SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir નિર્ભયભીમથામ: એક અધ્યયન तातस्त्वं मम, रक्षको मम, मम त्वं नायकः पालक: पाल्योऽहं तव किङ्करस्तब, तव प्रेष्यो भुजिष्यश्च ते । भत्वा शान्तिपरः प्रपद्य करुणां रक्षःकृतान्तास्यगं માં ત્રાયા, જુવાન માં, સમય માં, મ રક્ષ, મ ૨૮ u અહીં વધ્યપુરુષ ભીમસેનને આજીજીપૂર્વક પ્રાણની રક્ષા કરવા યાચના કરે છે. વૃદ્ધ માતા અતિકરુણ વૃત્તાંત જણાવે છે કે આના પિતા અને બીજા સાત ભાઈઓને પણ રાક્ષસે મારી નાંખ્યા છે. આ દેહલે અને આઠમો પુત્ર છે. ભીમસેન માતાને સાંત્વન આપી નિર્ભય બનવા જણાવે છે. ત્યારબાદ નેપશ્વિમાં રાક્ષસના આગમનનું સૂચન થાય છે. ભીમસેન દ્રૌપદીને વનરાજીમાં સંતાઈ જવા અને આ સ્થળથી દૂર જવા આદેશ આપે છે. બકાસુર સાથે આવેલા અન્ય બે રાક્ષસે સુકરમ ખ અને વ્યાધ્રમુખ અન્ય મનુષ્યની પણ ગંધ આવવાથી શોધતાં શોધતાં દ્રોપદી પાછળ જાય છે. અને રાક્ષસે સ્ત્રી પ્રાપ્ત થવાથી આનંદિત થઈ બકાસુર સમક્ષ સ્ત્રીનું ભક્ષણ કરવાની રજૂઆત કરે છે. બકાસુર રાક્ષસ હોવા છતાં નીતિનિયમોનું કડક પાલન કરે છે. નિયમને ઉલ્લંધનને ઇન્કાર કરે છે. ફક્ત એક જ મનુષ્યનું ભક્ષણ કરવું, એવા નગરજનને આપેલા વચનનું પાલન કરવાનો આદેશ આપે છે. બન્ને રાક્ષસે ભીમસેન પર દૃષ્ટા વડે પ્રહાર કરે છે. બકાસુર પણ ભીમને શસ્ત્ર વિના મારવામાં અસમર્થ નીવડતાં વાકાય ભીમને અન્ય રાક્ષસને બોલાવી, ઊંચકીને પર્વત ઉપર લઈ જવાને આદેશ આપે છે. આદેશ અનુસાર રાક્ષસે ભીમને ઉપાડીને લઈ જાય છે. આ ઘટનાથી વ્યથિત અને હતાશા અનુભવતી દ્રૌપદી આમ્રવૃક્ષ નીચે લાપાશ દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. અત્યારસુધી ન પ્રવેશેલાં યુધિષ્ઠિર, અર્જુન, નકુલ અને સહદેવ પ્રવેશે છે. યુધિષ્ઠિર દ્રૌપદીને આત્મહત્યા કરતાં રોકે છે. દ્રૌપદી આત્મહત્યાનું કારણ જણાવે છે ત્યારે ક્રમાનુસાર ચારેય પાંડ ભીમસેનના વિજય વિષે શ્રદ્ધા રાખવા દ્રૌપદીને સમજાવે છે. ભોમસેનના અમાપ બાહુબલમાં અને શૌર્યમાં શ્રદ્ધા રાખી દર્ય ધરવા સમજાવે છે. ચારેય પાંડવોની ઉક્તિ ભીમસેનની તાકાતમાં રહેલા એમના અતૂટ વિશ્વાસને વ્યક્ત કરે છે. યુધિષ્ઠિર ભીમ માટે જેનોવાથrsra: તેમજ સમરસગુવઃ જેવાં વિશેષ વેશ્યારે છે. સહદેવ ભીમસેન વિષે જવાનીવરિટ્ટઃ શબ્દ વાપરે છે. અર્જુન ભીમસેનને અનુસરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે પણ યુધિષ્ઠિર આશ્ચર્ય અનુભવે છે કે શું ભીમસેનને પણ અન્યની સહાય આવશ્યક છે ? આ દરમ્યાન જ નેપથ્યમાંથી ભીમસેનની ઉક્તિ દ્વારા ખબર પડે છે કે ભીમસેને બકાસુરને વધ કર્યો છે. ભીમસેન પ્રવેશે છે અને પાંચાલીને આત્મહત્યાને પ્રયાસ જાણીને આશ્ચર્ય અનુભવે છે. અહીં યુધિષ્ઠિરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભીમસેન કેવી રીતે રાક્ષસે એને ઉઠાવીને લઈ ગયા અને એક શીલા પર મૂકો, આજુબાજુ બધા રાક્ષસે ઘેરી વળ્યા, બકાસુરે જયારે શસ્ત્ર દ્વારા પિતાની હત્યા કરવાને પ્રવાસ કર્યો ત્યારે પિતે છઠે છે અને બકાસુર તથા પિતાની વચ્ચે સ્વા૦ ૧૩ For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy