SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનદર્શનનો અનેકાતવાદ-એક વિચારવિમર્શ ૧૭ વ્યાખ્યા આપતાં કહ્યું છે કે-જે ઉત્પાદ, વ્યય અને ધોવ્યયુક્ત હોય તેને “સત્ ' કહેવાય. ૧૧ અહીં વિશ્વની કોઈપણ વસ્તુ યા પદાર્થની ઉપનિ, વિનાશ અને સ્થિતિ માનેલી છે. જેમ કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે, જેમાં ધ્રૌવ્ય અંશ આવે છે; અને પર્યાયાર્થિક નવની અપેક્ષાએ વતુ અનિત્ય છે, જેમાં ઉત્પાદ અને વ્યય એ બને અંશે આવે છે. આમ પ્રમાણું અને નયને વિષય હોવાથી અનેકાન્ત યાને અનેકધર્મવાળા પદાર્થ પણ અનેકાન્તરૂપ છે. જે એકને એટલે સમગ્ર સ્વરૂપને જાણે છે, તે તેનાં બધાં અંગ-ઉપાંગોને જાણે છે અને જે વસ્તુનાં તમામ અંગે -ઉપાંગોને જાણે છે તે સમગ્ર વસ્તુસ્વરૂપને જાણે છે.૧૨ તથાગત બુદ્ધ શાશ્વતવાદ અને ઉચ્છેદવાદ બંનેને ત્યજી મધ્યમમાર્ગને ઉપદેશ આપે. સૃષ્ટનું સર્જન, આત્માનું સ્વરૂપ, ઈશ્વરનું અસ્તિત્વ વગેરેને લગતા પ્રશ્નોને તેમણે અવ્યાકૃત કહ્યા. બુદ્ધને વિભજ્યવાદ છે. વિભજ્યવા મૂળ આધાર વિભાગ કરી ઉત્તર આપો એ છે. બે વિરોધી વસ્તુઓને સ્વીકાર એક સામાન્યમાં કરી અને તે જ એકને વિભાગી બે વિભાગોમાં બે વિરોધી ધર્મોને સંગત કહેવા એવો અર્થ વિભજવવાદને ફલિત થાય છે. લકે ભગવાન મહાવીરે પણ અવ્યાકન પ્રશ્નોનું વ્યાકરણ અનેકાંતવાદને આશ્રય લઈ કર્યું છે. ભગવાન મહાવીર અને ગધર ગૌતમ વચ્ચે થયેલા પ્રશ્નોત્તર એનું ઉદાહરણ છે. મહાવીરે અપેક્ષાભેદે લેકને શાન્ત અને અનંત જણાવ્યો છે. આત્માને શરીરથી અભિજ કહ્યો છે અને ભિન્ન પણ કહ્યો છે. શરીરને આત્માથી જુદુ માનવામાં આવે છે ત્યારે તે રૂપી અને અચેતન છે, અને જ્યારે શરીરને આત્માથી અભિન્ન માનવામાં આવે છે ત્યારે તે અરૂપી અને સચેતન છે. સપ્તભંગી નય: જેનદર્શન તેની અનેકાન્તદષ્ટિને અનુસરી સત તત્વના સ્વરૂપનું નિરૂપણ સાત પ્રકારનાં વિધાને કે વિકલ્પ દ્વારા કરે છે જેને “સપ્તભંગી નય' કહે છે. (“ભંગ” એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અથવા વાકયરચના અને “નય” એટલે વસ્તુના એક અંશને જે સ્પર્શે છે તે અંશગ્રાહો) સપ્તભંગીને આધાર નયવાદ છે અને એનું ધ્યેય સમન્વયનું છે બધી ११ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् . . Ed. Jain J. h., તવાર્થસૂત્ર : અ ૫, સૂત્ર. ૨૯ AMS Press, New York, 1974 १२ एको भावः सर्वथा येन दृष्टः सर्वे भावा: सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા ઘર સુe: gો માર: સવંથા તેન કુte: || - પુનરત્ન..... નસમુદાટવા 13 Lord Mahavir answered the 411 questions with his fa54 method (Sce et la 1). The fa 454 method received a definite form in the hands of Mahavir and was finally transformed into the 373177917 of the Jains. (See ૫. માલવણિયા ) Dr. B, K. Motilal writes-“ . . . .in fact the fમય method was a generic name forany non-dogmatic and exploratory approach to philosophic and metaphysical questions. It included both, analysis and synthesis, differentiation and integration (See : Motilal Bimal Krishna The Central philiosophy of Jainism )-L. D. Institute of Indology, Ahmedabad, 1981, p. 22. For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy