________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
૧૧૧
વધુ તો ખુલ્લી ધરા અને અનંત નભમાં પ્રસરતાં પ્રસરતાં એ શબ્દ કેવા કંપ જગાવ્યા હશે, ઉચ્ચારનાર પોતે પણ વિસ્મયથી-રોમાંચથી કેવો લાલમલાલ થઈ ગયો હશે ! અને પછી તો શબ્દો જ શબ્દો ...ગુજરાતી સાહિત્યમાં નિબંધ-લલિત નિબંધની તાર્કિક-વૈજ્ઞાનિક વિવેચના આપતા આપતા જ લલિત નિબંધનું વશીકરણ સર્જક પ્રવીણ દરજીને આ સ્વરૂપની સૂક્ષ્મ-ગહન અંગભંગિઓને આત્મસાત કરવાનો અને અભિવ્યક્ત કરવાનો સતત તકાજો કરતું હશે એની પ્રતીતિ આપણને એમના નિબંધ સંગ્રહ “પંચમ'ની એક રચના દ્વારા અહીં થાય છે. “લીલાં પર્ણ' થી આરંભીને ‘દર્ભાકુર’, ‘ઘાસનાં ફૂલ’, ‘વણુરવ” અને હવે આ “પંચમ' જેવા સમૃદ્ધ નિબંધસંગ્રહો આપણને એમની આગવી સર્જકપ્રતિભાનો પરિચય કરાવનારા નીવડ્યા છે. પાંચેય સંગ્રહો ઉપર એકીસાથે દષ્ટિપાત કરતાં આપણને એમની સર્જકતામાંથી છૂરતું સાતત્ય પણ અવશ્ય વર્તાશે.
પ્રારંભે નોંધ્યું છે તેમ, સર્જકનું એ પ્રથમ ક્ષણ સાથેનું ભાવાનુસંધાન ત્યારથી માંડીને આજ પર્યન્ત નિરંતર એનાં વિધવિધ રૂપોને શોધવાના એમના ઉપક્રમની આ કૃતિમાં પણ સમ્યક્ અનુભૂતિ કરાવે છે. કેટલાક સર્જકો લલિત નિબંધમાં વિજયનું નામપૂરતું આલંબન લઈને પોતાના સંગોપિત એકાંતને નિઃસીમ બનાવીને, અંતરના હેતુઓને અજાણ રાખીને પોતાની હૈયાગઠડી એટલી સહજતાથી ઉકેલે છે કે પછી ત્યાં વિષય-અભિવ્યક્તિનું દ્વત નિઃશેષ બની જાય છે. પ્રવીણભાઈના નિબંધસંગ્રહ “પંચમ'માંથી સળંગરૂપે પસાર થતા સહુ પહેલી અનુભૂતિ આ પ્રકારની થાય છે.
અહીં ભાવનિર્ઝરતી ક્ષણો છે; તો સૌંદર્યસિક્ત હૃદયનો અસ્મલિત વાપ્રવાહ પણ છે. સમસ્ત જીવનના સંદર્ભ સાથે ગૂંથાઈને કૃતિ સ્વયં નવ્ય પરિણામ ધારણ કરતી જોવાય છે. અખિલ જીવનનાં વિવિધ તત્ત્વો-માનવ, નિયતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, કાળ, જળ, મેઘ, વરસાદ, રાત્રિ, રસ્તાઓ, ઘર આદિ અહીં સર્જકચેતનામાં ઝીલાયા છે તો સાથોસાથ મીરાં, રાધા, કૃષ્ણ જેવાં આપ્તજનો સાથેનો તીવ્ર અનુબંધ છે, કાકભુશંડી અને મોર સાથેનો વિશિષ્ટ સંબંધ પણ છે. “રેઈનીંગ છે તો ‘લોંચિંગ' પણ છે, સમયનું અનેકસ્તરીય ઉત્પનન છે તો પાટણ જેવા ઐતિહાસિક અને લોથલ જેવા પુરાતન સ્થળ વિશેના પ્રતિભાવો-સંવેદનો છે. પ્રત્યેકને તેઓ એકૃતક રૂપે, આગવી ચાલનાએ અભિવ્યક્ત કરતા જાય છે. અને એમ “પંચમ' કેવળ સંખ્યાત્મક દષ્ટિએ નહિ, સર્જનાત્મક-ગુણાત્મકરૂપે આપણને એક નિબંધ અને નિરામય ભાવવિશ્વના સાનિધ્યમાં સદ્ય મૂકી આપે છે.
અગાઉના ચાર નિબંધસંગ્રહોની જેમ “પંચમ'માં પણ પ્રકૃતિ સાથેના એમના તીવ્ર અનુબંધનું દર્શન થાય છે. કહો કે પ્રકૃતિ એમનો સ્થાયી ભાવ છે. કદાચ એથી જ પ્રકૃતિનાં નિતનવાં રૂપો એમની કૃતિઓમાં પ્રસન્ન-તાજગીસભર વાણી દ્વારા ઉત્ક્રાન્ત થતાં જોઈ શકાય છે. પ્રકૃતિ સાથે એકલય બનેલ ચેતનાનું મનુષ્યને-જીવન સમસ્તને પામવાનું બલવત્તર વલણ અહીં જોવા મળે છે. એમ કહી શકાય કે પ્રકૃતિનું મૂળ સત્ત્વ અને “માનવ' એક નિબંધસર્જક લેખે એમની અવિરત ચાલતી યાત્રાનું આલંબન છે. તાજા, લીલાછમ્મ શબ્દોને મળવાની નિબંધકારની ઉત્કટ કામના એમની આ શોધને વધુ દઢ-સુઘટ્ટ બનાવે છે.
મતવાલી મીરાંની ઓળખ આપતા તેઓ કહે છે કે, હું એને યાદ કરું છું ત્યારે પૃથ્વી વિસ્તરતી લાગે છે, આકાશ સીમારહિત બનતું જણાય છે, ધરા આપીનું ચિત્ર ઓર ચેતનવંતુ બની રહે છે. ચારે તરફથી સંગીત વરસી રહે છે ...' સંગ્રહની આ અનવદ્ય રચના મીરાંની સમગ્ર ભાવસૃષ્ટિના સ્પંદને છેક આત્મસાતુ કર્યા વિના ભાગ્યે જ સંભવે. એના &તને ગ્રહી શકનાર સર્જક એટલે જ ઉદ્દગારી ઉઠે છે કે, “માણસનું હૃદય અટકશે ત્યાં મીરાં અટકશે.' એક તરફ મીરાંની વિશિષ્ટ અસ્મિતાનું સૂક્ષ્મપ્રસન્ન ગાન છે તો બીજી બાજુ છે રાધાની રહસ્યમયિતાનું અદમ્ય આકર્ષણ - “કોણ છે તું ? કોણ છે રાધા, તું ? – યુગો યુગોથી મારો આ પ્રશ્ન
For Private and Personal Use Only