________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શનને અનેકાતવાદ એક બિચાવમર્શ
મનુષ્યોને સૌથી વધુ આગ્રહ-સૌથી વધુ પક્ષપાત પિતાના અભિપ્રાય ઉપર હોય છે. શારીરિક સંતાન કરતાં પણ માનસિક સંતાન ઉપર મનુષ્યને અધક પ્રેમ હોય છે. પિતાના અભિપાય ઉપરને આ અશ્વ અનુરાગ, એકાંત આગ્રહ, મનુષ્યને સત્યની પિછાન થવામાં મેટા અંતરાયરૂપ છે, કારણ કે સત્ય એ કોઈ એક અભપ્રાયને આધીન નથી, પણ વસ્તુસ્વરૂપને આધીન છે. વસ્તુનું સ્વરૂપ એકધર્મવાળું નથી, પણ અનંતધર્મવાળું છે. કોઈ પણું કથન નિરપેક્ષપણે સત્ય નથી. સત્ય હમેશાં આપણુ દષ્ટિબિન્દુઓને સાપેક્ષ છે. Truth is always relative to our standpoints. એકાન્ત એ હંમેશાં અસત્ય છે. અનેકાન્ત એ જ સત્ય છે. અનેકાન્તવાદ એ જ ખરે તત્વવાદ છે.' એકાન્તવાદથી તવવાદની વ્યવસ્થા થઈ શકતી નથી. દુનિયામાં જેટલા અસત્ય મત છે તેની ઉપર એકાન્તવાદથી થયેલી છે. એકા એ વસ્તુગત ધર્મ નથી, ૫ બુ.ગત ધર્મ છે. વસ્તુ પોતે હંમેશાં અનેકાન્તમય-અનેક ધર્મવાળી હોય છે. તેને એક ધર્મવડે મર્યાદિત કરવાવાળી બુદ્ધિ જ સર્વદુરાગ્રહનું મૂળ છે. કોઈપણ વસ્તુ નિરપેક્ષ રીતે અસ્તિત્વ ધરાવી શકે નહીં ( અન + એકાંત), અસ્તિત્વનાં કથને માત્ર સાપેક્ષ રીતે સાચાં હોય છે. ઉદા. સેનાને કળશ સેનાનાં અણુઓના સમૂહ તરીકે પદાર્થ છે; પણ કળશની જગ્યા (આકાશ)ના અર્થમાં પદાર્થ નથી. એટલે પદાર્થ છે પણ ખરો, અને નથી પણ ખરે. તે અણુરૂપ છે. તે પૃથવી-અણુને બનેલો છે, જળ અણુને બનેલ નથી. આમ અસ્તિત્વનું કથન માત્ર મર્યાદિત કે સાપેક્ષ અર્થ માં સારું છે. વડે વિચાર કરતાં જ ય છે કે અનેકાન્તદષ્ટિ સત્યના આધારે ઉભી છે. સત્યનું નિરૂપણુ બધાય મહાપુરુષે કરે છે, પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ એકસરખી હોતી નથી. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનું જ બીજુ નામ અનેકાન્તવાદ છે, એના મૂળમાં બે તવ છે. પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય અને પૂર્ણ હોવા છતાં યથાર્થરૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે. આ સંબંધમાં અંગજન્યાયનું ઉદાહરણું જોઈએ. અનેક અંધજન હાથી કેવો છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂ. પગ, કાન આદિ જુદા જુદા અવયવોને સ્પર્શ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભે થાય છે, તેવા પ્રકારને વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કોઈ પણ તત્વ કે વસ્તુના આંશિક દર્શનથી થાય છે અને એમાંથી એકાંતવાદે [One sided viewpoints] ઉદભવ થાય છે. પણ જેમ એ બધા અંધાને વિવાદ દષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને, વસ્તુને પ્રરૂપે સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક વિરોધી મતાને સમાવેશ થઈ જતો હૈઈ દેખીતે વિરોધ ત્યાં મળી જાય છે. યશોવિજયજી પ્રાર્થના કરે છે કે “ આ ભવમાં અને પરભવમાં મારી મતિ અનેકાન્તને વિષે રહે.' અમૃતચંદ્રસૂરિ પણ વિરોધને શમાવતા એવા આ અનેકાન્તને વંદન કરે છે.
5 Comp. Whitehead A. N., It is both a process and a reality-The Free Prees, New York, 1969.
६ बहाऽमुत्राऽपि स्यान्मम मतिरनेकान्तविषये । ૭ રમાનાર્ચ ગ•••“તમાચાન્સ |
શ્રી અમૃતચન્દ્ર સૂરિકત-પુરુષાર્થસિદ્ધિાપાથ સ્વા ૦ ૯
For Private and Personal Use Only