SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોમેશ્વરકૃત ઉલ્લાઘરાઘવ–એક અભ્યાસ વસંત. સી. પટેલ ‘ગુજરાતના ચૌલુકય રાજાઓને વંશપરંપરાગત પુરોહિત સામેશ્વર અથવા સેમેશ્વરદેવ હતા અને અણહિલવાડ તથા ધોળકાના રાજદરબારોમાં અને ભારે પ્રભાવ હતો. વિદ્યાકામાં તેમ જ રાજકાજમાં એ વસ્તુપાલને ગાઢ મિત્ર અને સહાયક હતો. વસ્તુપાલન સમય ઇ. સ. ના ૧૩માં સૈકાને પૂર્વાર્ધ છે, જે સેમેશ્વરને સમય ગણી શકાય. સોમેશ્વરે “ સુરત્સવ મહાકાવ્ય ', “ રામશતક' સ્તોત્રકાવ્ય, “કમૃતપ્રથા ” સૂક્તિસંગ્રહ “ આબુ પ્રશસ્તિ વિદ્યાનાથ -પ્રશસ્તિ, વીરનારાયણું પ્રાસાદ”ની પ્રશસ્તિ નામક પ્રશસ્તિકાવ્યો રચ્યાં છે. રામકથા પર આધારિત અનેક નાટકો લખાયાં છે. એમાં “રાધવ' શબ્દ જેના અંતે આવે એવા નાટકોમાં અનર્ધારાધવ, ઉલ્લાધરાધવ, સનરાધવ વગેરે પ્રસિદ્ધ છે. સેમેશ્વરનું ઉલારાઘવ ૮ અંકોમાં વિભકત નાટક છે, જે વડોદરા, ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝમાં ઈ. સ. ૧૯૬૧માં પ્રકાશિત થયું છે. એના સંપાદક આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજય અને ડૉ. ભેગીલાલ જે. સાંડેસરા છે. ઉલ્લાધરાઘવ નાટક દ્વારકામાં જગતમંદિરમાં ભજવાયું હતું એવો ઉલ્લેખ પ્રસ્તાવનામાં જ સામેશ્વરે કર્યો છે.” ઉલ્લાધરાધવ નાટકનો અંકાનુસાર અભ્યાસ નીચે મુજબ કરી શકાય : અંક ૧ : નાદીના ત્રણ લેકમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કર્યા બાદ પ્રસ્તાવનામાં સૂત્રધાર અને નટીએ નાટકકાર ગુર્જરેશ્વઃ-પુરોહિત કવિશ્રી સેમેશ્વરદેવની માહિતી આપી છે. સીતાના રામ સાથેના લગન બાદ કન્યાવિદાયના પ્રસંગે રાજા જનકને પુરોહિત શતાનન્દ પિતાને થતા દુઃખને વ્યક્ત કરે • સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપસવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬-ઓગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૫૫-૧૬૪. * એમ. ટી. બી. આર્ટસ કોલેજ, અઠવા લાઈન્સ, સુરત-૧ ૧ સાંડેસરા ભોગીલાલ જપ, ઇતિહાસ અને સાહિત્ય , ગુજ ૨ ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬, પૃ. ૧૧ २ तदद्य भगवतः श्रीद्वारकालङ्कारनीलमणे: श्रीकृष्णदेवस्य पुरतः श्रीधरप्रबोधैकादशीपर्वणि सर्वदिग्ग ? गाग )तानां सामाजिकजनानां जनकसुतापतिचरिताभिनयादेशसम्पादनेन कृतार्थयामि સંસારલાયતમારમાનy | Edited by Agam-Prabhakar Muni Punyavijaya and Sandesara Bhogilal J., 'catE TIEFH' Gaekwad's oriental series. Baroda. No. CXXXii, First Edition, 1961, p. 2. For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy