________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૩
ભાસને નામે ચડેલી કૃતિ-ન્યજ્ઞકામ બ્રાનાએ ધર્મ, સત્ય, નીતિ અને ન્યાયના આદર્શ ક્ષત્રિય સંરક્ષકો બને છે અને તેમના હાથમાં જગતના લોકો સલામત છે, એવા સલામત કે પરશુરામ જેવા મહાનુભાવ પૂરા વિશ્વાસ સાથે પિતાનું ધનુષ્ય રામને આપીને તનિષ્ઠ થવાનું પસંદ કરે છે. આમ, યજ્ઞના ફળના અનેક લોકો ભાગી બને છે. જનકરાજાના સંકલ્પને વિજ્ઞ ગણીએ તો તેમને પોતાને, દશરથને, રામને, સૌને તેનું ફળ ભેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. આમ, નાટકનું શીર્ષક અનેક દૃષ્ટિએ સાર્થક બની રહે છે.
વળી આ નાટકને કેન્દ્રીય ભાવ રામના વીર તથા તે પછી શુંગારના નિરૂપણને છે. રામની વીરતા વિશ્વામિત્રના આદેશથી પ્રેરાઈ છે, પરંતુ રામને સીતા માટેને સ્નેહ, પ્રથમ દૃષ્ટિએ હૃદયના ઊંડાણમાંથી જાગેલે પ્રભાવ સ્વયંભૂ છે.૧૨ વિશ્વામિત્રે મનથી રામને સીતા સાથે પરવવાને સંકલ્પ કરી લીધું છે, છતાં રામર્હદયને પ્રીતિભાવ સ્વયંભૂ છે. આવું જ તેમના પ્રતિ હદયથી ખેંચાતાં સીતાનું પણ છે જ, “શાકુન્તલ'ના પ્રથમ, દ્વિતીય અને તૃતીયાંકને સમાંતર વાતાવરણ કવિ ઊભું કરે છે, પરંતુ રામ અને સીતાના ગૌરવને નાટકકાર જરા પણ ઝાંખું પડવા દેતા નથી. આ રીતે જોઈએ તે વીર અને શૃંગાર આ નાટકના કેન્દ્રવતી રસે છે અને તેને વિકાસ સમુચિત રીતે થાય છે. ઉપર બતાવ્યું તેમ “યજ્ઞફળ'ને અર્થે અનેક થાય છે, તે પ્રેક્ષક-સામાજિકો રમના વીર અને શૃંગારથી અને સીતાને શુંગારથી પ્રસન્નતાનો અનુભવ
આ નાટકની પાત્રસૃષ્ટિ ધણી મોટી છે અને છતાં પ્રત્યેક પાત્રના નિરૂપણની અહી નાટકકારે સમુચિત કાળજી લીધી છે. ઉપરાન્ત વિશ્વામિત્ર, વસિષ્ઠ, પરશુરામ, મંથરા રાણુઓમાં પણ ખાસ કે કયીનાં ચરિત્રચિરાણુની નાટકકાર પૂરી કાળજી લે છે. સાથે આ પાત્રોને પ્રવેશ, તેમની પ્રવૃત્તિ અને તેમની વિદાય પણ સેદેશ બની રહે તે લેખકે જોયું છે. નાટકકાર વિશાળ પાત્રજગત ઊભુ કરે ત્યારે કોઈક પાત્રને અન્યાય થવાને પણ ભય રહે છે પરંતુ પાત્રોને કલાકાર રમાડે છે અને પાત્રોને વ્યવહાર કવિની સર્જનશક્તિનું ઘોતન કરનાર બની રહે છે.
આ ઉપરાન્ત નાટકકારે પ્રવેશક અને વિઠંભકને જે ઉપયોગ કર્યો છે તેનાથી કથાસૂત્ર સ્વભાવિક રીતે જ ઉત્ક્રાન્ત થાય છે. આ નાટકમાં નાટકકારનું નાટ્યકલાપ્રભુત્વ એકદમ દેખાઈ આવે છે. નાટચકલાના ઉપગમાં તે સ્વસ્થ, આત્મવિશ્વાસુ કલાકાર તરીકે પિતાને સિદ્ધ કરે છે.
આ નાટકમાં પ્રકૃતિનિરૂપણ પણ ધ્યાન ખેંચે છે. લોકોની સંખ્યા અહીં ધણી મોટી છે૧૩ અને કેટલીક વાર એવું પણ લાગે છે કે શ્લોકોના પ્રયોગના નાટયપરંપરાએ માન્ય
૧૨ સીતા પ્રત્યેના રામના પ્રણયનું જ્યાં નિરૂપણ થાય છે ત્યાં “ શાકુન્તલ'ના તૃતીયાંકના નિરૂપણનું સ્મરણ કરાવે છે. આ છતાં રામની પ્રતિભાનું ગૌરવ જરા પણ ઝાંખું ન પડે તેની નાટકકારે પૂરી કાળજી લીધી છે.
૧૩ શ્લોકેની કુલ સંખ્યા ૨૯૧ છે, તે અંવાર આ પ્રમાણે ૨૯ (પ્રથમાં ક ); ૪૪ ( દ્વિતીયાંક); ૫૪ (તૃતીયાંક ) ૪૮ ( ચતુર્થી ક); ૫૨ (પંચમાંક ); ૪૨ (ષષ્ઠક); ૨૨ (સપ્તમાંક).
ઉપરાંત નાટકકારે મોટા ભાગે પ્રસિદ્ધ લગભગ તમામ ઇન પ્રવેગ કરીને વૈવિધ્ય જાળવ્યું છે. હા, સંવાદે એ છા અને પડ્યો વધારે એવી સ્થિતિને કારણે નાટકમાં ઇદના પગની ઔચિત્યનાબતે માન્ય સિદ્ધાન્તો ઓછા જળવાયા છે.
For Private and Personal Use Only