SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા મજાપતિ જોઈ એ એમ અનુભવી શ્રી પ્રભાત શાસ્ત્રીએ દેવભાષા પ્રકાશન, વારાણસીથી ઈ. સ. ૧૯૭૯માં છત્રપતિસામ્રાજ્ય અને પ્રતાપવિજયનું હિન્દી અનુવાદ સાથે પ્રકાશન કર્યું. તેમનાં ત્રણેય નાટકોને સાર ટૂંકમાં જોઈ એ. સંચાગિતાસ્વયંવર : અંક–૧. રાજસૂપકમ : નાટકની શરૂઆતમાં કનોજને રાજ જયચંદન તેના મંત્રીઓ સાથે રાજસૂય યજ્ઞના આરોજન અંગેની ચર્ચા કરતા બતાવાય છે. દિલ્હીની ગાદી પચાવી બેઠેલા પૃથ્વીરાજને દંડ કરવાની વિચારણું પણ થાય છે. તેને ઠપકો આપતા એક પત્ર જયચંદ દિલ્હી મોકલે છે. પૃથ્વીરાજના પ્રત્યુત્તરથી જયચંદ ખૂબ ક્રોધે ભરાય છે. બીજી તરફ રાજા જયચંદની પુત્રી સંગતા હવે પુખ્ત વયની થઈ હોવાથી તેના સ્વયંવરના આયોજન અંગેની પણ ચર્ચા થાય છે. પરંતુ પુત્રીના નિરત્સાહનું કારણ જાણવા જ્યચંદ તેની સખી એને વસંતોત્સવનું આયોજન કરવા સુચન આપે છે. • અંક-૨, વસંતોત્સવ : પૂર આનંદ-ઉલાસથી વસન્તોત્સવ ચાલી રહ્યો છે. સખીઓ જલ-ક્રીડા અને કંદુક-ક્રીડામાં મગ્ન છે, પરંતુ પૃથ્વીરાજનાં પ્રેમમાં છેવાયેલી સંગિતા નિરસ બેસી રહે છે. તેની સખીએ જ્યારે મદનમંત્ર ઉચ્ચારી કામદેવની પૂજા કરતી હોય છે ત્યારે અચાનક સંયોગિતા ઈિત થઈ જાય છે. તેની નિકટ સખી ચાતુરિકાના પૂછતા તે રહસ્ય ખેલે છે અને પૂરવીરાજ સાથેના તેના પ્રેમની વાત કરે છે. શત્રુરાજા સાથેનાં પુત્રીના પ્રેમની વાત સાંભળી ચિતિત થયેલી તેની માતા જયચંદને આ વાતની જાણ કરે છે. ક્રોધ થયેલ જયચંદ સંયોગિતાને દૂર ભાગીરથીનાં કિનારે એક અલગ ગુપ્ત મહેલમાં રહેવા આદેશ આપે છે. અંક-૩, ચારસંપ્રાપ્તિ : વિકભક દ્વારા સૂચિત કરાવાય છે કે પૃથ્વીરાજના સેનાપતિએ જયચંદના ભાડ વલુકાયની હત્યા કરી છે, જયારે જયચંદ કનોજમાં સ્વયંવરની તૈયારી કરે છે. સંયોગિતાની કામસંતપ્ત દશા અંગેના સમાચાર પૃથ્વીરાજને તેના દૂત દ્વારા મળે છે. અને તે જ સમયે તેના રાજ્ય પર યવનેના આક્રમણની પણ સૂચના મળે છે. એક તરફ પ્રાણપ્રિય સંયોગિતા અને બીજી તરફ રાજય, આવા ધર્મસંકટમાં સેનાપતિને કાર્યભાર સાંપી પૃથ્વીરાજ તેના કવિરાજ ચંદ અને અન્ય સાથીઓ સાથે છુપા વેશમાં કનીજ તરફ પ્રયાણ કરે છે, અંક-૪, પ્રચ્છન્નસંચાર : કવિરાજ ચંદ અને તેના સાથીઓ છુપા વેશમાં જયચંદના દરબારમાં પ્રવેશે છે. શાસ્ત્રીય જ્ઞાન અને વાફપટુતાથી જયચંદને તેઓ ખુશ કરી દે છે. પરંતુ જયચંદને પૃથ્વીરાજની ઉપસ્થિતિની શંકા જાય છે. સંયોગિતા પૃથ્વીરાજના આવ્યાના સમાચાર જાણી કર્ણાટકી દ્વારા સંદેશ મોકલે છે અને કર્ણાટક બંનેનું મિલન કરાવવાના પ્રયાસ કરે છે. અક-૫, પ્રિયસમાગમ : પ્રિયમરણ કરતી વીણાગાનમાં સંયોગિતા મગ્ન છે. મુવીરાજ તેને મળવા આવી ગયા છે એમ કર્ણાટકી દ્વારા સમાચાર મળતા તે ખૂબ ખુશ થઈ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy