________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રામચંદ્રસૂરિકૃત નલવિલાસનાટક :
એક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સક્ષિપ્ત સમીક્ષા
સુરેશચંદ્ર ગા. કાંટા પિળા
વિશાળ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ એટલે વિવિધ પ્રદેશના લેખકોની દેણુ. આ દેણુનું અધ્યયને ખલ ભારતીય પરિપ્રેામાં તેમજ પ્રાદેશિક દેણુની દૃષ્ટિએ કરી શકાય, અને આવાં અધ્યયને સાંસ્કૃતિક ઇતિહાસ તેમજ સાહિત્યના વિવિધ રૂપોના ઉદ્ગમ અને વિકાસમાં અગત્યને ભાગ ભજવે છે. ગુજરાતે પશુ સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓના સર્જનક્ષેત્રે વિવિધ સમયે પોતાના ગણનાપાત્ર ફાળો ઉદ્ગમ અને વિકાસના ક્ષેત્રે પ્રાચીનકાળથી આપ્યો છે અને અદ્યપ ન્ત તે પ્રવૃત્તિ ચાલુ છે
લેખકનું જીવન વૃત્તાંત, સમય અને કૃતિઓ :
ગુજરાતના ઇતિહાસમાં ઉત્તર ગુજરાતમાં આવેલ અણહિલપુર (પાટણ)ના સાલ કાના સાલકીયુગ ( ઇ. સ. ૯૪૨-૧૨૪૩/૧૩૦૦) વદ્યાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે, કલાક્ષેત્રે, રાજ્કીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિખ્યાત છે. સિદ્ધરાજ જયસિંહ ( ઇ. સ. ૧૦૯૪-૧૧૪૩)ના અને કુમારપાલ ( ઇ. સ. ૧૧૪૨-૧૧૭૩ )ના શાસન દરમ્યાન વિવિધ પ્રવૃત્તિએ ઉચ્ચ શિખરે-સુવધ્યું શિખરે પહાંચી હતી. આ સુવર્ણ યુગમાં અનેક વિદ્યાસપત્ન કવિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાય ( ઈ. સ. ૧૦૮૮-૧૧૭૨ ) સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલની રાજસભાને શેશભાવતા હતા. હુમચંદ્રાચાના વિદ્વાન શિષ્યગણમાં રામચંદ્રસૂરિ એક તેજસ્વી શિષ્ય અને મુાન હતા અને શષ્યગણુમાં આગવું સ્થાન ોભાવના હતા. (નવિલાસ = વિ. ૧; પૃ. ૧) તેમા તેમના પટ્ટધર શિષ્ય હતા, અને તેમના સમય ઈ. સ ૧૧૦૦-૧૧૭૫ના ‘ગણવામાં આવે છે. તેઓ શીઘ્ર કાંવ હતા; તેમની આ પ્રતિભાને કારણે અને વિદ્વતાને કારણે સિદ્ધરાજ જયસિંહું તેમને ‘ વિટારમલ '' નું બિરુદ આપ્યું હતું. સ ંસ્કૃત સાહિત્યના અન્ય લેખકોની વ્યક્તિગત માહિતી પ્રાપ્ત થતી નથી, તેમ આ જૈનમુનિ લેખકના જન્મસમય અંગે, દીક્ષા અંગે વગેરે કોઇ માહિતી ઉપલબ્ધ થતી નથી. તેમના સહાધ્યાયીઓ અને સાથીઓમાં ગુણુચદ્રસૂરિ, મહૅન્દ્રસૂરિ વગેરેને ઉલ્લેખ કરી શકાય. ગુષ્ણચંદ્રસૂરિ તેા તેમના નાચવર્ષળના સહલેખક છે. તેઓ સ્વાત ંત્ર્યના ચાહક અને હિમાયતી હતા. સ્વાતંત્ર્ય નીતિવધિ .૨; ૬.; ૯.૨૩).૧ તેમના જીવનનો અંત કરુણ અને ક્રૂર હતા.
‘સ્વાધ્યાય ’, પુસ્તક ૩૪, અંક ૧૪, દીપાસવી વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૬૫-૭૪,
* શ્રીરામ કાન્તારેશ્વર મહાદેવની પાળ, બાજવાડા, વડાદરા-૧
* , . આ. એસ. ( Gaekwd Oriental Series) ક્રમાંક ૨૯, ૧૯૨૬, સપાદકઃ જી. કે. શ્રીગર અને લાલચન્દ્ર બી. ગાંધી, વડેરા પ્રસ્તાવના, પૃ. ૨૫ અને પછીના સ્વા. ૯
For Private and Personal Use Only