનંદવર્ધન, ધ્વન્યાલોક પૂર્વાર્ધ - ૧૧૪.
મહિમ, ભક્તિવિવેક - ૧-૫.
અર્થાત્ નિ નામનું તત્ત્વ લમણાના સ્વરૂપથી અભિન્નરૂપે સિદ્ધ થાય છે અને અતિવ્યામિ તેમજ અવ્યાધિ દોોના અભાવથી તે ( ધ્વનિ) તેના ( લક્ષણા દ્વારા લક્ષિત નથી થતો તેમ નહિ (ધ્વનિ લક્ષણો દ્વારા લક્ષિત થાય છે)'
નિષ્કર્ષ :
સમગ્ર ચર્ચામાં મહિમભટ્ટે લક્ષણા નામની શબ્દશક્તિનો અસ્વીકાર કર્યો છે એટલું જ નહિ, લક્ષણા અને વ્યંજના - બંને શબ્દશક્તિઓનો અસ્વીકાર કરી દઈ, બંનેનો અનુમાનમાં અંતર્ભાવ દર્શાવ્યો છે. આ ચર્ચાનો મુખ્ય હેતુ આનંદવર્ધનના વિચારોનું ખંડન છે. આનંદવર્ધનના મતનું ખંડન કરતાં પહેલાં, ગ્રંથકારે સ્વમનના
For Private and Personal Use Only