________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિલકામકરન્દમ-એક અધ્યયન રાખ્યા અને એક વખત તે સ્ત્રી કે જે ચિત્રલેખા હતી તેણે વૈશ્રવણ પાસે પ્રેમની અઘટિત માગણી કરી પરંતુ દબવશે તેવી માગીને અવીકાર કર્યો તેથી ચિત્રલેખાએ તેને પોપટમાં ફેરવી દીધે અને તેની પત્ની મને મને તેની દીકરી મલિકાની સેવામાં રાખી. ત્યારપછી મકર દે પિ પટને સ્પર્શ કરી પુરષના મૂળ સ્વરૂપમાં ફેરવી દીધા. તે પણ સિદ્ધાતન મંદિરમાં રહેવા ગયો. ત્યારપછી મકરંદની ચિત્રાંગદ સાથે મુલાકાત થાય છે. બંને વચ્ચે વાયુદ્ધ થાય છે. ચિત્રાંગદના સેવક મકરંદના વાળ પકડી, ખેંચીને લઈ જાય છે.
પાંચમા અંકમાં મનોરમા પિતાના પતિની પ્રાપ્તિ કરાવી આપવા બદલ મકરંદને ખૂબ આભાર માને છે. મનેરમા અને શ્રવણ ભેગા મળીને કાઈપણ હિસાબે પોતાના જાનની પરવા કર્યા વિના મલ્લિકા-મકરંદને બચાવી લેવા પ્રયત્ન કરે છે. મનેરમાં ગધમૂષિકા સાદેવીના આ બમમાં જ તેને મહિલકા-મકરંદ પર કૃપા કરવા વિનંતી કરે છે. બીજી તરફ ચિત્રલેખા અને ચિત્રાંગદ મલ્લિકાને તેને આ ખરી નિર્ણય પૂછે છે. પરંતુ તે પોતાના નિર્ણયમાં દઢ છે. તેથી ચિત્રાંગદ મકરંદને બાંધેલી હાલતમાં રજુ કરે છે. તેને ત્રાસ આપે છે. મલ્લિકાથી તેનું દુઃખ જોવાનું નથી. પરંતુ મકરંદ તેને હિંમત રાખવાનું કહે છે. ચિત્રાંગદ મકરંદને મારી નાખવા તલવાર પૈગામે છે, તેવામાં ગબ્ધમૂષિકાના આશ્રમમાંથી એક માણસ આવી ચિત્રાગદને તેણે લીધેલા વ્રતની યાદ અપાવે છે. ચિત્રાંગદને એવી પ્રતિજ્ઞા હતી કે તે જે કોઈ વ્યક્તિને મારવા છે તો તેણે સૌ પ્રથમ તે વ્યક્તિને જિનદેવની પ્રતિમા સમક્ષ ઉપસ્થિત કરવી. ચિત્રાંગદ પિતાની ભૂલ બદલ માફી માગે છે. ત્યાં ગબ્ધભૂષિકા આવી મકરંદને પોતે જ મારી નાખશે કહી લઈ ને જતી રહે છે.
- છઠ્ઠા અને છેલા અંકમાં ગન્ધમૂષકા મકરંદને વૈશ્રવણ પાસે મોકલી આપે છે. વૈશ્રવણે ગધપકાના કહેવા પ્રમાણે મકરંદને અંધારી ગુફામાં લઈ જઈને મારી નાખે. મકરંદના મૃત્યુના સમાચાર બધે ફેલાઈ ગયા. છેવટે મહિલકા ચિત્રાંગદ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. મલિકા-ચિત્રાંગદને ગબ્ધમૂષકા પાસે “કૌતુકવિધિ’ કરાવવા માટે મોકલવામાં આવે છે. ત્યાંથી ગમૂષિકા બંને જણને મંદિર પાસે આવેલી તમારા નામની ગુફામાં લઈ જાય છે. ત્યાં વિદ્યાધર કુળના રિવાજ પ્રમાણે સૌ પ્રથમ કન્યા મલિકાના લગ્ન ગુફામાં રહેલી યક્ષરાજની મૂર્તિ સાથે થાય છે. ત્યારપછી વિધ પૂર્ણ થયા બાદ મહેલમાં જઈ તેના લગ્ન ચિત્રાંગદ સાથે થવાના હોય છે. પરંતુ યક્ષરાજને પાણિગ્રહણું કર્યા પછી પાણિવિમોચન કરવાનું કહેતાં તે મનુષ્યવાણીમાં બેલે છે. બધા પ્રકાશ કરીને જુએ છે તે યક્ષરાજની મૂર્તિને બદલે મકરંદ હોય છે. પછી વિશ્રવણ જેણે આ યુક્તિ ધડી હતી તે બધું રહસ્ય છતું કરે છે. ચિત્રાંગદ, ચિત્રલેખા વૈશ્રવણને માફ કરે છે. ગમૂષકો તેમના આવા સવર્તાવથી ખુશ થઈ કહે છે—
'यथा भावि पूरा वस्तु तथा सर्वस्य वृत्तयः । इत्यवेत्य महात्मानो नापकारिषु रोषिणः ।। ६.१६ ।।
અંતે બધા મલ્લિકા-મકરંદના લગ્નને સંમતિ આપે છે. આમ નાટક સુખાન્તમાં પરિણમે છે.
For Private and Personal Use Only