SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુળ કરે યાકિનાં નાટકોઃ એક અભ્યારા જાય છે. પૂરવીરાજ તેના મહેલમાં છુપા વેશે પ્રવેશે છે, બંનેનું મિલન થાય છે. કર્ણાટકી તેમને બંનેને વિવાહ સૂત્રથી બાંધે છે અને બંને ગાંધર્વ વિવાહ કરે છે. બંનેને દિલ્હી તરફ પ્રયાણ કરવાનો સમય થાય છે. સખીઓ પાસેથી ભારે હૈયે વિદાય લઈને સંયોગિતા અને પૃથવીરાજ છૂપી રીતે દિલ્હી જવા નીકળે છે. અંક-૬, સં યાગિતાહરણ : વિકંલક દ્વારા સૂચિત કરવામાં આવે છે કે પૃથ્વીરાજ અને સંયોગિતાના રક્ષકો વચ્ચે યુદ્ધ થાય છે. પરંતુ કર્ણાટકની સહાયતાથી ખૂબ સફળતાપૂર્વક પૃથવીરાજ સંયોગિતાને લઈ દિલ્હી તરફ નીકળી જાય છે. અંક-૭, વિવાહેસવઃ સંગિતા ખૂબ ચિંતિત છે તેના આ પગલા માટે કંપતાને શું પ્રતિભાવ હશે. પરંતુ ચંદકવિ આવીને સુખદ સમાચાર આવે છે કે જયચંદ તેની પુત્રીના વિવાહથી ખુશ છે અને તે દિલ્હી આવી વિવાહોત્સવ ઉજવીને આશીર્વાદ આપવા માગે છે. આ જાણી બધા ખુશ થાય છે. જયચંદ પૃથવીરાજના દરબારમાં પ્રવેશે છે અને ખૂબ ગૌરવથી પુત્રી સંગત પૃથીરાજને સેપે છે. સંયોગિતા ધન્યતા અનુભવે છે. આ શુભ પળે એક તાપસ ત્યાં આવે છે અને બંનેને આર્શીવાદ આપે છે. ત્યાં જ ભરતવાક્યથી નાટક પૂરું થાય છે. છત્રપતિ સામ્રાજ્ય: અંક-૧, સામ્રાજ્યપક્રમઃ શિવની સ્તુતિથી આરંભાતા આ નાટકમાં પ્રાસ્તાવિકમાં જ સ્વરાજની પ્રાપ્તિ માટેની શિવાજીની દઢનિશ્ચયતાને પરિચય કરાવાય છે. શિવાજી તેના સાથીઓ એસાજી, તાનાજી, બાજીરાવ અને દાદાજી દેશમુખ સાથે વવનના અત્યાચાર અને ભારતની દુર્દશા અંગે ચર્ચા કરે છે. વવનાથી બચવા ભારતભરનાં ક્ષત્રિયોને એક થવા માટે શિવાજી હાકલ કરે છે. યોજનાના પ્રથમ પગલારૂપે બીજાપુર નરેશ પાસેથી ગુમાવેલા કિલ્લા પાછા મેળવવા શિવાજી તેના મંત્રીઓને સૂચન કરે છે. શિવાજી તેમના મામાએ પચાવી પાડેલા પુરંદરદુર્ગને જીતી લાવવાની પ્રતિજ્ઞા કરે છે. અંક-૨, નિધિ પ્રાપ્તિઃ શિવાજી અને તેના સાથીઓએ અનેક કિલા જીતી લીધા છે. વધુ યુદ્ધની તૈયારી માટે નેતાજી અને શિવાજી આયોજન કરે છે. પરંતુ ધન, શસ્ત્ર અને સૈનિકોના અભાવથી તેઓ ચિંતિત છે. શિવાજી મા ભવાનીની સ્તુતિ કરે છે અને તેના ફળરૂપે જમીનમાં દાટેલે ખૂબ જ સમૃદ્ધ ખજાને મળી આવે છે. તેનાથી શિવાજી અદ્યતન શસ્ત્રાસ્ત્રો ખરીદે છે અને કાંકણગઢ જીતવાની તૈયારી કરે છે. અંક-૩, ૨ાજ્યવ્યવસ્થિત રાજગઢ દુર્ગ માં શિવાજી તેના મંત્રીઓ સાથે ચર્ચા– વિચારણા કરશ્તા હોય છે ત્યારે કોર્ણાકદુર્ગને સામંત આવી શિવાજીને ભવાનીની તલવાર ભેટ આપે છે. આવી પવિત્ર ભેટ મળતા તેમને આત્મવિશ્વાસ વધુ દઢ બને છે. આબાજીએ પણ કલ્યાણગઢ જીતી લીધું છે. બીજાપુરના ૭૦૦ સૈનિકો શિવાજીના સૈન્યમાં જોડાવા ઈચ્છે છે અને શિવાજી તેમને આવકારે છે. આનાથી ક્રોધિત થયેલા બીજાપુરનરેશ શિવાજીના પિતાને જેલમાં પૂરી દે છે. પિતાજીને છોડાવવા શિવાજી મોગલ સાથે કરાર કરવા તૈયારી બતાવે છે. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy