________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવકૃત “મુક્તિવાદ'
અધ્યયન-અધ્યાપન કાર્ય માટે તેઓ ભારતભરના જુદા જુદા પ્રાંતોમાં પરિભ્રમણ કરતા રહ્યા. અને કદાચ તેથી જ તેમના ગ્રંથોની હસ્તપ્રતો ભારતના લગભગ બધા જ પ્રદેશોમાંથી મળી આવે છે.
કાવ્યવિલાસ'ના રચયિતા ચિરંજીવી ભટ્ટાચાર્ય(રામદેવ) રઘુદેવ ભટ્ટાચાર્યને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે અને સ્તુતિ કરતા કહે છે :
इमौ भट्टाचार्यप्रवररघुदेवस्य चरणौ
शरण्यौ चित्तान्तनिरवधि विधाय स्थितवतः । किमन्यैर्वाग्देवीप्रमुखमरवभाजां प्रभजनैः
परिस्फूत्यैवाचाममृतलहरीनिर्झरजुषाम् ।।' રઘુદેવ ભટ્ટાચાર્યનો ચોક્કસ સમય નિશ્ચિત કરવો મુશ્કેલ છે. છતાં તેઓ ગદાધરના સમકાલીન હોવાથી ૧૭મી સદીના મધ્યભાગમાં થયા હશે એમ કહી શકાય. યશોવિજયગણી, જે રઘુદેવનો ઉલ્લેખ કરે છે તેઓ ઈ.સ. ૧૬૦૮-૧૬૮૮માં થઈ ગયા. રઘુદેવના શિષ્ય ચિરંજીવી ભટ્ટાચાર્યનો સમયનિર્દેશ ઈ.સ. ૧૭૦૩નો મળે છે.૧૦ રઘુદેવના સમયનિર્દેશ અંગે વધુ રસપ્રદ માહિતી આપતાં ઉમેશ મિશ્ર અને ગોપીનાથ કવિરાજ જણાવે છે કે સરસ્વતીભવન પુસ્તકાલય, બનારસમાં સચવાયેલી રઘુદેવકૃત “કુસુમાંજલિકારિકા-વ્યાખ્યા'ની પ્રત મહાદેવ પંતમકરે ઈ.સ. ૧૬૫૭માં લખેલી અને તેમાં રધુદેવના હસ્તાક્ષર પણ કરેલા છે. આ પુરાવો નક્કર છે અને તેથી ૧૭મી સદીના મધ્યભાગ રઘુદેવના સમય તરીકે નક્કી કરવામાં કશો વાંધો જણાતો નથી.
રઘુદેવ ન્યાયાલંકારે ન્યાયશાસ્ત્ર ઉપરાંત ધર્મશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રમાં પણ ગ્રંથો લખ્યા છે. પરંતુ મુખ્યત્વે તેઓ એક નૈયાયિક તરીકે વધુ ખ્યાતિ ધરાવે છે. ન્યાયશાસ્ત્રમાં તેમણે અનેક વાદગ્રંથો અને ટીકાઓની રચના કરી છે. તેમના ગ્રંથોની જે સૂચિ સામાન્યપણે મળે છે તે મુજબ તેમણે રચેલા ગ્રંથો આ પ્રમાણે છે :૧૩ મૂળગ્રંથો તર્કવાદ
૭. અનુમિતિપરામર્શવિચાર આકાંક્ષાવાદ
૮. સામગ્રીવિચાર આત્મપ્રત્યક્ષવાદ
૯. પ્રતિયોગિજ્ઞાનકરણતાવિચાર ઈશ્વરવાદ
૧૦. વિશિષ્ટવૈશિબોધવિચાર પ્રાગભાવવિચાર
૧૧. ઉત્સર્ગબોધકવિખંડન વિષયતાવિચાર
૧૨. દ્રવ્યસારસંગ્રહ
૧૩. નવીનનિર્માણ Sharma, Bafuknath, Kāvyavilāsa of Chiranjiva Bhattacharya, Benares, 1925, p. 12. Vidyabhusan, op.cit., p. 217.
Ibid, p. 483 ૧૧. Misra, Umesh, op.cit., p. 443 92. Kaviraj, Gopinath, op.cit., p. 73 93. Aufrecht, Theodor, Catalogus Catalogorum, Part I, 1962, p. 482.
૯.
For Private and Personal Use Only