________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બદ્રિનાથ શાસ્ત્રીજીનાં નાટકો
પ્રધુમ્ન શાસી*
વડોદરાનગરીને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. સંસ્કૃતક્ષેત્રે ગુજરાતના કાશીરૂપે વડેદરાની પ્રતિષ્ટા રહી છે. એ વડોદરાના શ્રીગોડ (શ્રીગુરુ ) જ્ઞાતિના એક પરિવારમાં શ્રી બદ્રિનાથ શાસ્ત્રોનો જન્મ સંવત ૧૮૫૪ના ધશાખ સુદ દશમના દિને થયો હતો. આ વંશપરંપરામાં સાત પેઢીથી એક પછી એક શ્રીમદ્ભાગવતના તત્ત્વજ્ઞ વક્તા ઓ થયા હતા. શાસ્ત્રીજીના પિતાજીનું નામ શ્રી કાશીનાથ શાસ્ત્રી હતું અને માતાનું નામ શ્રી ગંગાજી હતું. એમનું ગોત્ર કુશિકસ અને અટક પાઠક હતી
વિદ્યાપ૨પરા
એ સમયમાં સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય સર્વતન્ન સ્વત– પં. શ્રી રાજારામ શાસ્ત્રી ટાપરે હતા. એમણે વિચારત્રચી નામને સંસ્કૃતમાં સંશાધનપૂર્ણ ગ્રન્થ લખેલો છે. એમની પાસે શ્રી રમણનાથ શાસ્ત્રી અને શ્રી કાશીનાથ શાસ્ત્રી બન્ને ભાઈઓએ અભ્યાસ કર્યો હતે. શ્રી કાશીનાથ શાસ્ત્રી ખૂબ જ મેધાવી હતા, તેથી પ્રસન્ન ગુરુજી પિતાની ગાદી ઉપર બેસાડી ભણાવતા છે. કાશીનાથ શાસ્ત્રી પોતાની વીસ વર્ષની ઉંમરમાં તેજસ્વી વિદ્વાન અને ભાગવતના વક્તા તરીકે યશ પ્રાપ્ત કરી હરશરણ થઈ ગયા હતા. આમ શ્રી બદ્રિનાથ શાસ્ત્રીજીએ પોતાની –આઠ માસની નાની વયમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. અને એ સમયના સમર્થ વિદ્વાનોમાંના એક અને પ્રસિદ્ધ ભાગવતવકતા શ્રી રમણનાથ શાસ્ત્રીજીની છત્રછાયામાં વ્યાકરણ-સાહિત્ય ન્યાય-મીમાંસા-વેદ વગેરે સર્વ શાસ્ત્રોને અભ્યાસ પૂર્ણ કર્યો. શ્રી રમણનાથ શાસ્ત્રીજીએ ન્યાય-પંચલક્ષણી ઉપર ચંદ્રિકા નામની વ્યાખ્યા તથા ૨ત્નમંજૂષા, શ્રી દશરથી કાવ્ય અને શ્રી યદુનાથકાવ્ય લખ્યાં હતાં.
વડોદરામાં એ સમયે ભારતના ખૂણે ખૂણેથી પરીક્ષા આપવા વિદ્વાને આવતા હતા. શ્રાવણમાસ દક્ષણા પરીક્ષામાં શ્રી બદ્રિનાથ શાસ્ત્રીજીએ શિરોમણીની સર્વોપરી પદવી પ્રાપ્ત કરી હતી. સર્વ શાસ્ત્રોમાં શાસ્ત્રીજીએ પ્રકાંડ પાંડિત્ય પ્રાપ્ત કર્યું હતું. આચાર્યો દ્વારા “ પંડિત પંચાનન, વિદ્યાસુધાનિધ”, “ પંડિતમાર્તડ'' વગેરે અનેક પદવીથી તેઓ વિભૂષિત થયા.
સ્વાધ્યાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમા, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગષ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૪૮.
• નરસિંહજીની પોળ, ગોપાલલાલજીના મંદિર સામે, વડોદરા.
For Private and Personal Use Only