________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગેશ્વર પંડિતકૃત ધર્મોદ્ધરમ-એક નોંધ
સાહિત્યદર્પણ જેવા આલંકારિક ગ્રંથોમાં મળતા નાટકના પરંપરાગત લક્ષણોને આ નાટકમાં ભંગ થયો છે. ફક્ત ચાર અંક ધરાવતા આ નાટકમાં કાઈ સંધિ નથી. નાટકના અંતમાં પ્રસ્તાવના આવે છે, જે ખરેખર ઉપસંહાર છે. નાટકના અંતે અને બીજા અંકના અંતે એમ બે પ્રસ્તાવના આ નાટકમાં આવે છે. બીજા અંકના અંતમાં આવતી પ્રસ્તાવનાની નાટકના સંપાદક પણ નોંધ લીધી નથી. વતીય અંકની શરૂઆતમાં તૃતીય મજૂર એવો ઉલ્લેખ નથી, પરંતુ તેને અંતમાં “તિ ધર્મોઢાનાકિન નાટ તૂરીયો કૂ” એ ઉલ્લેખ છે. એ અંક સમાપ્ત થાય છે ત્યાં જ બીજી પ્રસ્તાવના પણ આવે છે. નાટકની કથાવતુ પણ ચેથા અંકના અંતે પૂરી થાય છે. તેથી પ્રસ્તાવના બિનજરૂરી લાગે છે. અને તેથી જ આ પ્રસ્તાવના નાટકને ઉપસંહાર કહેવા યોગ્ય લાગે છે.ભરતવાક્યથી નાટકના અનની પરંપરાને પણ દુધર ભંગ કરે છે,
ધાર્મિક-દાર્શનિક એવું પ્રતિકાત્મક આ નાટક છે. ૧૭-૧૮ સદી દરમ્યાન મુસ્લિમનાં શાસનકાળ દરમ્યાન હિંદુ ધર્મની દુર્દશાનું વર્ણન એ આ નાટકને મુખ્ય ધ્યેય છે. દુર્ગેશ્વરનાં સમય દરમ્યાન પ્રચલિત સામાજીક અને ધાર્મિક પરિસ્થિતિએ તેમને આવું નાટક યુવાની પ્રેરણા આપી હોય એમ લાગે છે. ભારતીય દર્શનની વિવિધ શાળાઓનું સુંદર વર્ણન નાટકકારે કર્યું છે. આખા નાટકમાં ધર્મની સ્થાપના માટે સુખ અને શાંતિનું વાતાવરણ કઈ રીતે ઉભું કરાય તેના વિવિધ રસ્તાઓ બતાવાયા છે.
નાટક પ્રતિકાત્મક હોવાથી દાન, ધર્મ, કામ, ક્રોધ વગેરે પાત્રોનું સજીવારોપણ કરવામાં નાટકકારે કુશળતા બતાવી છે. સમસ્ત નાટકમાં સ્ત્રી પાત્રને કોઈ સ્થાન નથી, પરંતુ નાટકના અંતમાં વિભિન્ન નાયિકાઓને ઉલ્લેખ જોવા મળે છે. રૌદ્ર, બિભત્સ અને ભયાનક નાટકના મુખ્ય રસે છે. ભારતી અને આરટી વૃત્તિ જોવા મળે છે. - દુર્ગેશ્વરની ભાષા સરળ અને સુગમ્ય છે. પરંતુ રસને અનુરૂપ કેટલાક સ્થળે લાંબા સમાસેની જરૂરિયાતને નાટકકાર રોકી શકયા નથી. ઉપમા, ઉપ્રેક્ષા, અનુપ્રાસ જેવા અલંકાર અને મંદાક્રાન્તા, શાર્દૂલવિક્રીડીત, વસંતતિલક જેવા છન્દોને સુન્દર વિન્યાસ થયેલ છે. ગેરે આપેલી કેટલીક ઉક્તિઓ અને પદ્યો સ્વતંત્ર સુભાષિત તરીકે સ્થાન પામી શકે છે. સૂર્યોદય, મધ્યરાત્રી અને પ્રભાતનાં વર્ણનોમાં નાટકકોરનું ભાષા પરનું પ્રભુત્વ દેખાય આવે છે.
કેટલાક પઘોમાં તેમનામાં રહેલું કવિત્વ પણ પ્રતિબિંબિત થાય છે. ભારતીય દર્શનનો પણ નાટકકારે અભ્યાસ કરેલ છે.
સત્તર-અઢારમી સદી દરમ્યાન મુસ્લિમોના અત્યાચાર અને તેના કારણે હિંદુ ધર્મના પતનને આલેખતું નાનું પણ સુંદર એવું આ પ્રતિકાત્મક નાટક શ્રી દુર્ગેશ્વરનું ગુજરાતના રૂપકક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન લેખી શકાય.
( ૫ જુઓ, ધર્મેન્દરણ નાટની ભૂમિકા, pp. XII-XII.
For Private and Personal Use Only