________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જતીન ૫'ચા
નંદવર્ધને નિલ ઉપવાસને પ્રસ્તાવ મુકશે તે પણ તેના આંતરમનને ર.પષ્ટ કરનારી બાબત છે. અહીં બીજો ખંડ પૂરી થાય છે.
ત્રીજા ખંડમાં પણ એ જ રાજકારણી ચર્ચા ચાલતી રહી કે વર્ધમાન રાજા થશે. તેમાં વર્ધમાન ક્ષત્રિયપુત્ર છે કે બ્રાહ્મણીપુત્ર તેવો વિવાદ ઉમેરાશે, પરંતુ વર્ધમાન તેનાથી અલિપ્ત અને પિતાની જ્ઞાનોપાર્જન પ્રવૃત્તિમાં જ સ્થિર હતા.
એથે ખંડ વર્ધમાન અને યશોદાની પુત્રી પ્રિયદર્શનાના જન્મને છે. પાંચમા ખંડમાં યશોદાના અવસાનથી વિરહી અને પાંચ વર્ષની પોતાની પુત્રીના ભાવિ વિષે વિચારમગ્ન વર્ધમાનની જ્ઞાન અને મુક્તિ માટેની ઉત્સુક્તા વધતી ગઈ. સાથે જ પુત્રીના જન્મથી શાંત થયેલી રાજકીય પ્રવૃત્તિ જુદી દિશામાં વળવા લાગી, પરંતુ વર્ધમાન તે ગન આચરણની દિશામાં પ્રગતિ કરવા પતંજલિ પાસે પહોંચ્યા.
છઠ્ઠા ખંડમાં પતંજલિના આશ્રમમાં પણ કુટિલ નીતિના રસિકોએ વર્ધમાન પર નજર રાખવા પ્રયાસ કર્યો. પરંતુ પતંજલિએ તેમને ત્યાંથી દૂર કર્યા અને વર્ધમાન પતંજલિ પાસે
ગામ', કરવામાં સ્થિર થયા.
સાતમા ખંડમાં વર્ધમાનના પિતા સિદ્ધાર્થનું અવસાન થતાં રાજકીય પ્રપંચ આગળ વધતો ચાલ્યો, પરંતુ ભારદ્વાજે વર્ધમાનના પત્રથી નંદિવર્ધનની શંકાઓ નિર્મૂળ કરી રાજકીય પ્રપંચ ઉપર પડદો પાડયો અને નંદિવર્ધનની વિનંતિ સ્વીકારીને વધુ માને દીક્ષા લેવાનું થોડા સભ્ય માટે મુલતવી રાખ્યું.
આઠમાં ખંડમાં વર્ધમાન તમામ સંપત્તિનું દાન કરીને દીક્ષા ગ્રહણ કરે છે. પ્રિયદર્શના અઢાર વર્ષની થઈ ગઈ છે. પિતાની દિક્ષાથી પ્રથમ દુઃખ તે થાય છે પરંતુ પ્રતિવર્ષ તેને એકવાર દર્શન આપવાનું વચન લે છે અને પછી તે પણ ઉત્સાહથી સંપત્તિદાનના કાર્યમાં સાથ આપે છે, પરંતુ પિતે કશું લેવા ઇચ્છતી નથી. ગોશાલકને આ પ્રવૃત્તિ મૂર્ખાઈભરેલી લાગે છે.
નવમા ખંડમાં દિગમ્બરત્વ સુધી પહોંચેલા વર્ધમાનની પાસે સાધુવેશે ગોશાલક આવે છે. વર્ધમાનનું સ્વરૂપ જોઈ તેની સાથે વાદે ચડે છે. વર્ધમાન ગોશાલકને ઓળખી લે છે, પરંતુ ગાશાલકને વર્ધમાનને પરિચય થતાં વાર લાગે છે. ઓળખાણ પડ્યા બાદ વર્ધમાન પાસે તેની સિદ્ધ પિતાને પ્રાપ્ત થાય એ લોભે તેના શિષ્ય રૂપે રહેવા તૈયાર થાય છે. વર્ધમાન તેને સ્વીકારે તો કરતા નથી પરંતુ તેના મનોભાવને સમજ્યા છતાં ના પણ કહેતા નથી.
દસમા ખંડમાં દિગંબર વર્ધમાનને પીટતા રક્ષાપુરુષ અને ગ્રામવાસીઓને બચાવવામાં ગોશાલક પોતે પણ બંધનમાં પડે છે. પરંતુ સાર્થવાહના મહાજને આપેલી ઓળખથી બને મુક્ત થાય છે. ચંડકૌશિક નામના રાક્ષસને વનમાં જઈને મહાવીર હિંસાત્યાગ માટે સંમત કરે છે અને ગ્રામવાસીઓ સાથે તેનું સમાધાન કરાવે છે.
For Private and Personal Use Only