SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ નિબંર્ધામાં માનવજીવન વિશેનું નિબંધકારનું નિરીક્ષણ ચિંતવનરૂપે પ્રકટ થાય છે. આપણે ઈનસાઈડર !' ‘આપણે વિધિરચિત એક વાર્તા !' ‘હું મને ગાઉં છું !' ‘આ રસ્તો' આદિમાં માનવજીવનની સહજગતિ, એને રૂંધનાર પરિબળો, કંટાળો - બોઝિલતા-યંત્રવતિ વગેરેની એક પરંપરા ને એમાંથી રચાયેલી ગતાનુતિક્તા, આત્મઓળખ અને આનંદ માટેની શોધ - આવા આવા અનેક મુદ્દાઓ આ પ્રકારના નિબંધોમાં રજૂ થયા છે. અહો ! વૈભવશાળી કાન !' `ચાડાંની ચઢી ચાનક' 'પગ ... પગ પગ ...’ ‘હાથ મારો, તમારો' - આ નિબંધો એવા છે જેમાં લેખકે હાથ, પગ, મોટું, કાન જેવા શરીર અવયવોને લઈને માનવ જીવનની વૃત્તિઓને પ્રગટ કરી છે. આ કોટિના નિબંધોમાં નર્મમર્મયુક્ત વાણીની મજા છે. કયાંક રમૂજ પ્રેરક વાત છે. કાંક હાસ્ય વ્યંગ પણ છે. છેવટે તો માનવની વાતને આ કોટિના નિબંધો તાકે છે. લેખકની પ્રવાહી શૈલીને કારણે તથા શૈલીની ચારતાને લીધે આ નિબંધો, ચિંતવનને રજૂ કરતા હોવા છતાં કંટાળાજન્ય બન્યા નથી. સિલાસ પટેલિયા પ્રકૃતિનાં વિવિધરૂપો અને ઋતુઓનાં વિવિધ ચિત્રો આ નિબંધ સૃષ્ટિમાંથી સાંપડે છે. ‘શરદના મર્મ વેધી સૂર ...' માં શરદના સૌન્દર્યનો રસાળ આલેખ છે. ‘પ્રિયવર આયો !' અને ‘હે મારા દેશ !' માં અષાઢ અને વરસાદની રમ્ય સૃષ્ટિ, એનાં તરલ ચંચળ રૂપોનું વર્ણન છે. ‘હું પવન જીવું છું !'માં પવનનાં વિવિધરૂપો છે. જુદા જુદા સમયે, જુદી જુદી ૠતુએ પવનનું કેવું રૂપ પ્રગટતું હોય છે એ અહીં પવચિત્રો વધુ મળે છે. પરંતુ આ પવનરૂપો એટલાં પ્રભાવક બન્યાં નથી. અહીં તરત સુરેશ જોશીએ એમનાં લલિત નિબંધમાં અંકિત કરેલા પવનનાં વિવિધરૂપોનું સ્મરણ થઈ ઊઠે છે, “કાં ગુલાબ કાં કાવ્ય !” માં ગુલાબની નજાકતનાં કલ્પનો છે. આ કોટિનાં નિબંધો વાંચતા લાગે છે કે આમાં પ્રકૃતિના રૂપો સીમિત બન્યાં છે. એ ખાસ આસ્વાદ્ય પણ લાગતાં નથી. લેખકના અન્ય લલિતનિબંધસંગ્રહોમાં પ્રકૃતિની વિવિધ લીલાનાં જે રૂપો મળ્યાં છે એની સરખામણીમાં પણ આ ઊણાં ઊતરે છે એવું મને લાગે છે. E'11, સૂર્યા ફ્લેટ્સ, વિભાગ - B, સ્વામિનારાયણ નગર સામે, નીઝામપુરા, વડોદરા. ગાતાં ઝરણાં' લલિતનિબંધસંગ્રહ પૂર્વે નિબંધકાર પાસેથી તીલાંપત્ર', 'ર્માંકુર', 'ધાસનાં ', ‘વેણુરવ’, ‘પંચમ’ જેવા લલિતનિબંધસંગ્રહ મળ્યા છે. આ સંગ્રહોના લલિતનિબંધોની સરખામણીમાં, ગુણવત્તાની દષ્ટિએ, આ લલિતનિબંધો ખાસ પ્રભાવ પાડનારા બની રહેતા નથી. For Private and Personal Use Only સિલાસ પટેલિયા ** ‘પંચમ' : લેખક : પ્રવીણ દરજી, પ્ર. : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૬, પૃ. ૧૫૨, મૂલ્ય રૂ. ૬૦.૦૦. સૃષ્ટિના આરંભૈ મનુખ્ય પક્ષીઓની સાથે, મૈમના ગર્જન સાથે, પવનના ડોલન સાથે સૌ પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો હશે તે કેવો હશે ? મને એ શબ્દ સાંભળવાનો અભિલાપ જાગ્યો છે. માનવીના સર્વાંગને ઉતરડીને આવેલા એ શબ્દનો લય, એનો કો, એ ઉચ્ચાર વેળા ચહેરા ઉપરના માનવીના મનોભાવો, અને સૌથી
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy