________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૦
મધુન શાસ
શાસ્ત્રીજીએ અઢાર વર્ષની ઉંમરે ‘‘ ગીર્વાણુભારતી ” નામનું સંસ્કૃત સામાયિક પિતાના મિત્ર શ્રી મગનલાલ ગ. શાસ્ત્રી નામથી પ્રકાશિત કર્યું હતું. શુદ્ધાદ્વૈત સંપ્રદાયના ક્ષેત્રે “ભક્તિ સામ્રાજય” માસિક શરૂ કર્યું હતું. વડોદરામાં સાંપ્રદાયિક જ્ઞાન માટે તેમણે શ્રી વિઠ્ઠલનાથ પશ ળા પણ શરૂ કરી હતી.
સાહિત્યક્ષેત્ર---
- શ્રી વલ્લભદિગ્વિજય નામનું સર્ચબદ્ધ કાવ્ય રચી એના ઉપરથી શ્રી વલ્લભાચાર્ય જયંતી ઉપર વડોદરાના શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં કથા પ્રવચન કર્યું હતું
વીસેક વર્ષની ઉંમરે એક પ્રસંગમાં બેઠા હતા, ત્યાં શ કરાચાર્યવિરચિત ગોવિદાષ્ટક ગવાતું હતું એ તરફ ધ્યાન ન આપ્યું ત્યારે યાજ્ઞિક દિવાકર શ્રી ચુનીલાલ શાસ્ત્રીજીએ કહ્યું, “તું આવું લખી શકે છે ?' શ્રી બદ્રિનાથજી એ કહ્યું, “કાગળ પેન્સીલ આપો, લખી આપું', અને તત્કાળ ગોપાલાષ્ટપદી તત્રની રચના કરી. જેને નડિયાદથી પડnકુલકૌસ્તુભ શ્રી હરશંકર શાસ્ત્રીજીએ સર્વ થિમ :- પીયૂષ પત્રકા'' નામના માસિકમાં પ્રકાશિત કર્યું હતું.
શાસ્ત્રીજીના એક સાક્ષરમિત્ર શ્રી મંજુલાલ મજમુદારને શાસ્ત્રીજીએ “રણયજ્ઞ”ની કલ્પના આપી હતી તે ઉપરથી ગુજરાતીમાં “ રણયજ્ઞ” પુસ્તક પ્રકાશિત થયું. એની પ્રસ્તાવનામાં આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અણુભાષ્યના એક અધ્યાયનું એમણે ગુજરાતી ભાષાન્તર કર્યું હતું. સાક્ષર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ રચિત ““અવંતીનાથ' નવલકથાનું તેમણે સંસ્કૃત ભાષાંતર કર્યું હતું, જે “ સરસ્વતી સૌરભમ” માસિકમાં ક્રમશ: છપાતું હતું.
વારાણસેય સંપૂર્ણનન્દ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં એમણે રામાયણ-મહાભારતની રાજનીતિ ઉપર ત્રણ વિશિષ્ટ વ્યાખ્યાને વિશ્વવિદ્યાલયના આયોજનથી કર્યા હતાં,
શ્રીમદ્ભાગવતના એકથી ત્રણ કંધ ઉપર ગુજરાતી માં કથાચિંતન પણ પ્રકાશિત કર્યું હતું.
એક વખત એક સાક્ષરમિત્રે મજાક કરતા કહ્યું કે “ શાસ્ત્રીજી તમે કહે છે કે સંસ્કૃત ભાષા બધું જ છે પણ ગુજરાતીમાં ગરબા ગવાય છે તેવા સંસ્કૃતમાં નથી. ” એટલે શાસ્ત્રીજી બીજા રૂમમાં ગયા, પાંચ મિનિટમાં પાછા આવ્યા અને કહ્યું “ આ સંસ્કૃતમાં ગરબો તૈયાર છે ”:
તીર સ્મરામિ ગોવિદ ચામુન તીરં સ્મરામ”,
પછી તો એમણે અનેક ગીત-ગરબાની રચના કરી. છેલ્લે ગરબે લખે “ભારત સર્વદેવ શન્ય ભવેત્ ભાષા તદીવા સંસ્કૃત ન ચેત ”
સંવત ૨૦૦૫માં એમણે વડોદરાના વિદ્દગણના સ્નેહ સહકારથી વડોદરા સંસ્કૃત વિસભાની સ્થાપના કરી અને વર્ષો સુધી એનું અધ્યક્ષપદ સંભાળી દરેક વિષયનું સંસ્કૃતમાં માતૃભાષાનું સુંદર રીતે વન થઈ શકે છે એની સર્વને પ્રતીતિ કરાવી. સભાના વાર્ષિકોત્સવમાં
For Private and Personal Use Only