SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ૪૪ ભાનુપ્રસાદ આર. ઉપાધ્યાય નાટિકા “ કર્ણસુંદરી’ અણહિલપુરના શાંતિનાથ મંદિરમાં ભજવાઇ. બારમી સદીમાં રામચંદ્રનાં લખેલાં નાટકો પૈકી “સત્વહરીદ્ર' ભજવાયું. રામચંદ્ર કુલ અગિયાર રૂપકોની રચના કરી અને ગુરુબંધુ ગુણચંદ્ર સાથે “નાટયદર્પણ'ની રચના કરી. ભીમદેવ બીજાના સમયમાં પાટણના શિવમંદિરમાં શ્રી વિજયપાલનું “ દ્રૌપદી સ્વયંવર' રજૂ થયું. બારમી સદીના અંત ભાગમાં પ્રહલાદનદેવનું “ પાર્થ પરાક્રમવ્યાયણ' અચલેશ્વર મહાદેવ-અચલગઢમાઉન્ટ આબુમાં ભજવાયું.૫ સિદ્ધરાજ જયસિંહના સમયમાં પ્રેક્ષણક, પ્રહસન અને નાટકો ભજવાયાનાં ઉદાહરણે છે સિદ્ધરાજ પિતે ગુપ્ત વેશે નાટક જેવા જતા તેવી નોંધ મળી છે.' આમ પ્રાચીન-મધ્યકાલીન નાટયસાહિત્ય, તે સમયનાં નૃત્ય, લોકગીતો, લેકસંગીત, વ્યાસશૈલીની કથા-પરંપરા અને અસાઈત પૂર્વેના ભવાઈ જેવા લેકનાટ સ્વરૂપ વગેરેને સુમથિત કરી અસાઈતે ભવાઈનું સ્વરૂપ સંસકાર્યું હશે. ભવાઈનું સંસ્કૃત નાટ્યપરંપરાઓ સાથે સીધું અનુસંધાન જણાતું નથી, પરંતુ પ્રાચીન રૂપકો-ઉપરૂપકોની કેટલીક અસર ભવાઈની પ્રયોગરૂઢિ તથા કેટલાંક પ્રોગલક્ષણોમાં વર્તાય છે. ભવાઈ શબ્દની વ્યુત્પત્તિ માટે વિદ્વાનોએ વિવિધ મતે પ્રદર્શિત કર્યો છે, જે પૈકી શ્રી રસિકલાલ પરીખે રસેઈ, ગવૈયો જેવો શબ્દ ભયો છે એમ કહી ભવાઈ ઉપરથી ભાવન' શબ્દ નાર છે. ડૉ. સુધાબેન દેસાઈએ “ ભાવન’ શબ્દ દર્શાવતી કેટલીક પંક્તિઓ ભવાઈના વેશમાંથી તારવી છે. “ માંડણ નાયકે ભાવન જડ્યાં તેના જેવા બેલ બે ચાર” આમ તેમણે “ભાવન ને ભવાઈનું સાહિત્યિક સ્વરૂપ કહ્યું છે. ભાવન” શબ્દનું અનુસંધાન “ભાવ” સાથે છે. આમ “ભાવ” પ્રગટ કરે તે ભવાઈ. શારદાતનયુકત “ભાવપ્રકાશન 'માં પકોને રસ પ્રધાન અને ઉપરૂપકોને ભાવપ્રધાન દર્શાવવામાં આવ્યા છે. ૭ रसात्मका दर्शतेषु विशद्भावात्मका मताः । तेषां रूपकसंज्ञाऽपि प्रायो दृश्यतया क्वचित् ॥ त्रिंशद्रूपकभेदाश्च प्रकाश्यन्तेऽत्र लक्षणः । આ નાટોમાં દશ રસરૂપ (રસાત્મક) તે રૂપક અને બીજા વીશ ભાવરૂપ (ભાવાત્મક ) જેને ઉપરૂપક સંજ્ઞા આપવામાં આવી છે. “ ભવાઈ' પણ ભાવપ્રધાન નાટ્યપ્રકાર છે. ૩ દેસાઈ (ડો.) સુધાબેન, “ભવાઈ', ૧૯૭૨, પૃ. ૧૪૭, ૪ એજન, પૃ. ૧૪૮. ૫ એજન, પૃ. ૧૪૮. ૬ એજન, પૃ. ૧૪૯. ૭ “ભાવમકાશન', હિન્દી અનુવાદ : મદન મોહન અગ્રવાલ, ૧૯૭૮, અષ્ટમ અધિકાર પ્લેક: ૩, ૫, ૧૨૧. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy