SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં સંત નાટક અને તેના વિતે સંસ્કૃત ( પ્રા. અ.) સાહિત્યને જેવાને પ્રશ્ન જ ત્યારે નહોતે, કેમ કે સાહિત્ય કેવળ સર્વદેશીય ભાષાઓમાં જ રચાતું હતું. સર્વ–સર્જક-સહદય-સ્વીકૃત સમજણ અને રૂઢિ એ હતી કે જે કોઈ સાહિત્યકૃતિ રચાય, એ સંસ્કૃત (પ્રાકૃત, અપભ્રંશ)માં જ રચાય, અને એ ભારતભરમાં, પ્રદેશ નિરપેક્ષપણે, વંચાય. એટલે “સંસ્કૃત રૂપકસાહિત્ય' એ ખ્યાલ, અને ‘ગુજરાતનું તેમાં પ્રદાન 'એ ખ્યાલ, ઈ. બારમી-તેરમી સદી પૂર્વે , અસંભવ જેવો ગણાય. ‘ સાહિત્ય', સંસ્કૃત” અને “સર્વદેશીયતા ', એ ત્રણે પરસ્પરના પર્યાય બને, એવી સાંસ્કૃતિક પરિસ્થિતિ ત્યારે પ્રવર્તતી. સાહિત્યમાં નવું પ્રદાન કરનાર સાહિત્યકારત્યારે, પ્રદેશવિશેષને નહીં, સર્વદેશીય બનીને રહે. અર્વાચીન ભારતીય ભાષાઓમાં, એટલે કે દેશમાં જુદા જુદા પ્રદેશમાં બેલાતી, લેકવ્યવહારની, એકદેશીય બોલીઓમાં પણ ‘સાહિત્ય'ની રચના થઈ શકે, એ શકયતાને સ્વીકાર એ જ ઇસના બીજા સહસ્ત્રાબ્દના આરંભકાળની એક વાત્મય-નિ, સાંસ્કૃતિક-તિ ગણાય. “કવિરાજમાર્ગ' અને “વફરાધનજેવી ૮-૯મી સદીની પદ્ય ગદ્ય, કાવ્યશાસ્ત્ર-કથાસાહિત્યની કૃતિઓ વ્યવહાર–ભાષા કન્નડમાં સહુ પ્રથમ રચાઈ અને તે પછી ૧૨-૧૩મી સદીમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, આસામી આદિ વ્યવહાર-ભાષાઓમાં “ સાહિત્ય'ની રચના થવા લાગી, તે પછી જ “ગુજરાતી કવિ'. ‘ મરાઠી પ્રબંધકાર” “અસમિયા નાયકાર' જેવી વિભાવના શકય બની, એ સંધિકાળે, એક કાવ્યપ્રકાર લેખે મહાકાવ્યની ચર્ચા કરતાં, કાવ્યાનુશાસનમાં હેમચંદ્રાચાર્ય એક કારિકામાં નોંધે છે કે મહાકાવ્ય સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મા, એમ ચાર ભાષાઓમાં લખી શકાય. પણ તરત જાણે કે વધારે પડતી ટ અપાઈ ગઈ હોય એ રીતે, આ જૈન મુનિ પણ એ કારિકાની વૃત્તિમાં પેલે ચાર આંકડે ફરી ત્રણ પર લાવી દે છે ને લખે છે કે ગ્રામ્ય એટલે ગ્રામ્ય અભ્રપંશ. ભેજનું શૃંગારપ્રકાશ પણ એવા જ કાવ્યશાસ્ત્રજ્ઞા અને સમજણ પ્રસ્તુત કરે છે. પણ આસમાની-સુલતાની (મુખ્યત્વે સુલતાની ) પરિબળાને કારણે, તેમ જ એક વ્યાપક ઐતહાસિક-સાંસ્કૃતિક યુગાન્ત અને યુગારંભના ભાગ રૂપે, પ્રાદેશિક અર્થાત એકદેશીય ભાષા એ.માં સાહિત્યસર્જન આરંભાયું. ભારતીય સંસ્કૃતિમાં, ત્યારે, પ્રથમ વાર “દેશી', ગુજરાતી' સાહિત્યકારને જન્મ થયે. એ સાહિત્યકાર, વસેનસૂરિ અને શાલિભદ્રસૂરિ માફક, બહુધા, ભાષી હતે: સંસ્કૃતમાં તેમ જ “ગુજરાતી ”માં સાહિત્યરચના કરતે. બીજી દેશી’ (વ્યવહાર બોલીમાંથી સાહિત્યભાષામાં વિકસતી જતી એકદેશીય, પ્રાદેશિક ભાષાઓ)માં પણ તુ પરિસ્થતિ હતી. જયારે વજન એક ગુજરાતી” અર્થાત પરંપરાક્રાન્ત રચનાકાર તરીકે ભરતેશ્વર બાહુબલિ ઘેર(ઇ. ૧૧૬૯ ? ની રચના કરતા હતા, ત્યારે જ એ જ વજસેને પરંપરામાન્ય રચનાકાર તરીકે અનેક સંસ્કૃત કતિઓની રચના કરી હતી. શાલિભદ્ર ભ. બા. શસ ઈ. ૧૧૮૫માં રો. તે ગુજરાતની પ્રાદેશિક, એકદેશીય ભાષામાં. પણ એમણે પણ ભારતવ્યાપી, સવદેશીય સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચ્યું. ત્યારે ગુજરદેશ કે ગુજરમંડળમાં ચૌલુક્ય વંશનું રાજ્ય હતું. કર્ણદેવ (કરણ ઘેલ) અલાઉદ્દીન ખલજીના હાથે ઈ ૧૨૯૯-૧૩૦૦માં પહેલી વાર ને ઈ. ૧૩૦૩-૪મા પૂરે પરાજ્ય પામે. તે પૂર્વે , અને વજસેન-શાલિભદ્રની For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy