SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હમ્મીરમદમર્દન” નાટક એક અધ્યયન મીના પાઠક તેરમી સદીના પૂર્વાર્ધ માં ગુજરાતના ધલકા (ધવલક ) નગરમાં વાઘેલા વંશના રાજા વીરધવલનું શાસન હતું. તેના રાજ્યમાં મહામંત્રી વસ્તુપાલ સુપ્રસિદ્ધ રાજનીતિજ્ઞ તેમજ સાહિત્ય અને કલાનો પેવક અને ઉત્તેજક હતો. તેના સમયમાં તેના આશ્રયમાં એક વિદ્યામંડલની રચના કરવામાં આવી હતી, જેમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને ખૂબ જ વિકાસ થયો હતો. મંત્રી વસ્તુપાલના આ વિમંડલમાં સેમેશ્વર, હરિહર, નાનક, યશવીર, અમરચંદ્રસુરિ વગેરે વિદ્વાન લેખકો અને કવિઓને સમાવેશ કરવામાં આવ્યા હતા. તેમાં પ્રસ્તુત નાટકના લેખક જયસિહસૂરિનો પણ સમાવેશ કરેલો હતે. જયસિહસૂરિકૃત “હમ્મીરમદમર્દન ૧ નાટક ઈ. સ. ૧૨૨૩ થી ૧૪ ૩૦ના સમય દરમ્યાન રચાયેલું છે. તેઓ વીરસૂરિના શિષ્ય અને મુનિ સુવ્રતરત્વ ભૂગકરછ (ભરૂચ)ના આચાર્ય હતા. લેખક મંત્રી વસ્તુપાલ અને તેજપાલ પર કઈ રીતે બહુ પ્રસન્ન હતા તે સંબંધે એક પ્રસંગ બહુ પ્રચલિત છે. એક સમયે મંત્રી તેજપાલ મુનિ સુવ્રત મંદિરની યાત્રા માટે નીકળ્યા હતા. ત્યારે લેખકે મંત્રીને મંદિરની આસપાસ આવેલી ૨૫ નાની નાની દેવકુલિકાઓ પર સુવ ધ્વજદંડ ચઢાવવા વિનંતી કરી. તેજપાલે પોતાના ભાઈ વસ્તુપાલની સંમતિથી ૨૫ સુવર્ણ ધ્વજદંડ ચઢાવ્યા. તેજપાલના આ શુભકાર્યની સ્મૃતિ કાયમ રહે તે માટે સિંહસૂરિએ વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ'ની રચના કરી. ત્યારબાદ રાજા વિરધવલના સમયમાં ગુજરાત પર એક મુસલમાને આક્રમણ કર્યું, ત્યારે વસ્તુપાલની યુદ્ધ કૌશલ્યનીતિને કારણે તે આક્રમણ નિષ્ફળ નીવડયું. મુસલમાન રાજાને દેશ છોડી ભાગવું પડયું. આ પ્રસંગને પણ ચિરસ્મરણીય બનાવવા માટે જયસિંહસૂરિએ આ સમગ્ર આક્રમનું વર્ણન “ હમ્મીરમદમર્દન ' નામના નાટકમાં કર્યું. ત્યારબાદ આ નાટક ખંભાતના રાજ્યપાલ જયન્તસિંહ, વસ્તુપાલના પુત્રના સમયમાં તેના કહેવાથી ભીમેશ્વર મહાદેવના ઉત્સવ વખતે ભજવવામાં આવ્યું હતું. * વાદયાય', પૃ. ૩૪, અંક ૧-૪, દીપોત્સવી, વસંતપંચમી, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, નવેમ્બર ૧૯૯૬ - ઑગસ્ટ ૧૯૯૭, પૃ. ૧૦૫-૧૧૦. * પ્રાચવિદ્યા મંદિર, મ. સ. યુનિવર્સિટી, વડોદરા. ૧ પ્રસ્તુત નાટક દલાલ સી ટી દ્વારા “ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ નં. ૧૦, ૧૯૨૦માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. Sandesara B. J, Literary circle of Mahāmātya vastupala and its contribution to Sanskrit Literature, pub. under Singhi Jain Series No. 33, Bharatiya vidya bhavan, Bombay, 953, p. 78, સ્વ. ૧૪ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy