________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંધ–મુક્તિ-કલહ કરતો મુત્સદ્દી શબ્દ અને રૌહિણેય
સુધીર દેસાઈ*
હમણું જ, થોડા દિવસ પહેલાં જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી એ શ્રી ગોવર્ધનભાઈ પંચાલે ૧૯૯૪માં સંસ્કૃત ભાષામાં મુનિશ્રી રામભદ્રસૂરિનું લખેલું એક પ્રકરણ
પ્રબુદ્ધરહિણેયમ્' રજૂ કર્યું હતું. એ સમયનું જ વાતાવરણ ઊભું કરીને આપણા આ સમર્થ કલાકારે ચિરસ્મરણીય અનુભવ કરાવ્યો હતો.
આ પ્રકરણ આપણુતે શરૂઆતથી અંત સુધી પકડી રાખે એવું છે. એના પ્રવેશની ગૂથણી પણ ઘણી ધારદાર છે. સંવાદો ચોટદાર છે. આ પ્રકરણ જ્યારે મુંબઈના પરા વિલેપાર્લેમાં ભાઈદાસ ઓડિટોરિયમમાં ભજવવામાં આવ્યું ત્યારે પાણીના રેલાની જેમ ચાલવા જતા એના પ્રવાહ ઉપર પ્રેક્ષકોની આંખ અને કાન સ્થિર થઈ ગયાં હતાં.
દિલ્હીની સંગીત નાટક અકાદમીના ભૂતપૂર્વ પ્રોફેસર શ્રી ગોવર્ધન પંચાલે પોતાની સમગ્ર કલાને એમાં નીચાવી દીધી હતી. ભારતના નાટ્યશાસ્ત્રને એક સમર્થ જ્ઞાતા જ્યારે આજથી ૯૦૦ વર્ષ પહેલાંની એક રચના તખ્તા ઉપર રજુ કરે ત્યારે એમાં શી કમી હોય ? દક્ષિણમાં છેલ્લા એક હજાર વર્ષથી સંસ્કૃતમાં જયાં નાટકો થાય છે ત્યાં રહીને એમણે એને સધન અભ્યાસ કર્યો હતો અને ભરતની દષ્ટિએ કેવું થિયેટર હોય એની એક પ્રતિકૃતિ પણ એમણે બનાવી ઉજજૈનમાં કાલિદાસ સમારોહ વખતે રજૂ કરી હતી. આવો જાણકાર માણસ જ્યારે સંસ્કૃતમાં નાટક રજ કરે ત્યારે ભાષાની મર્યાદા ઓગળી જતી હોય છે.
પ્રકરણમાં દશ્યરચના અને વેશભૂષા પાછળ એમણે લીધેલી મહેનત પણ ધ્યાનાર્હ હતી. પાત્રોની વરણી અને ઉચાર ઉપર પણ પૂરતું ધ્યાન આપ્યું હોવાથી “નહીં સાં નહીં રેણુ'ની અનુભૂતિ થઈ.
મુંબઈમાં રંગભવનમાં અનેક સંસ્કૃત નાટકો ભજવાતાં જોયાં છે પણ આ એક વિરલ કહી શકાય તેવો અનુભવ તે દિવસે થયે.
સંસ્કૃત નાટ્યપરંપરા અનુસાર પ્રબુદ્ધરૌહિણેય એ પ્રકરણ છે. નાટક નથી.
સ્વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર -- ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૨૯-૧૬૪.
* ભાઉ નિવાસ, જહુરપુરા, ગેધરા-૩૮૪ ૦૦૧. સ્થા૦ ૧૭
For Private and Personal Use Only