________________
Shri Mahavir Jain Aradhana Kendra
સ્વાધ્યાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપોત્સવી, વસતપ`ચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી (વિ.સં. ૨૦૫૨-૩ )
નવેમ્બર ૧૯૯૬-ઑગસ્ટ ૧૯૯૭
પુસ્તક ૧૪ એક ૧-૪
કાવ્યાનુશાસનમાં રૂપકપ્રકાર
અ. દ. શાસ્રી* આચાર્ય હૅમય દ્રવિરચિત કાવ્યાનુશાસનમાં પ્રબન્ધાત્મક કાવ્યભેદોનું વર્ણન છે. આરંભમાં તે કાવ્યના બે પ્રકારો કહે છે-પ્રેક્ષ્ય અને પાઠ્ય. આ એ પ્રકાશના ભેદ દર્શાવતાં કહ્યું છે.-પ્રેક્ષ્યમમિનયમ્ । ક્યમનમિનેયમ્ । આમ જેની અભિનય દ્વારા રજૂઆત થાય તે પ્રેક્ષ્ય અને તેવું ન હોય તે શ્રવ્ય. વધારે પ્રસિદ્ધ શબ્દ દશ્ય ને બદલે આચાય પ્રેક્ષ્ય શબ્દ પ્રયાગે છે.
પ્રેક્ષ્યના એ પ્રકારા ઇં-પાટય અને ગેય. આ વિભાજન મહત્ત્વનુ` હાવાથી એની ચર્ચા પછીથી કરવામાં આવશે, પાથમાં નાટક, પ્રકરણ, નાટિકા, સમવકાર, ઇહામૃગ, ડિમ, વ્યાયાગ, ઉત્સૂષ્ટિકાંક, પ્રહસન, ભાણુ, ત્રીથી અને સટ્ટક એટલા ગણુાવ્યા પછી સૂત્રમાં ‘ આદિ' શબ્દ આપ્યા છે. વૃત્તિમાં કહ્યું છે—માવિશવાળોનાવિલક્ષિતાdોટવાનો પ્રાઘાઃ । અર્થાત કેહુલ વગેરેએ કહેલા તાટક વગેરેને પણ પાઠચરૂપક ગણવાનાં છે. અહીં. પણ માતિ શબ્દ વાપરેલા છે. આમ સૂત્રમાં કહેલા ૧૨ પ્રકારો તથા તોટજ ઉમેરતાં ૧૩ પ્રકારા થાય છે.
નાટ્યશાસ્ત્રમાં નાટક, પ્રકરણ, અંક, વ્યાયાગ, ભાણ, સમવકાર, વીથી, પ્રહસન, ડિમ અને ઇહામૃગ એટલા ૧૦ પ્રકાશ આપેલા છે. પાછળથી નાટક તથા પ્રકરણના મિશ્રણરૂપે નટી ના ઉલ્લેખ છે. અગ્નિપુરાણુ (૩૮૮, ૧-૪)માં ૨૭ પ્રકારો કહ્યા છે. એમાં ભરતાક્ત ૧૦ ઉપરાંત પાછળથી જે ઉપરૂપકો કહેવાયાં તેવા ૧૭ પ્રકારા ગણેલા છે. આ બધા પ્રકારોને નાટકના સામાન્ય શીક હેઠળ ગણુાવેલા છે. નાટ્યદર્પણમાં જાણીતા ૧૦ પ્રકારામાં નાટિકા અને પ્રકરણી ઉમેરીને ૧૨ની સખ્યા આપેલી છે. દર્શરૂપકમાં માત્ર ૧૦ પ્રકારે કહીને નાટાને નાટકમાં જ સમાવી લીધી છે. પ્રતાપરુદ્રીયમાં ૧૦ પ્રકારે જ આપ્યા છે. તે જ રીતે સાહિત્યદણુમાં પણ આ ૧૦ પ્રકારો આપીને નાટિકાને સમાવેશ ઉપરૂપકોમાં કરેલા છે.
‘સ્વાધ્યાય ’, પુ. ૩૪, અક ૧-૪, દીપેાત્સવી, વસ'તપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ગસ્ટ ૧૯૯૭, પૃ. ૧-૪.
કદમ્બપલ્લી નાનપુરા,
સુરત-૩૯૫ ૦૦૧
For Private and Personal Use Only