SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ શંકરલાલનું શ્રીકૃષ્ણચન્દ્રાબ્યુદયમ--એક અભ્યાસ રત્નાબહેન ઉમેશભાઈ પંડ્યા* ગુજરાતમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્રના મોરબી નગરમાં આધુનિક સંસ્કૃત કવિઓમાંના એક શીઘ્રકવિ મહામહોપાધ્યાય શ્રી શંકરલાલ શાસ્ત્રી થઈ ગયા. તેમને જન્મ સંવત ૧૮૯૯ના અષાઢ વદ ચોથ અને બુધવાર (ઈ. સ. ૧૮૪૩)ના દિને થયે હતો. તેમના પિતાનું નામ માહેશ્વર ભટ્ટ અને માતાનું નામ મેંઘીબા હતું. તેઓ પ્રશ્નોરાનાગર જ્ઞાતિના આહિચ્છત્ર કુળના હતા. તેમનું મોસાળ જામનગર હતું. તેઓ જામનગરના પ્રખ્યાત રસરવૈદ્ય ઝંડુ ભટ્ટજીના કુટુંબી હતા. તેમણે પોતાને શૈશવકાળ જામનગરમાં ગાળ્યો એટલે ત્યાં જ તેમનું પ્રારંભિક શિક્ષણ થવું. વિદ્યા અભ્યાસ દરમ્યાન જ તેમની સાહિત્ય પ્રત્યેની શક્તિ અને રુચિ ખીલવા માંડી અને તેમણે સાહિત્યના ક્ષેત્રે યશસ્વી પદાર્પણ કર્યું. તેમના ગુરુ કેશવજી શાસ્ત્રી હતા. શંકરલાલ મોરબીની પાઠશાળામાં આજીવન શિક્ષક હતા. તેમણે મોરબીમાં શંકર આશ્રમની સ્થાપના પણ કરી હતી. તેમના ખાસ મિત્રો જટાશકર, ઝંડુભટ્ટજી, વનેચંદ પપટલાલ, હાથીભાઈ શાસ્ત્રી વગેરેને ઉલેખ તેમની કૃતિઓમાં વારંવાર આવે છે. મોરબીના તે કાળના મહારાજ શ્રી રવાજીરાજને શંકરલાલની કીર્તિની જાણ થતાં તેમણે . તેમને જાડેજા વંશાવલી માટે “રવાછરાજકીર્તિવિલાસ ” નામનો ગ્રંથ રચવાની આજ્ઞા કરી. રમાં તેમની પ્રથમ રચના. એની સાથે જ તેમણે બીજા સંસ્કૃત ગ્રંથની પણ રચના કરી. શંકરલાલ શાસ્ત્રીએ અનેક ગ્રંથની રચના કરી હતી. પણું તેમાંના ઘણુ કાળની ઝપટમાં નાશ પામ્યા છે. બહુ નજીકના સમયગાળાના લેખક હોવા છતાં તેમની બહુ ઓછી રચનાઓ સચવાયેલી છે. અધૂરામાં પૂરે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્થપાયેલે તેમને આશ્રમ ૧૯૭૮ની મÚબંધની હોનારતમાં તણાઈ જતાં તેમને આખાય ગ્રંથસમુદાય નાશ પામ્યો છે. તેથી અત્યારે આપણે વિવિધ ઇતિહાસકારોએ ઉ૯લેખેલા ગ્રંથોનાં નામો જ માત્ર મેળવી શકીએ છીએ. શ્રી હીરાલાલ શુકલ અને શ્રીધર વર્ષે કરની આધુનિક સંસ્કૃત સાહિત્યના ઈતિહાસનાં પુસ્તકમાં મળતી યાદી પ્રમાણે શંકરલાલ શાસ્ત્રીની કૃતિઓનાં નામ આ પ્રમાણે છે. નાટક :- (૨) શ્રી વાળુચમ (૨) ધ્રુવાખ્યવયR (૩) વામનવિનય (૪) જો પાનचिन्तामणिः (५) सावित्रीचरित्रनाटकम् (६) पार्वतीपरिणयनाटकम् (७) श्रीभद्रायुविजयम् (૮) અમરFiÉH (૧) રવાનગતિવિના. “સ્વાયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬- ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૨૨૯-૨૧૬, * W /?, એકિસસ કેલેની, અલકાપુરી, વડોદરા-૫. સ્વા ૨૭ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy