________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. રાવળ
પાચેય કારના સમન્વયથી જ ઝાડ થશે. આંબાની ગોટલીમાં આ પેદા કરવાને સ્વભાવ છે, પરંતુ વાવવાના કે વાવ્યા પછી રક્ષા કરવાને પુરુષાર્થ ન હોય તે શું થશે ? વાવવાને અને રક્ષણ કરવાને પુરુષાર્થ પણ કરી લીધે, પરંતુ નિશ્ચિત કાળના પરિપાક વિના અબ એમને એમ રાતોરાત થોડે તૈયાર થઈ જશે? કાળની મર્યાદા પૂરી થતાં પણ કદી શુભ કર્મ અનુકુળ હોય નહીં તે ફળ (કરી) બેસશે નહીં. કોઈવાર કિનારે આવેલી નાવ પણ ડૂબી જાય છે ! હવે રહી નિયતિ. તે બધુંય છે જ. આંબામાંથી કેરીનું થવું તે તે પ્રકૃતિને નિયમ છે, તેને કોણ ઈ-કાર કરી શકે? બીજુ ઉદાહરણ લઈએ : ભણવાવાળા વિદ્યાર્થીને માટે પણ પાંચેય વસ્તુ આવશ્યક છે. ભણવા માટે ચિત્તની એકાગ્રતારૂપ સ્વભાવ હોય, સમયને યોગ પણ દેવામાં આવે, પુરુષાર્થ પણ કરવામાં આવે, અશુભ કર્મને ક્ષય અને શુભ કર્મને ઉદય પણ હોય અને પ્રકૃતિનાં નિયમ, નિયત અને ભવિતવ્યતાનું પણ ધ્યાન રાખવામાં આવે ત્યારે તે ભણીગણીને વિદ્વાન થઈ શકે છે.
ભગવાન મહાવીરની ચિંતનપ્રધાન તપસ્યાએ તેમને અનેકાન્ત દષ્ટિ સૂઝાડી, અને એમને સત્યની શોધને સંક૯૫ સફળ થયો. અનેકાનદષ્ટિનું વિરોધી વિચારકોએ (બાદરાયણ, બૌદ્ધો વ. એ) છે કે ખંડન કર્યું, પરંતુ એનું અનિવાર્ય પરિણામ એ આવ્યું કે એક બાજુ અનેકાન્તદૃષ્ટિને તકબદ્ધ વિકાસ થયે. બીજી બાજુ એને પ્રભાવ વિરોધી વિચારકો પર પણ પડશે. ક્તાં એક વાદ રૂપે આજ પર્યત અનેકાન્તદષ્ટિ જેનેની જ લેખાય છે. છતાં એને પ્રભાવ ભારતના બધા ભાગના સાહિત્ય પર પડેલો જોવા મળે છે.
જૈનદર્શન વસ્તુવાદી (Realistic) અને બહતત્વવાદી (Pluralistic ) દર્શન છે અને તેનું સ્વરૂપ અધ્યાત્મવાદી (spiritualistic) છે. જેનદર્શનના વસ્તુવાદમાં બૌદ્ધ અને વેદાન્તની વચલી કક્ષા સ્વીકારવામાં આવી છે. મહાવીરના સમયમાં એક બાજુથી શાશ્વતવાદની બોલબાલા હતી તે બીજી બાજુ ઉરછેદવાદ હતું. આ બન્ને વિરોધી મંતવ્યોમાંથી માર્ગ કાઢવાને હતો. વેદાન્તીઓના મતે વસ્તુ પરમાર્થસત એટલે ત્રણે કાળમાં અબાધિત, નિર્વિકાર અને કુટસ્થ નિત્ય છે અને આ દેખાતું વિશ્વ એ માત્ર વ્યાવહારિક સત છે અને વસ્તુતત્વની દષ્ટિએ જોતાં માયિક છે. બૌદ્ધોના મતે વસ્તુ ક્ષણસત્તાવાળી છે, અને ધારાવાહી અથવા સંતાનના રૂપમાં મિથ્યા સત્ છે એવી ભાસે છે, પછી તે સંતાન આશુઓની ધારા હોય કે ચિત્તના પરિણામોની ધારા હેય. પરમ સત્ અને પરમ અસત્-પરમાર્થ અને અન્ય-એ બે વેદાન્ત અને બૌદ્ધોના એકાન્ત સિદ્ધાંતને જેને સ્વીકારતા નથી. તેઓ વસ્તુ સ્વરૂપ વ્યવહારદષ્ટ અથવા લાકિક બુદ્ધિ અથવા અનુભવ વડે જેવું સમજાય છે તેવું સ્વીકારે છે. '
४ यदरूपेण यनिश्चितं तदपं न व्यभिचरति तत् सत्यम् ।
જે રૂ૫થી જે નિશ્ચિત છે, જે રૂપને કદી ત્યાગ ન થાય એટલે કે તે રૂપથી અન્યથા ન થાય ત્યારે તે * સત્ય' કહેવાય છે.
कालत्रयेऽपि तिष्ठति इति सत् જે ત્રણે કાળમાં વિદ્યમાન છે તે જ “ સત’ છે. ત્રિકાલાબાધિત હોય તે સત્ છે. સરખાવો :– ભગવદગીતા (મ ૧ ૨૩ ) નાસતો તે મારો etc.
For Private and Personal Use Only