SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ ભેજના “શૃંગીરકાશ ને અનુસરી નાટયદર્પકારે ગેછીનું જે લક્ષણ વર્ણવ્યું છે તે સાહિત્યદર્પણ” કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું છે. અહીં “ જેમાં ગોષ્ઠમાં વિહાર કરતાં કૃષ્ણના રિષ્ટાસુરવધ વગરે જેવા વ્યાપારનું પ્રદર્શન કરવામાં આવે તેને “ગેછા ‘ કહે છે ' એવું લક્ષણ નિરૂપવામાં આવ્યું છે. કૃ દ્વારા રષ્ટાસુરવધ રંગમંચ ઉપર પ્રદર્શિત કરવામાં આવે ત્યારે તેમાં પાઠય ’ની જગ્યા એ આગિક ચેષ્ટએ, નુત્ત-નૃત્ય તથા ગીત-સંગીતની પ્રધાનતા હોય તે સ્વાભાવિક છે. નાટયદર્પણુકારે અહીં સાહિત્યિક સ્વરૂપ નહીં પરંતુ રંગમંચીયસ્વરૂપ Performing Artને લક્ષમાં રાખીને “ગેજી ” નું લક્ષણ નિરૂપ્યું છે. (૬) હલ્લીસક : સાહિત્યદર્પણ' અનુસાર હલ્લીશ/હલીસ અથવા હલીસકમાં એક જ અંક હોય છે. ઉદાત્ત વાણી વદનાર વાફ પટુતા ધરાવતે એક નાયક હોય છે અને સાત આઠ કે દસ સ્ત્રીઓ નાયિકાઓ હોય છે. કેશિક વૃત્તિ હોય છે. મુખ અને નિર્વહણ સબ્ધ હોય છે તથા અનેકવિધ તાલ અને લય હોય છે (બહુનાલય સ્થિતઃ) તેનું ઉદાહરણ કેલરેવતકમ’ છે. સાહિત્યકારે અંક, નાયક-નાયિકા, વૃત્તિ, સધિ વગરે રૂપકગત તાના આધારે હલ્લીસકના પાઠવ્યસ્વરૂપને (text) સ્પષ્ટ કરી આપ્યું છે, તદપરાંત “ તાલ અને લયની અનેકવિધતા’ લક્ષણના આધારે તેના રંગમંચીય સ્વરૂપને પણ અણસાર આપ્યો છે. ભેજે “ સરસ્વતીકંઠાભરણ'માં નિરૂપેલા લક્ષણુને શબ્દશઃ અનુસરી નાટયદર્પણુકાર હલ્લીસકની પરભાષા આ પ્રમાણે આપે છે. ‘હરલાસક' એટલે સ્ત્રીઓનું મંડલ આકાર બનાવી નાચવું તે. મદન વૃત્ત બ્રા. ગોપીઓની વચ્ચે કચ્છની જેમ તેમાં એક નાયક હોય છે. હલ્લી સક એટલે સ્ત્રીઓનું મંડલાકારે અર્થાત્ ગળાકારે નાચવું એમ કહી નાટયદર્પણકારે શુદ્ધરૂપે હલીસકનું રંગમંચીય સ્વરૂપ નિરૂપ્યું છે. ગરબાની જેમ અહીં સ્ત્રીઓ ગેળાકારે નાચે છે. સ્ત્રીઓનું ગળાકારે નર્તન એ એક અત્યંત વ્યાપક એવું લેકનર્તન છે જે દેશના વિવિધ પ્રાં તેમાં વિવિધ પ્રકારે જોવા મળે છે. ગુજરાતને ગરબે, તમિલનાડનું કુમ્મી, કોલટ્ટમ અને ઉડર ૫ટ્ટ તથા મલબારનું કેકોટ્ટીકલી એ ‘ હલ્લીસક’નાં જ વિવિધ સ્વરૂપે છે. ( ૭) શમ્યા “નાટયદર્પણ” અનુસાર સભા માં નર્તકી લલિત લય સાથે જેના પદના અર્થને અભિનય કરે છે તે નલન શમા, લાસ્ય. છલિત, દ્વિપદી વગેરે સંજ્ઞા આપવામાં આવે છે. કિન્નરોના નાચને શમ્યા કહે છે. શૃંગારરસપ્રધાન નૃત્ય “લાસ્ય' કહેવાય છે. શૃંગાર, વીર અને રૌદ્ર પ્રધાન નૃત્તને “ઇલિત ' કહે છે. દ્વિપદી વગેરે આ નુત્તોમાં ગાવામાં આવતા છના ભેદ છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy