________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મીના પઠક
નાટકનું કથાવસ્તુ :--
એતિહાસિક નાટકની પરંપરામાં આ નાટક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગાંધપાત્ર બાબત એ છે કે આ નાટક સમકાલીન પ્રસંગને આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં પૌરાણિક નાટકાની અપેક્ષાએ ઐતિહાસિક નાટકો બહુ ઓછાં રચાયેલાં છે. દા. ત લલિતવિગ્રહરાજ, પારિજાતમંજરી, કર્ણસુંદરી, મુદિતકુમુદચંદ્ર, મેહરાજપરાજય, ચંદ્રલેખાવ, ય, ગંગાદાસ પ્રતાપવિલાસ વગેરે. પરંતુ આ બધાં નાટંકામાં પોરાણિક કથાવસ્તુને ઉપગ કરવામાં આવેલો છે અને તેમાં ઓતહાસિક કથાવસ્તુ બહુ થોડા ભાગમાં જોવા મળે છે, જ્યારે આ નાટક સંપૂર્ણ રીતે એતિહાસિક છે. ટૂંકમાં કહી શકાય કે, વસ્તુપાલ અને રાજા વીરધવલ દ્વારા મુસલમાનોના આક્રમણને કરાયેલે પરાજય એ આ નાટકનું કથાવસ્તુ છે. આમાં લેખકે મુસલમાનોના આક્રમણને પ્રાંતિકાર કઈ રીતે કર્યો અને કેવી રીતે વિજયી બન્યા તેનું તાદશ વર્ણન કર્યું છે.
“હમીરમદમદને ”ને અર્થ થાય છે–એક સુલતાનના અહંકારને, અભિમાનને નાશ '. હમીર શબ્દ અરબી શબ્દ અમીર પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય છે એક સુલતાન. આ શબ્દ દિલ્હી (તુર્ક)ના સુલતાન માટે વાપરવામાં આવ્યું છે કે જેણે ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
નાટક પાંચ અંકમાં રચાયેલું છે.
નાટકની શરૂઆતમાં ‘દિવ્યજ્યોત”ની ઉપાસના કરવામાં આવી છે. રંગમંચ પર સૂત્રધાર અને નટ વચ્ચે પ્રાસ્તાવિક સંભાષણ થાય છે, જેમાં નાટક, નાટકના લેખક, રાજયના મંત્રો, રાજા, નાટક ભજવવાને પ્રસંગ, નાટકનું કથાવસ્તુ વગેરે બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે સાથે લેખક એવો પણ દાવો કરે છે કે પ્રેક્ષકે અત્યાર સુધી ભયાનક રસના પ્રસંગેથી ત્રાસી-કંટાળી ગયા છે તેને બદલે હવે આ નાટક નવ રસના નિરૂપણથી પ્રેક્ષકાને તરબોળ કરી દેશે.
ત્યારબાદ રાજા વીરધવલ અને મંત્રી તેજપાલ પ્રવેશ કરે છે. રાજ વસ્તુપાલના બુદ્ધિચાતુર્ય અને વિશિષ્ટ રાજનીતિક ગુણની પ્રશંસા કરે છે. પરંતુ તેજપાલ તેમને જણાવે છે કે અત્યારે પ્રશંસા કરવાનો સમય નથી. હજુ અત્યારે પણ વિપત્તિઓના વાદળ વિખરાયા નથી. પરિસ્થિતિ ગંભીર છે. એક તરફ યાદવ સિહણ, લાટનરેશ અને સિંહના ભત્રીજા સંગ્રામસિંહની મદદ લઈ હુમલે કરવા તૈયાર બેઠા છે. તો બીજી તરફ તુરુક હમ્મીર પણું વીરધવલ પર આક્રમણ કરવાની જાહેરાત કરે છે. બે મોરચે ભડકેલા બળવાને વસ્તુપાલની બુદ્ધિ જ ખાળી શકે તેમ છે એવું કાનના બલવા ની સાથે જ વસ્તુપાલ પ્રવેશ કરે છે. તે આવતાની સાથે જ શુભ સમાચાર આવે છે કે લાવયસિંહ કે જે તેજપાલને પુત્ર છે તેણે ગુપ્તચર નીમી દીધા છે અને હવે તેઓ શત્રુપક્ષની બધી માહિતી લાવી આપણે માર્ગ સરળ બનાવશે. ૨ જા લાવસિંહની દક્ષતાનાં વખાણ કરે છે. રાજા પિતાને આવા સરસ મંત્રીએ મળવા બદલ ખુબ નસીબદાર માને છે ને પોતે
For Private and Personal Use Only