SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ. છે. શાસ્ત્રો ભાવપ્રકાશમાં નાટકાદિ ૧૦ પ્રકારો આપીને નાટકને પ્રાધાન્ય આપ્યું છે. સાસુધાકરમાં ૧૦ પ્રકારે આપી કહ્યું છે કે નાટક પ્રકૃતિ છે તે બીજા વિકારે છે. ભગવદજજીવમાં જણાવ્યું છે કે વાર, ઈહામૃગ, ડિમ, સમવકાર, વ્યાયણ, ભાણ, સલાપક, વીથી, ઉત્સુબ્રિકાંક અને પ્રહસન એ ૧૦ નાટક અને પ્રકરણમાંથી ઉદભવેલા છે. અહીં નાટક અને કરણ એ બે શબ્દો સામાન્ય અર્થમાં વપરાયા હોય એમ લાગે છે. આમ આપણને ચાર પ્રકારની વિચારધારામાં દેખાય છે-(૧) ભરતનાટયશાસ્ત્ર અનુસાર રૂપકના ૧૦ પ્રકારે છે, નાટી (નાટિકા)ને અવાન્તર ભેદ ગણી શકાય. (૨) કાવ્યાનુશાસન અને નાટ્યદર્પણમાં ૧૨ પ્રકારે છે. એમાં ૧૧ પ્રકારો સમાન છે તે કાવ્યાનુશાસન તથા નાથદર્પણમાં એક પ્રકાર ( સટ્ટક–પ્રકરણ )ને ભેદ છે. હેમચંદ્ર આ ઉપરાંત તોટક વગેરે પણ ગણે છે. (૩) વશ્વનાથ ભરતમુનિના ૧૦ પ્રકારને રૂપક અને બીજાને ઉપરૂપક ગણે છે. (૪) રસાણું વસુધાકર અને ભગવદજજકીય પ્રમાણે નાટક અને કયાંક પ્રકરણ પણ સામાન્ય અર્થમાં છે. એ પ્રકૃતિ છે તો બીજા એના વિકારે છે. હેમચંદ્ર કાવ્યાનુશાસન ( ૮.૪)માં ગેયરૂપકોની યાદી આપે છે; ડેબિકા, ભાણ, પ્રસ્થાન, શિંગક, ભાણિકા, પ્રેરણ, રામાક્રોડ, હલ્લીસક, રાસક, ગોષ્ઠી, શ્રીગદિત અને રાગકાવ્ય. આ ઉપરાંત સૂત્રમાં કરિ શબ્દનો ઉપગ કર્યો છે. વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે આદિ શબ્દથી શંપા, છલિત, દિપદ્ય વગેરેનો સંગ્રહ કરવાનો છે. આ રીતે ૧૫ પ્રકારે થાય છે. નાટ્યશાસ્ત્રમાં આવા પ્રકારોને ઉલેખ નથી, પણ પશ્ચાત્કાલીન પ્રથામાં ભરતમુનિને નામે આપેલાં અવતરણોમાં કેટલાંક નામો મળે છે. દશરૂપક, પ્રતાપદ્રવ અને રસાવસુધાકરમાં પણ એમને ઉલેખ નથી. અભિનવભારતી માં પ્રસંગવશાત ડબિકા, ભાણું, પ્રસ્થાન વગેરે ૯ પ્રકારનાં નામ મળે છે. અગ્નિપુરાણમાં ભરતકત ૧૦ રૂ૫ક પ્રકાર ઉપરાંત જે ૧૭ નામો આપ્યાં છે તે આ પ્રકારના જ છે. નાટયદર્પણમાં ૧ પ્રકારે આપેલા છે. એમાં સટ્ટકને સમાવેશ થાય છે, તથા કાવ્યાનુશાસની યાદીના નામમાં પણ થેડો તફાવત દેખાય છે. ભાવપ્રકાશમાં ૨૦ની સંખ્યા છે, તે સાહિત્યદર્પણમાં ૧૮ ની સંખ્યા છે. આ બંનેને યાદીમાં નાટિકા, ત્રાટક, પ્રકરણિકા અને સટ્ટેક આવે છે. કાવ્યાનુશાસન ૮.૪ પર અલંકારચૂડામણિ વૃત્તિમાં કહ્યું છે વાઘમિનારકમાવાન દોવિત્રીનિ યાનિ જાનિ નિરન્તiઈન અર્થાત આ પ્રકારનાં રૂપકોમાં પદાર્થોભનય છે. અને એમાં ગેયતા હોવાથી એને ગેયરૂપકે કહ્યાં છે. વિવેક ટીકામાં પાડ્યું અને ગેયરૂપકોના ભેદ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. પાશ્વ રૂપકોમાં સળંગ કથાવસ્તુ હોય છે અને તે વાચકાદિ અભિનયથી મંચ પર રજૂ કરવામાં આવે છે. ગેયરૂપકોમાં સળંગ કથાવસ્તુ નથી પણ પદાર્થોભિનય છે, જે ગીત અને નૃચ દ્વારા રજૂ થાય છે. આમ અહીં સર્વાગાભિનય અને ગીત પ્રધાન છે. વિવેકમાં જણાવ્યું છે- હું ય ન વેલ્યુમયમપ્રતિષ્ઠિતમ્ ......... I For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy