SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯૮ ટીકાઓ ૧. નખ્વાદિવવેચન ૨. આખ્યાતવાડીકા 3. www.kobatirth.org ૧૫. ૪. ૫. ૬. પદાર્થખંડનવ્યાખ્યા તત્ત્વચિંતામણિગૂઢાર્થદીપિકા નિરુક્તિપ્રકાશ ન્યાયકુસુમાંજલિકારિકાવ્યાખ્યા પરંતુ આ સૂચિ પરથી સ્પષ્ટ થાય છે તેમ રધુદેવના મુક્તિવાદનો ઉલ્લેખ કયાંય થયો નથી. ફક્ત Aufretchના Catalogus Catalogurum માં આ ગ્રંથનો નિર્દેશ તેના કર્તાના નામ વગર થયેલ છે અને તેની એક જ નક્લ કલકત્તા સંસ્કૃત કોલેજની લાઈબ્રેરીમાં છે પરંતુ ત્યાંના ઓફિસ ઈન-ચાર્જનો જણાવ્યા અનુસાર ત્યાં આ નામની કોઈ પોથી નથી. બનારસ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના Catalogue of Sarasvirvin, Vol. VIII અનુસાર આ ગ્રંથની બે નકલ (ન. ૩૦૩૦૩, ૩૧૯૫૧) હોવાનો નિર્દેશ મળ્યો પરંતુ, ત્યાં પણ આ હસ્તપ્રત ઉપલબ્ધ નથી. New Catalogues Catalogpur માં ' અને 'મ' વાળા વિભાગ હજુ પ્રકાશિત થયા નથી પરંતુ પત્રવ્યવહારથી જાણવા મળે છે કે આ હસ્તપ્રત હજુ અપ્રકાશિત છે અને તેની એકમાત્ર પ્રત પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરામાં છે, જે માહિતી uretch પાસેથી મળતી નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતા પ્રજાપતિ ન્યાયશાસ્ત્રનાં આ અને અન્ય કેટલાય અજ્ઞાત ગ્રંથો ઉપરાંત રઘુદેવે ધર્મશાસ્ત્રને લગતો વિસરાયા નામનો ગ્રંથ લખ્યો છે.૧૪ તેમણે ‘કાવ્યપ્રકાશ' ઉપર ‘કારિકાર્થ-પ્રકાશિકા' નામની ટીકા લખી છે.૧૫ આમ જોઈ શકાય છે કે રઘુદેવ ભટ્ટાચાર્યે ઘણા ગ્રંથો દ્વારા નવ્યન્યાયશાસ્ત્રને સમૃદ્ધ કર્યુ છે. તે ક્ષેત્રમાં મૂળગ્રંથો અને ટીકાઓ સહિત ૨૦ થી વધુ ગ્રંથો ઉપલબ્ધ હોવા છતાં મોટાભાગના અપ્રકાશિત અને અજ્ઞાત છે. આ ઉપરાંત ધર્મશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર પરના તેમના ગ્રંથો પણ અપ્રકાશિત છે. રઘુદેવના ‘મુક્તિવાદ’, ‘ઈશ્વરવાદ', ‘અનુમિતિપરામર્શવિચાર', ‘આકાંક્ષાવાદ' વગેરે ગ્રંથોના અભ્યાસ પરથી જણાય છે કે તેમની વધુ પડતી કિલષ્ટ શૈલી અને પારિભાષિક શબ્દોના કારણે કદાચ તેમના ગ્રંથોનો અભ્યાસ અઘરો થઈ પડે છે. તેમના સહાધ્યાયી અને સમકાલીન ગદાધર ભટ્ટાચાર્યને વધુ ખ્યાતિ મળી જ્યારે રઘુદેવ તેમની સરખામણીમાં અજ્ઞાત રહ્યા. આ માટે તેમની વધુ પડતી ક્લિષ્ટ શૈલી જ જવાબદાર છે એમ લાગે છે. અન્યથા તેમના ગ્રંથોની ગુણવત્તા અને સંખ્યાને ધ્યાનમાં લેતા જણાય છે કે તેઓ પણ ગદાધર ભટ્ટાચાર્ય કે તે સમયનાં અન્ય આચાર્યો જેવી જ વિદ્વત્તા ધરાવે છે. ગ્રંથનો પરિચય આ એક વાદ ગ્રંથ છે. ગ્રંથકાર શ્રીયુદેવ આ ગ્રંથમાં વિવિધ દાર્શનિકોના મુક્તિવિષયક વિચારોનું ઉપસ્થાપન કરી તેનું મૂલ્યાંકન કરે છે. નવ્યન્યાયની વિશિષ્ટ લક્ષણશૈલી દ્વારા મુક્તિનું એક પરિષ્કૃત લક્ષણ આપવાનો યુદેવે પ્રયત્ન કર્યો છે. ગ્રંથના પ્રારંભમાં ગુરુ હરિરામની જેમ ઉદયનાચાર્યને ન્યાયસુમાંજલિ'માં આપેલ મુક્તિના આવો દુનિવૃત્તિપ્ત' એવા લક્ષણને ઉષ્કૃત કરી તેના પ્રત્યેક પદની વિસ્તૃત સમીક્ષા રઘુદેવ કરે છે. "જ્ઞસ્કૃતિ' પદનો "વસમાનાપિરણામામાનીને એવો અર્થ જ કરીએ અને નિવૃત્તિ ૧૪. રાવલ અનંતરાય અને બેલે વિજયા ભેંસ,, 'અર્વાચીન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ', પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા, ૧૯૯૪, પૃ. ૩૯૦ Dc. S.K., History of Sanskrit Poetics, Vol. II, p. 175. For Private and Personal Use Only
SR No.536137
Book TitleSwadhyay 1998 Vol 35 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1998
Total Pages131
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy