________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીનાં પુ
થાય છે, પ્રથમ અંકની મુખ્ય ઘટના-મૃદ્ઘ લગ્નનું એમાં સૂચન પણ થયું છે. સંસ્કૃત નાટકની જેમ એમાં પાંચ અ`કો છે; દરેક અંકનું નામાભિધાન તેમાં નિરૂપિત મુખ્ય ઘટનાને અનુલક્ષીને થયેલું છે, પ્રવેશક જેવા અપક્ષેપકોના પ્રયાગ થયો છે, ખીજા અ'કમાં નાયિકાના આક્રોશ વડે નાયકને પ્રવેશ કરાવ્યા છે અને તેને કાર્યાન્વત થતા દર્શાવ્યા છે, નાટકની શૈલી ગદ્ય-પદ્ય મિશ્રિત છે પદ્યોમાં વિવિધ સ્થાના, ઘટનાઆ, પાત્રોની ઊર્મિઆ, પ્રકૃતિનાં વર્ષો ના શખરણી, મન્દાફ્રાન્તા, વસંતલિકા, અનુષ્ટુપ શુદ્ધ થયેલાં છે. છન્દો, અલંકારાના સમુચિત વિનિયોગ થયો છે. નાટકને અંતે ભરતવાય જેવાં પદ્યો ઉચ્ચારાય છે. જો કે ભરતવાય શીર્ષક હેઠળ એ રજૂ થયું નથી. છતાં, સંપૂર્ણપણે આ સ ંસ્કૃત નાટક જ છે એમ કહેવું યે મુશ્કેલ છે. અવસ્થા-સૌધિ વગેરે અહીં બતાવવાનું મુશ્કેલ છે. નાટક દુ:ખાન્ત છે, શેકર્સાપયરનાં નાટકોની જેમ એક અંકમાં અનેક દૃશ્યો રજુ થયા છે. ( અંક-૪ ) પાત્રોની ખૂબ લાંખી સ્વર્ગનાક્તિએ, ર્ગમચ પર શારીરિક ખેંચાખેંચ, બાથ બાથી, નાયિકાનું મૃત્યુ, ચિતાજ્જ્વલન, નાયકની આત્મહત્યા દર્શાવાયાં છે. પર પરાગત સ ંસ્કૃત રૂપકોમાં જે વાતાવરણુ હાય છે તેવું અહીં નથી, નાટકના વિષય સાવ જુદા છે, કથાનક પણ કવિકલ્પિત છે. આ બધાં લક્ષગે સંસ્કૃત નાટકના પરંપરાગત સ્વરૂપ
સાથે સુસ ંગત નથી.
વસ્તુસ’કલના એટલી સુસ`બદ્ધ રીતે થયેલી નથી કે જેથી પ્રત્યેક પ્રસંગ ઘટના નિવા લાગે, છતાં દરેક ઓંકમાં પ્રત્યક્ષ, સ્થૂળ રીતે રજુ થતા પ્રસંગેા વચ્ચે એક દરે કારણ-કાર્યાં સબંધ જળવાતા લાગે છે ખરા. ખાસ કરીને ચેાથા અંકમાં રજૂ થતાં ચારેય દશ્યો વસ્તુવિકાસના નિરૂપણુ માટે અનિવાર્ય નથી. પ્રથમ અંકમાં દર્શાવેલા વિષમપરિણ્યનું પરિણામ વૈધવ્યુ અને તજજન્ય સૌંસ્કારામાં છે. એ સ`સ્કારામાં સર્જાયેલા અવરોધને પરિણામે વિરોધી પરિબળા દ્વારા નાયિકાની હત્યા આવી પડે છે અને એ કરુણ મૃત્યુ નાયકની આત્મહત્યામાં કારણભૂત નીવડે છે, પણું આ મુખ્ય ઘટનાઓની વચ્ચે આવતાં સંવાદે, દશ્ય અને તેમાં દેખાતી સવાદોની વાચાળતા લેખક ટાળી શકયા હૈાત. પ્રત્યેક ઘટના—નાની કે માટી, હત્ત્વની કે ખિનમહત્ત્વની–તેને મંચ પર જ રજૂ કરવાનું પ્રલાભન વસ્તુસકલનાની ચુસ્તતામાં અવરોધક બન્યું છે. કલાત્મક, સૂયક નાટયપ્રયુક્તિએ અહી સદંતર અભાવ છે. પ્રવેશક કે વિષ્ણુ ભક જેવાં લઘુદશ્યોના ઉત્તમ વિનિયોગ થઈ શક્યા હાત જે થયે નથી. તેને લીધે નાટકની સાહિત્યકૃતિલેખે ગુણવત્તા ોખમાય છે. નાટકમાં રજૂ થતા સંધ કેવળ ઉપલી સપાટી પરના રહી જાય છે. શાબ્દિક ટપાટપી શારીરિક બાથબાથી દર્શાવીને નાટકમાં સંધ સિદ્ધ કરી શકાય નહીં. પાત્રોના ઊમિ સધને સુક્ષ્મસ્તરે આલેખવાની તક નાટ્યકાર ગુમાવે છે. ખાસ કરીને લાવણ્યવતી અને સુન્દરદાસના પાત્રોમાં આવા મનેાસ"ધ આલેખી શકાયા ğાત. કેટલીક સૂક્ષ્મ અસંગતિએ તાર્કિક દષ્ટિએ પ્રસંગગૂંથણીમાં રહી ગઇ છે. દા. ત. લાવણ્યવતીના મૃત્યુ પછી તેને અગ્નિસ’સ્કાર ધાય તે પહેલાં જ દુષ્ટપાત્રોને સજા થઇ હોવાના ઉલ્લેખ થઈ જાય છે. કેશવપન કે કંકણુભંગ જેવા સંસ્કારા સામે કાર્ટ મનાઈહુકમ આપી શકે ? એવા પ્રશ્ન પણ્ ઊઠે છે ! અંતિમ અંકમાં મનેાહરની આત્મહત્યાનો પ્રસંગ પ્રીતિકારક નથી લાગતા. પૂર્વટિત ઘટનાએનું એ સ્વાભાવિક પરિગ્રામ હોય એવું વાચક-પ્રેક્ષકને લાગતું નથી.
For Private and Personal Use Only